Gujarat માં પીએમ મોદીના જન્મ દિવસને રાજ્ય સરકાર આ રીતે ઉજવશે, જાણો વિગતે

રાજ્યમાં નગરો-મહાનગરો સહિત જિલ્લાઓમાં આગામી તા.૧૭મી સપ્ટેમ્બરે ગરીબોના બેલી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસની રાજ્યભરમાં ૪૦૦થી વધુ સ્થળોએ ગરીબ કલ્યાણ  લોકહિત કામોથી ઉજવણી કરાશે

Gujarat માં પીએમ મોદીના જન્મ દિવસને રાજ્ય સરકાર આ રીતે ઉજવશે, જાણો વિગતે
State government will celebrate PM Modi birthday in Gujarat This Way find out in detail (File photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 09, 2021 | 10:02 PM

ગુજરાત(Gujarat)માં વડાપ્રધાન મોદીના(PM Modi) જન્મદિવસને(Birthday)ભાજપ સંગઠન અને સરકાર દ્વારા મોટાપાયે ઉજવવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સીએમ રૂપાણીએ(CM Rupani)ગુરુવારે જણાવ્યું છે કે રાજ્યમાં નગરો-મહાનગરો સહિત જિલ્લાઓમાં આગામી તા.૧૭મી સપ્ટેમ્બરે ગરીબોના બેલી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસની રાજ્યભરમાં ૪૦૦થી વધુ સ્થળોએ ગરીબ કલ્યાણ( Poor Welfare)  લોકહિત કામોથી ઉજવણી કરાશે

મુખ્યમંત્રીએ આ ઉજવણીની વિગતો આપતાં કહ્યું કે, રાજ્યના મહાનગરોમાં સ્લમ વિસ્તારોમાં ૩ હજારથી વધુ વસ્તીએ પોતાના ઘરઆંગણે સ્લમ એરિયા નજીક જ આરોગ્ય સુવિધા મળી રહે તે માટે દીનદયાળ ઔષધાલય તા.૧૭મી સપ્ટેમ્બર શરૂ કરાશે.

દરરોજ સાંજે પાંચથી રાત્રે નવ વાગ્યા સુધી આ ઔષધાલયો દ્વારા સ્લમ એરિયાના શ્રમિકો-શ્રમજીવીઓને વિનામૂલ્યે દવા અને તબીબી સારવાર-સેવા મળતી થશે.

યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ

આ ઉપરાંત દેશની માતા-બહેનોને પરંપરાગત ચૂલા-સગડીમાંથી નિકળતા ધૂમાડામાંથી મૂક્તિ અપાવવા અને રસોઇઘરમાં આરોગ્યપ્રદ વાતાવરણ જાળવી રાખવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉજ્જવલા યોજનાની શરૂઆત ૨૦૧૬માં કરી હતી.

તેમણે કહ્યું કે, વડાપ્રધાનના જન્મદિવસે તેમની આ ફલેગશીપ સ્કિમ ઉજ્જવલા યોજના-૨.૦ અંતર્ગત રાજ્યમાં ૩ લાખથી વધુ પરિવારોને રાંધણ ગેસ કનેકશન અને સિલિન્ડર આપવામાં આવશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાનીમાં સમગ્ર દેશે કોવિડની બે-બે લહેર સામે મક્કમતાપૂર્વક લડત આપી છે. ભારતમાં પ્રધાનમંત્રીશ્રીના માર્ગદર્શનમાં ગુજરાત સહિત દેશભરમાં શરૂ થયેલું કોવિડ રસીકરણ અભિયાન સમગ્ર વિશ્વનું સૌથી ઝડપી અને વ્યાપકપણે ચાલી રહેલું રસીકરણ અભિયાન સાબિત થયું છે.

મુખ્યમંત્રીએ જણાવ્યું કે, વડાપ્રધાનશ્રીના જન્મદિવસે રાજ્યના એવા ૭૧૦૦ ગામો જ્યાં ૧૦૦ ટકા કોરોના રસીકરણ પૂર્ણ થયું છે તે ગામોના સરપંચોનું પ્રમાણપત્રથી સન્માન કરાશે.

સીએમ રૂપાણીએ વધુમાં જણાવ્યું કે, રાજ્યના તમામ ગામોમાં સ્વચ્છતા અભિયાન અન્વયે શૌચાલયોના શોષ ખાડાનું રિપેરીંગ, સામૂદાયિક-જાહેર શૌચાલયોના શોષ ખાડાની મરામત, નવા શૌચાલયોનું નિમાર્ણ અને જરૂરિયાત જણાય ત્યાં શૌચાલય પૂન: નિર્માણ, મરામતના કામો પણ પ્રધાનમંત્રીશ્રીના જન્મદિવસે હાથ ધરવામાં આવશે.

એટલું જ નહી, કોરોના કાળ દરમ્યાન કોરોનામાં માતા અથવા પિતા બેમાંથી કોઇ એક ગુમાવનારા અનાથ નિરાધાર બાળકોને મુખ્યમંત્રી બાળ સેવા યોજના અન્વયે રૂ. બે હજારની માસિક સહાય પણ ડી.બી.ટી.થી આપવાનો પ્રારંભ કરાશે.

મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, ગરીબોના બેલી વડાપ્રધાનના આવનારા જન્મદિવસે રાજ્યવ્યાપી ગરીબ કલ્યાણ કાર્યક્રમો રાજ્ય સરકાર યોજવાની છે.

આ પણ વાંચો : Ahmedabad: ન્યુ મણિનગર વિસ્તારને મળ્યું પ્રથમ ગાર્ડન, નાગરિકોને મળી આ સુવિધા

આ પણ વાંચો : Sabarkantha : પ્રાંતિજ અને આસપાસના ગ્રામીણ વિસ્તારમાં ભારે વરસાદ, ખેડૂતોમાં ખુશીની લહેર 

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">