Surat: સાયબર પોલીસે ઓનલાઈન છેતરપિંડીમાં લોકોએ ગુમાવેલા 2.60 લાખ રૂપિયા તાત્કાલિક પરત મેળવ્યા, 1 વર્ષમાં 21 લાખથી વધુ રકમ રીફંડ કરાવવામાં આવી

ઓનલાઈન નાણાંકીય છેતરપિંડીના અલગ-અલગ બનાવોમાં કુલ 2,60,142 રીફંડ કરાવી આપતી સુરત સાયબર ક્રાઈમ પોલીસને સુરત શહેર પોલીસ કમિશ્નર અજય તોમર (Ajay Tomar) દ્વારા ખાસ કરીને સાયબર પોલીસમાં વધુ સ્ટાફ ફાળવવામાં આવ્યો.

Surat: સાયબર પોલીસે ઓનલાઈન છેતરપિંડીમાં લોકોએ ગુમાવેલા 2.60 લાખ રૂપિયા તાત્કાલિક પરત મેળવ્યા, 1 વર્ષમાં 21 લાખથી વધુ રકમ રીફંડ કરાવવામાં આવી
Surat Cyber Police
Follow Us:
Baldev Suthar
| Edited By: | Updated on: Oct 03, 2021 | 4:50 PM

હાલમાં જ્યાં જોવો કે જ્યાં પણ વાતો સાંભળો તેમાં ઓનલાઈન ઠગાઈ (Online Fraud) કે છેતરપિંડીની ઘટના સતત સામે આવતી હોય છે. કોઈ કહે કે મારે આટલા રૂપિયા ઉપડી ગયા કે આટલા રૂપિયા ઓનલાઈન ફ્રોડ થયું.

ત્યારે જ્યારે પણ તમારી સાથે આવું કોઈ ઓનલાઈન ફ્રોડ થાય અને રૂપિયા ઉપડી જાય કે ખાતામાંથી બીજા ખાતામાં ચાલ્યા જાય તો 24 કલાકમાં સાયબર પોલીસ (Cyber Police)નો કોન્ટેક કરવામાં આવે તો મોટાભાગના રૂપિયા સ્ટોપ થઈ ગયા હોય છે અને રૂપિયા પરત પણ લાવવામાં પોલીસ મદદરૂપ થાય છે.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

ત્યારે સુરતની વાત કરવામાં આવે તો ઓનલાઈન નાણાંકીય છેતરપિંડીના અલગ-અલગ બનાવોમાં કુલ 2,60,142 રીફંડ કરાવી આપતી સુરત સાયબર ક્રાઈમ પોલીસને સુરત શહેર પોલીસ કમિશ્નર અજય તોમર (Ajay Tomar) દ્વારા ખાસ કરીને સાયબર પોલીસમાં વધુ સ્ટાફ ફાળવવામાં આવ્યો.

જેથી હાલમાં જે ઓનલાઈન ફ્રોડ વધી રહ્યા છે તેને રોકી શકાય કે પછી ગુનેગારો સુધી ઝડપથી પહોંચી શકાય તે માટે પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે અને સુરત પોલીસ કમિશનર દ્વારા ખાસ સૂચના આપવામાં આવી કે પોલીસ ઈન્સ્પેક્ટર દ્વારા સુરત શહેરમાં બનતા ઓનલાઈન નાણાકીય છેતરપિંડીના બનાવોમાં ભોગ બનનારને તાત્કાલીક મદદરૂપ થવા માટે પોલીસ સતત કામ કરી રહી છે.

આખી વાતમાં ફરિયાદીઓએ પણ ખાસ ધ્યાન રાખવું જરૂરી છે, સુરતમાં અરજદારઓએ તાત્કાલીક સમય સુચકતા વાપરી 100 નંબર ઉપર ફોન કરી પોતાની વિગતો જણાવેલ અને તરત જ સાયબર ક્રાઈમ ખાતે આવી પોતાની રજુઆત જણાવતા ટેકનિકલ ટીમે જરૂરી કાર્યવાહી કરી તથા ટેકનિકલ સર્વેલન્સના આધારે એનાલીસીસ કરી ઓનલાઈન નાણાકીય છેતરપિંડીનો ભોગ બનનાર અલગ-અલગ અરજદારોઓના કુલ રૂપિયા 2,91,182 ઉપાડી લીધા, જેમાંથી કુલ રૂ 2,60,142 અરજદારને તા 01/10/2021ના રોજ બેંક એકાઉન્ટમાં પરત મેળવી આપ્યા હતા.

આમ અરજદારો સાથે ચિટિંગ કરતી ગેંગ ATM Fraud, Loan- Lottery Fraud, Job Fraud, Shopping Fraud તથા (1) આર્મીના નામે OLX / Facebook એડ માંથી વસ્તુખરીદીને લગતા ફ્રોડ (2) કોરોના મહામારીમાં રૂપિયાની મદદ આપીશું (3) બેંકમાંથી મેનેજર બોલુ છું આપનું ATM Card verify કરવાનું છે (4) PAYTM કંપનીના KYC UPDATE કરવા માટે ભોગ બનનારના મોબાઈલમાં “Quick Support” અથવા “Anydesk” નામની એપ્લીકેશન ઈન્સ્ટોલ કરાવવી. (5) E-SIM રજીસ્ટેશન કરાવી અલગ – અલગ બહાના હેઠળ આવા પ્રકારની નાણાકીય વ્યવહારના નામે છેતરપિંડી કરતા હોય છે.

જેથી કોઈપણ વ્યકિત સાથે આવા બનાવો બને તો તેમણે પ્રથમ 100 નંબર ઉપર સંપર્ક કરવો, ત્યારબાદ નજીકના પોલીસ સ્ટેશને અથવા www.cybercrime.gov.in પર ફરિયાદ કરવી અથવા તરત સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન તથા ક્રાઈમ બ્રાંચ સુરત શહેરનો સંપર્ક બનાવ બન્યાના 24 કલાકમાં કરવો અનિવાર્ય છે.

જેથી અરજદારને આર્થિક નુકસાન થતુ રોકી નાંણા પરત અપાવી શકાય. આમ, ક્રાઈમબ્રાંચ તરફથી કોરોના મહામારીની કપરી પરિસ્થિતિમાં લોકો સાથે બનતા સાયબર ક્રાઈમના ઓનલાઈન નાણાકીય છેતરપિંડીના બનાવોમાં છેલ્લા એક વર્ષ માં રૂ .21,21,300 રીફંડ કરાવ્યા છે.

આ પણ વાંચો: Gandhinagar: AAP ના ચૂંટણી એજન્ટ પર હુમલો, ભાજપે હૂમલો કરાવ્યો હોવાનો આક્ષેપ, જાણો ઈસુદાન ગઢવીએ શું કહ્યું

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">