Surat : બારડોલીના નિણત ગામના પટેલ બંધુઓએ સેવા માટે આપી આલીશાન કાર, કારને એમ્બ્યુલન્સમાં ફેરવાઇ

આ એમ્બ્યુલન્સને હાલ સરભોણ ખાતે રાખવામાં આવી છે અને એક હેલ્પલાઇન નંબર ચાલુ કરી આ એમ્બ્યુલન્સનો પ્રારંભ કરી દેવામાં આવ્યો છે.

Rahul Vegda
| Edited By: | Updated on: Apr 27, 2021 | 6:19 PM

સુરત જિલ્લાના બારડોલી તાલુકાના નીણત ગામના 2 ભાઈઓએ પોતાની આલીશાન ઇનોવા કારને એમ્બ્યુલન્સ બનાવી માનવતા ઉદાહરણ આપ્યું છે . કોરોના દર્દીઓની સેવા માટે પોતાની ઇનોવા કાર મૂકી એક અનોખો સેવાયજ્ઞનો આરંભ કર્યો છે. રવિવારથી શરૂ થયેલી આ એમ્બ્યુલન્સમાં ઓક્સિજનથી લઈને તમામ પ્રાથમિક સુવિધા ઉપલબ્ધ બનાવવામાં આવી છે. બન્ને ભાઈઓ દ્વારા એમ્બ્યુલન્સની સેવા નિઃશુલ્ક રાખવામાં આવી છે.

 

કોરોનાની મહામારીમાં પણ હજુ માનવતા મરી પરવારી નથી. અને લોકો એક બીજાને મદદ માટે પોતાનું યોગદાન આપી રહ્યા છે . ત્યારે સુરત જિલ્લાના બારડોલી તાલુકાના નિણત ગામના પટેલ બંધુઓએ એક અનોખો સેવા યજ્ઞ શરૂ કર્યો છે. હાલ લોકોને હોસ્પિટલ જવા માટે એમ્બ્યુલન્સ મળી રહી નથી. ત્યારે, આ બંધુઓએ પોતાની ઇનોવા કારને જ એમ્બ્યુલન્સમાં તબદીલ કરી સમાજ માટે એક અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે. આ એમ્બ્યુલન્સને હાલ સરભોણ ખાતે રાખવામાં આવી છે અને એક હેલ્પલાઇન નંબર ચાલુ કરી આ એમ્બ્યુલન્સનો પ્રારંભ કરી દેવામાં આવ્યો છે. ખાનગી એમ્બ્યુલન્સ સંચાલકો આડેધડ ભાડું વસૂલે છે. ખાનગી એમ્બ્યુલન્સ સંચાલકો મનફાવે તેમ ભાડું વસુલ કરી રહ્યા છે. જે ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને પોષાય તેમ નથી. તેવામાં આવી સેવા શરૂ કરતા લોકોને રાહત મળી રહેશે.

આ પટેલ પરિવાર હંમેશ મદદ કરતો આવ્યો છે. જોકે પેહલા નવી અથવા જૂની એમ્બ્યુલન્સ મળી જાય તો તાત્કાલિક લોકોની સેવા શરૂ થઈ શકે એ વિચારે પટેલ બંધુઓએ એમ્બ્યુલન્સની શોધખોળ શરૂ કરી હતી. પરંતુ, એમ્બ્યુલન્સ નહીં મળી શકતા અંતે તેમણે પોતાની આલીશાન ઇનોવા કારને એમ્બ્યુલન્સમાં ફેરવવાનો નિર્ણય કર્યો હતો. 108 એમ્બ્યુલન્સ સમયસર પહોંચી શકતી નથી. આવી જ સ્થિતિ હાલ સુરત જિલ્લામાં પણ જોવા મળી રહી છે. કોરોનાનો ભોગ બનનાર દર્દીઓને હોસ્પિટલ સુધી લઈ જવા માટે એમ્બ્યુલન્સ પણ સમયસર મળતી નથી. જેને કારણે, દર્દીઓની હાલત વધુ કફોડી બની જતી હોય છે. ત્યારે સમીર ભાઈ જેવા દાતાઓના આવા અભિગમ ગામડાંના લોકો માટે મદદરૂપ થઇ શકે તેમ છે.

આ પણ વાંચો : સમગ્ર ભારત દેશ કોરોનાની બીજી લહેર (India Covid – 19) સામે ઝઝૂમી રહ્યો છે, ત્યારે દુનિયાભરમાંથી પ્રમુખ નેતાઓ અને ઉદ્યોગ જગતના લોકો તેમજ અલગ અલગ દેશોની સરકાર ભારતની મદદે આવી છે. ત્યારે જાણો કોણે કરી મદદની જાહેરાત…

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">