AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

થર્ટી ફર્સ્ટ પહેલા ઝડપાઈ દારુની મોટી હેરાફેરી, કેમિકલ ટેન્કરમાં ભરી અમદાવાદ લવાતો જથ્થો ઝડપાયો

31 ડિસેમ્બરને લઈ ગુજરાત પોલીસ દ્વારા સતર્કતા મહાનગરો અને બોર્ડરના જિલ્લામાં વધારવામાં આવી છે. આવી જ રીતે સ્ટેટ વિજીલન્સની ટીમ દ્વારા પણ સતર્કતા દાખવવામાં આવી રહી છે. SMC ટીમે પ્રાંતિજ ટોલ પ્લાઝા પાસેથી રાજસ્થાનથી અમદાવાદ તરફ જતા કેમિકલ ટેન્કરને ઝડપી લેવામાં આવ્યુ છે. જેમાંથી 44.56 લાખનો દારુનો જથ્થો વિજીલન્સની ટીમે ઝડપી લઈ 3 આરોપીઓની અટકાયત કરી છે.

થર્ટી ફર્સ્ટ પહેલા ઝડપાઈ દારુની મોટી હેરાફેરી, કેમિકલ ટેન્કરમાં ભરી અમદાવાદ લવાતો જથ્થો ઝડપાયો
થર્ટી ફર્સ્ટ પહેલા સપાટો
| Updated on: Dec 20, 2023 | 11:22 AM
Share

થર્ટી ફર્સ્ટને દારુની હેરાફેરીમાં વધારો થયો છે. બોર્ડરના જિલ્લાઓમાં થઈને દારુની મોટા પ્રમાણમાં હેરાફેરી આવા દિવસોમાં થઈ શકવાની સંભાવનાને લઈ ગુજરાત પોલીસ સતર્ક બની છે. આવી જ રીતે બોર્ડરના જિલ્લાઓની પોલીસ દ્વારા પણ દારુનો જથ્થો ઝડપવામાં આવતો હોય છે. આ દરમિયાન સ્ટેટ વિજીલન્સ ટીમે દારુનો મોટો જથ્થો પ્રાંતિજ નજીકથી ઝડપી લીધો છે.

SMC ની ટીમે સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ નજીક આવેલા ટોલ પ્લાઝા પાસેથી દારુ ભરેલ એક ટેન્કરને અટકાવીને તેની તલાશી લેતામાંથી દારુનો જથ્થો મળી આવ્યો હતો. ટીમને બાતમી મળી હતી કે અરવલ્લી અને સાબરકાંઠા થઈને દારુનો જથ્થો અમદાવાદ તરફ આવી રહ્યો છે. જે મુજબ પ્રાંતિજ ટોલ પ્લાઝા પરથી દારુની હેરાફેરી ઝડપી લીધી હતી.

કેમિકલ ટેન્કર વડે હેરાફેરી

હિંમતનગર તરફથી અમદાવાદ તરફ જઈ રહેલા એક કેમિકલ ટેન્કરને SMC ની ટીમના અધિકારીઓએ પ્રાંતિજના કતપુર ટોલ પ્લાઝા પર અટકાવ્યુ હતું. ટીમે ટેન્કરને ખોલવા માટે પ્રયાસ કર્યો હતો. પરંતુ સંપૂર્ણ રીતે પેક ટેન્કરને ખોલવા માટે ભારે મહેનત ટીમને કરવી પડી હતી. ટીમ દ્વારા ત્રણેક કલાકની મહેનત કર્યા બાદ ટેન્કરને ઢાંકણું ખોલવામાં સફળતા મળી હતી. જેમાંથી દારુની મોટી સંખ્યામાં દારુની બોટલોનો જથ્થો મળી આવ્યો હતો.

રાજસ્થાનના બુટલેગરોએ આ દારુને ગુજરાતમાં ઘુસાડવા માટે આ પ્રકારનો નુસખો અપનાવ્યો હતો, જેને ગુજરાત પોલીસે અસફળ કર્યો હતો. ટેન્કરની આગળ આગળ એક કાર ચાલી રહી હતી અને તે પોલીસથી બચાવ માટે પાયલોટીંગ કરી રહી હતી. પરંતુ વિજીલન્સે કાર અને ટેન્કર બંનેને ઝડપી લીધા છે. કાર અને ટેન્કર ચાલક સહિત ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. જ્યારે 7 આરોપીઓ સામે ગુનો દાખલ કરીને તપાસ શરુ કરી છે.

