રાજયમાં ઇન્ટર્ન ડોક્ટરોની હડતાલનો આજે બીજો દિવસ છે. આરોગ્ય મંત્રી નિતીન પટેલે ટકોર કર્યા બાદ પણ ઇન્ટર્ન ડોક્ટરો હડતાલ કરવા માટે મક્કમ છે. અમદાવાદ, સુરત, રાજકોટ સહિતના ડોક્ટરો અલગ અલગ પ્રતિકાત્મક વિરોધ કરીને પોતાની માંગ સરકાર સમક્ષ મૂકી રહ્યા છે. ડોક્ટરોનું માનવું છે કે અન્ય રાજ્યોની સરખામણીમાં ગુજરાતમાં ઓછું સ્ટાઈપેન્ડ મળી રહ્યુ છે. કોરોના કાળ અંગે ડોક્ટરોએ જણાવ્યું કે કોરોના હળવો પડ્યા બાદ તેમણે વિરોધ કર્યો છે અને સામાન્ય સ્થિતિ કરતા ડોક્ટરોની કામગીરી બેવડાઇ ગઇ છે.ત્યારે સરકાર તેની માંગણીઓ સ્વીકારે તેવી માંગ કરી રહ્યા છે.