મોડાસાની ST બસમાં 140 મુસાફર ભરવાની સમસ્યા થઈ દૂર, Tv9ના અહેવાલ બાદ નવો રુટ કરાયો શરુ

મોડાસાની ST બસમાં 140 મુસાફર ભરવાની સમસ્યા થઈ દૂર, Tv9ના અહેવાલ બાદ નવો રુટ કરાયો શરુ

| Updated on: Dec 19, 2023 | 6:02 PM

મોડાસા અને મેઘરજ તાલુકાના અંતરિયાળ વિસ્તારના લોકો ST ની સમસ્યાથી પરેશાન હતા. એક જ બસમાં 140 મુસાફરોને ઠાંસી ઠાંસીને ભરવાની મજબૂરીનો સામનો કરવો પડતો હતો. પગ મૂકવાની જગ્યા ના હોય ત્યાં વિદ્યાર્થીનીઓની હાલત ખૂબ જ મુશ્કેલ હતી. મુસાફરોની મુશ્કેલ સ્થિતિનો અહેવાલ TV9 Gujarati પર રજૂ થયા બાદ હવે ST વિભાગે 24 કલાકમાં જ નવા બસ રુટની શરુઆત કરી છે. સ્થાનિકોએ તંત્ર અને GSRTC તથા GSRTC નો આભાર માન્યો હતો.

મોડાસા તાલુકાના દધાલીયા અને આસપાસાના સ્થાનિકો, વિદ્યાર્થીઓ અને રોજગારી માટે જતા આવતા લોકો એસટી બસની સમસ્યાથી પરેશાન હતા. સવારે અંત્રોલી-અમદાવાદ રુટની એક જ બસમાં 140 જેટલા મુસાફરો સવાર કરવાની સ્થિતિ સર્જાતી હતી.  આ જોખમી સ્થિતિને નિવારવા માટે અનેક વાર રજૂઆતો કરવા છતા તેનું નિરાકરણ કરવામાં આવતુ નહોતુ. આ દરમિયાન સોમવારે સવારે બસમાં ઘેટા બકરા સમાન ભીડ જોઈ મુસાફરો વિફર્યા હતા.

મુસાફરોએ વિફરતા બસને આગળ વધવાથી રોકી હતી અને રોષ ઠાલવ્યો હતો. સ્થાનિકોએ તેમની સમસ્યાનો રોષ Tv9 ના કેમેરા સમક્ષ ઠાલવ્યો હતો. અને જે અવાજ રજૂ કરતો અહેવાલ પ્રસિદ્ધ થતા જ મોડાસા એસટી ડેપોના મેનેજર દ્વારા આ મામલે નિરાકરણ લાવવા માટે બતાવ્યુ હતુ. જેનો અમલ મંગળવારથી શરુ કરતા વધુ એક નવી બસનો રુટ આ વિસ્તારમાં શરુ કરવામાં આવ્યો છે. અરવલ્લી જિલ્લા કલેકટરે પણ આ બાબતે અહેવાલ રજુ કરવા ડેપો મેનેજરને જણાવ્યું હતુ.

અહેવાલની અસર

દધાલીયા સહિત પંથક ના મુસાફરો અને વિદ્યાર્થીઓને શાળા-કોલેજના સમયે મોડાસા સુધી પહોંચવા પરેશાન હતા. મેઘરજ ના અંત્રોલી થી વાયા દધાલીયા થઈ અમદાવાદ જતી એસટી બસમાં પગ મૂકવાની જગ્યા ના હોય એવામાં મહિલાઓ અને વિદ્યાર્થીનીઓએ મુસાફરી કરવી પડતી હતી. આમ છેલ્લા ઘણા સમય થી વિદ્યાર્થીઓ અને મુસાફરોને હાલાકી વેઠવી હતી. દઘાલીયા ગામે વિદ્યાર્થીઓ અને મુસાફરોએ બસ રોકી તેનો ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. સમસ્યાનો અહેવાલ Tv9માં પ્રસિદ્ધ થયા બાદ તંત્ર હરકત માં આવ્યું હતું.

મોડાસા ડેપો મેનેજરે અહેવાલથી વાસ્તવિક પરિસ્થિતિ જાણ્યા બાદ તુરત જ વિદ્યાર્થીઓ અને સ્થાનિકો માટે સમસ્યાનું નિરાકરણ લાવવા માટે પ્રયાસો શરુ કર્યા હતા. મેનેજર હર્ષદ પટેલે સોમવારે TV9 સાથે વાતચિતમાં બતાવ્યુ હતુ કે, મંગળવારે જ નવો રુટ શરુ કરી દેવામાં આવશે. આ માટે વિભાગીય નિયામક અને GSRTC ના અધિકારીઓ દ્વારા સમસ્યાના નિરાકરણ માટે મહત્વનો નિર્ણય લેવાનું જણાવ્યું હતુ. આમ મંગળવારે નવા બસ રુટનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.

નવા રુટની બસનું સ્વાગત કરાયુ

મંગળવાર સવારે નવા બસ રુટની શરુઆત થતા જ મોટી રાહત સર્જાઈ હતી. નવા રુટની બસ આવી પહોંચતા જ સ્થાનિકો અને વિદ્યાર્થીઓ હરખ સાથે વઘામણાં કર્યા હતા. સવારે 8:15 કલાકે બસ દઘાલીયા પહોંચ્યા વિદ્યાર્થીઓ અને મુસાફરોમાં ખુશી જોવા મળી હતી. વિદ્યાર્થીઓ એ નવી શરુ થયેલ બસનું ઉષ્માભેર સ્વાગત કર્યું હતું અને ટીવી9 તથા વહીવટી તંત્ર અને ડેપો મેનેજર નો આભાર વ્યક્ત કર્યો હતો.

ગઈકાલ સુધી કેવી હતી સ્થિતિ?  ST અમારી ‘જોખમી’ સવારી બની! અરવલ્લીમાં એક બસમાં 140 પેસેન્જર ભરાતા મુસાફરો વિફર્યા, જુઓ

જે મુજબ મંગળવારે સવારે 7 કલાકે મોડાસા ડેપો ખાતે થી સવારે 7 કલાકે મોડાસા શણગાલ બસનો રૂટ શરૂ કરવાનો નિર્ણય કર્યો હતો. જે બસ આજે સવારે વાયા દઘાલીયા થી શણગાલ મુકામે પહોંચી બસ પરત ફરી હતી. મોડાસા થી શણગાલ શરૂ કરવામાં આવેલી નવીન બસમાં પહેલા દિવસે 61 મુસાફરો સવાર થયા હતા. આમ લાંબા સમયની રજૂઆતો બાદ હવે સમસ્યાનું નિરાકરણ આવતા મોટી રાહત મોડાસા અંતરિયાળ વિસ્તારના લોકોને પહોંચી છે.

આ પણ વાંચોઃ  ડોન દાઉદ ઈબ્રાહિમનો જમાઈનો પરિવાર ગુજરાતી! ઉત્તર ગુજરાતના જાણીતા શહેરમાં હતો મૂળ નિવાસ

અરવલ્લી સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

 

 

Published on: Dec 19, 2023 10:16 AM
g clip-path="url(#clip0_868_265)">