ઝડપાયેલ આરોપી

  1. કૈલાસ S/O નંદલાલજી ભગવાનજી જાટિયા, (ટેન્કર ડ્રાઈવર), ઉંમર 30, રહે: ગામ: ચોકડી, પોસ્ટ: ચોરવાડી, તાલુકો: કપાસણ, જિલ્લો: ચિતોડગઢ, રાજસ્થાન
  2. મહેન્દ્ર ઉર્ફે જેકી S/O મોહનલાલજી ભેરાજી ડાંગી, ઉંમર 30, રહે: ગામ- કરોલી, પોસ્ટ દેલવાડા, તાલુકો. નાથદ્વારા, જિ. રાજસમંદ, રાજસ્થાન (પાયલટ કાર ડ્રાઈવર)
  3. રામલાલ S/O શાંતિલાલ રાગાજી મીણા, ઉંમર.36, રહે: ગામ: ચણાવાડા, તાલુકો: ગીરવા, જિલ્લો: ઉદેપુર, રાજસ્થાન

વોન્ટેડ આરોપી

  1. સુનિલ મોરીલાલ દરજી, રેસી: ગામ: ઘંડોલી, તાલુકો: માવલી, જિ: ઉદયપુર, રાજસ્થાન, (મુખ્ય આરોપી ગેરકાયદેસર દારૂનો સપ્લાયર)
  2. ભરત ડાંગી રેસી: ગામ: રાખીવલ, તાલુકો: માવલી, જિલ્લો: ઉદયપુર, રાજસ્થાન, (મુખ્ય આરોપી ગેરકાયદેસર દારૂનો સપ્લાયર)
  3. મારુતિ સ્વીફ્ટ ડીઝર કાર નં.આરજે-27-સીજી-7776 માલિક.
  4. અશોક લેલન્ડ ટેન્કર ટ્રક નં. આરજે-09-જીબી-0813 માલિક.

આ પણ વાંચોઃ  મોડાસાની ST બસમાં 140 મુસાફર ભરવાની સમસ્યા થઈ દૂર, Tv9ના અહેવાલ બાદ નવો રુટ કરાયો શરુ

સાબરકાંઠા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

BMC અને વસઈ-વિરાર કોર્પોરેશનમા રાજકીય પક્ષોને યુવા ઉમેદવારો પર વિશ્વાસ
BMC અને વસઈ-વિરાર કોર્પોરેશનમા રાજકીય પક્ષોને યુવા ઉમેદવારો પર વિશ્વાસ
ગુજરાતમાં ફરીથી પાટીદાર કાર્ડ રમવાની હાર્દિક પટેલની મંછા ! જુઓ વીડિયો
ગુજરાતમાં ફરીથી પાટીદાર કાર્ડ રમવાની હાર્દિક પટેલની મંછા ! જુઓ વીડિયો
દૂષિત પાણીનો કહેર, ઉધનાના અમૃતનગરમાં રોગચાળાના ભયથી સ્થાનિકોમાં ફફડાટ
દૂષિત પાણીનો કહેર, ઉધનાના અમૃતનગરમાં રોગચાળાના ભયથી સ્થાનિકોમાં ફફડાટ
AAP ધારાસભ્ય ચૈતર વસાવાનો આકરો અંદાજ, અમારી સરકાર બનશે એવો દાવો કર્યો
AAP ધારાસભ્ય ચૈતર વસાવાનો આકરો અંદાજ, અમારી સરકાર બનશે એવો દાવો કર્યો
ત્યજી દેવાયેલી દીકરીને સુરત પોલીસે અપનાવી, કર્યું નામકરણ
ત્યજી દેવાયેલી દીકરીને સુરત પોલીસે અપનાવી, કર્યું નામકરણ
ઉત્તરાયણમાં પતંગ રસિયાઓ માટે સારા સમાચાર - જુઓ Video
ઉત્તરાયણમાં પતંગ રસિયાઓ માટે સારા સમાચાર - જુઓ Video
નીતિન પટેલે ગઝનીની સરખામણી કુતરા સાથે કરી- જુઓ Video
નીતિન પટેલે ગઝનીની સરખામણી કુતરા સાથે કરી- જુઓ Video
સ્વર્ગસ્થ ફિલ્મ અભિનેત્રી પરવીન બાબીનો જૂનાગઢમાં આવેલ મહેલ તોડી પડાયો!
સ્વર્ગસ્થ ફિલ્મ અભિનેત્રી પરવીન બાબીનો જૂનાગઢમાં આવેલ મહેલ તોડી પડાયો!
Breaking News: કાઈટ ફેસ્ટીવલમાં વડાપ્રધાન મોદી બન્યા પતંગબાજ
Breaking News: કાઈટ ફેસ્ટીવલમાં વડાપ્રધાન મોદી બન્યા પતંગબાજ
ખર્ચાઓ પર નિયંત્રણ રાખવાનો પ્રયાસ કરો, જીવનસાથી તરફથી વધુ ટેકો મળશે
ખર્ચાઓ પર નિયંત્રણ રાખવાનો પ્રયાસ કરો, જીવનસાથી તરફથી વધુ ટેકો મળશે
g clip-path="url(#clip0_868_265)">