વડોદરાના પાદરાના રિસોર્ટમાં દુર્ઘટના સર્જાતા માસૂમ બાળકનું મોત, પ્રાથમિક સ્કુલના બાળકો પ્રવાસે આવ્યા હતા
વડોદરાના પાદરાના રિસોર્ટમાં એક રાઈડમાં બેસવા સમયે દુર્ઘટના સર્જાતા માસૂમ બાળકનું મોત થયું છે. માહી વૉટરગેટ રિસોર્ટમાં ઘટના સર્જાઈ હતા. જ્યાં અમદાવાદની દિવાન બલ્લુભાઈ પ્રાથમિક સ્કૂલના બાળકો પ્રવાસે આવ્યા હતા. જેઓ રિસોર્ટમાં ચાલતી એક બસ રાઈડમાં બેઠા હતા. જે દરમિયાન જીમીલ નામના બાળકે બસમાંથી ડોક બહાર કાઢતાં થાંભલા સાથે અથડાવાથી તેને ઈજા થઈ હતી. જેને […]
વડોદરાના પાદરાના રિસોર્ટમાં એક રાઈડમાં બેસવા સમયે દુર્ઘટના સર્જાતા માસૂમ બાળકનું મોત થયું છે. માહી વૉટરગેટ રિસોર્ટમાં ઘટના સર્જાઈ હતા. જ્યાં અમદાવાદની દિવાન બલ્લુભાઈ પ્રાથમિક સ્કૂલના બાળકો પ્રવાસે આવ્યા હતા. જેઓ રિસોર્ટમાં ચાલતી એક બસ રાઈડમાં બેઠા હતા. જે દરમિયાન જીમીલ નામના બાળકે બસમાંથી ડોક બહાર કાઢતાં થાંભલા સાથે અથડાવાથી તેને ઈજા થઈ હતી. જેને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવાયો હતો. જ્યાં તેનું મોત થયું છે. ઘટનાને બાળકના સગા-સંબંધીઓએ રિસોર્ટની બેદરકારીનો આક્ષેપ લગાવ્યો.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો