સૌરાષ્ટ્રના ખેડૂતોને ડુંગળીના પોષણક્ષમ ભાવ ન મળતા ઉત્પાદન ખર્ચ માથે પડ્યો, રડતા રડતા જણાવી વ્યથા- VIDEO
રાજ્યના ખેડૂતોની ચારે બાજુથી જાણે માઠી દશા બેઠી છે. પહેલા માવઠાએ વિનાશ વેર્યો અને ખેડૂતોનો પાક બરબાદ થઈ ગયો. તો હવે ખેડૂતોને ડુંગળીના પોષણક્ષમ ભાવ નથી મળી રહ્યા. તો માર્કેટ યાર્ડમાં પણ ડુંગળીની આવક પર ત્રણ દિવસ માટે પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. આથી ખેડૂતો આગામી ત્રણ દિવસ ડુંગળીનું વેચાણ કરી શકશે નહીં.
સમગ્ર દેશમાં નાસિક બાદ બીજા નંબરે ડુંગળીનું સૌથી વધુ વાવેતર ગુજરાતમાં સૌરાષ્ટ્રમાં થાય છે. સૌરાષ્ટ્રના અમરેલી અને મહુવા, રાજકોટ જિલ્લાના ખેડૂતો સૌથી વધુ ડુંગળીનુ વાવેતર કરે છે. ત્યારે આ વર્ષે સૌરાષ્ટ3માં ડુંગળીની મબલખ આવક થઈ છે. ત્યારે ખેડૂતોને આશા હતી કે તેમને સારા ભાવ મળશે. પરંતુ ખેડૂતોના આ આશા ઠગારી નિવડી છે. કારણ કે ડુંગળીના ભાવ તળિયે બેસી ગયા છે. સ્થિતિ એવી સર્જાઈ છે કે રાજ્યના સૌથી મોટા ડુંગળીના યાર્ડમાં ડુંગળીની આવક પર જ રોક લગાવવામાં આવી છે. ત્રણ દિવસ સુધી ડુંગળીની આવક પર રોક લગાવી દેવામાં આવી છે.
મહુવા યાર્ડમાં લાલ ડુંગળીની આવક બંધ કરાઈ છે. ર્ડમાં ડુંગળીનો ભરાવો થતા સત્તાધીશો દ્વારા આ નિર્ણય લેવાયો છે. ણ દિવસ માટે લાલ ડુંગળીની આવક પર રોક રહેશે. ર્કેટ યાર્ડમાં હાલ 70 હજાર કટ્ટાથી વધુ લાલ ડુંગળીની આવક જોવા મળી રહી છે.
સમગ્ર રાજ્યમાં ડુંગળીના કુલ વાવેતરમાંથી સૌથી વધુ, એટલે કે લગભગ 45 ટકા વાવેતર ભાવનગર જિલ્લામાં થાય છે, પરંતુ આજે એ જ ભાવનગર અને મહુવા તાલુકાના ડુંગળી ઉત્પાદક ખેડૂતો માટે પરિસ્થિતિ ચિંતાજનક બની ગઈ છે. ખેડૂતોને એક તરફ અતિ વરસાદનો માર સહન કરવો પડ્યો છે, તો બીજી તરફ હવે બજારમાં ડુંગળીના પૂરતા ભાવ ન મળતા આર્થિક સંકટ વધુ ઘેરું બન્યું છે. ખેડૂતોની માંગ છે કે તેમને હરાજી દરમિયાન 400 થી 500 ભાવ મળે તો જ પોસાય તેમ છે અન્યથા મોટું નુકસાન થાન કરવું પડે તેમ છે.
ખેડૂતોને હરાજી દરમિયાન માત્ર 150 રૂપિયાથી લઈને ₹200 એક મણનો ભાવ મળી રહ્યો છે ખેડૂતોની માંગ છે કે અતિ વરસાદ બાદ હવે હરાજીમાં ભાવ ન મળતા અને પાક બગડતા જે મોટું નુકસાન થયું છે, તેને ધ્યાનમાં લઈને સરકાર તાત્કાલિક નુકસાનીનું સર્વેક્ષણ કરી યોગ્ય વળતર અને ભાવ આધાર આપે, જેથી ડુંગળી ઉત્પાદક ખેડૂતોને આ ગંભીર સંકટમાંથી બહાર કાઢી શકાય છે.
આ તરફ અમરેલીમાં પણ ડુંગળીનું વાવેતર કરનાર તમામ ખેડૂતોને રાતા પાણીએ રડવાની સ્થિતિ આવી ગઈ છે. ખેડૂતોને વાવેતર સમયે સારા પાકની અપેક્ષા હતી પરંતુ પહેલા કમોસમી વરસાદે અને હવે ડુંગળીના ભાવ નીચે જતા ખેડૂતોની પરેશાની વધી છે. ખેડૂતોનું કહેવું છે ખેડૂતોને એક વીઘા ડુંગળીના વાવેતરમાં આશરે ૨૫ હજારથી લઈને 30,000 સુધીનો ખર્ચો થાય છે આ ઉપરાંત ખાતર બિયારણ મજૂરી ખર્ચ પણ લાગે છે ડુંગળીનો ભાવ નીચે જતા રહેતા ખેડૂતોને તેમના ખેતરેથી લઈ અને માર્કેટયાર્ડ સુધી પહોંચાડવાનો ખર્ચ પણ હાલ તો ભારે પડી રહ્યો છે.
ખેડૂતો સરકાર પાસે માંગણી કરી રહ્યા છે કે સરકાર આ બાબતે ગંભીરતાથી વિચારે અને ડુંગળીના નિકાસની છૂટ આપે તો જ ખેડૂત ઉભો થઈ શકશે. દિવસે અને દિવસે ડુંગળીનું વાવેતર જિલ્લામાં વધવા લાગ્યું છે ત્યારે જો આવી જ રીતે ડુંગળીના ભાવ સાવ નીચા જતા રહેશે તો ખેડૂતો ડુંગળીનું વાવેતર કરવાનું બંધ કરી દેશે. હાલ ખેડૂતો સરકાર સામે રાહતની આશા સેવી રહ્યા છે. સરકાર કોઈ રાહત આપે તો ખેડૂતોને ટેકો થઈ શકે.