સાબરકાંઠા જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેર, વિજયનગરમાં સૌથી વધુ પોણા ચાર ઇંચ વરસાદ

|

Jul 16, 2024 | 9:35 AM

સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે. અંતિમ 24 કલાક દરમિયાન અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસતા રસ્તાઓ પર પાણી ભરાયા હતા. સ્થાનિક નદીઓમાં પણ નવા નીર વહેતા જોવા મળ્યા હતા. જાણો ક્યા તાલુકા વિસ્તારમાં કેટલો વરસાદ વરસ્યો

સાબરકાંઠા જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેર, વિજયનગરમાં સૌથી વધુ પોણા ચાર ઇંચ વરસાદ
વિજયનગરમાં ધોધમાર વરસાદ

Follow us on

ઉત્તર ગુજરાતમાં અંતિમ 24 કલાક દરમિયાન સારો વરસાદ વરસ્યો છે. જેને લઈ નદીઓમાં નવા નીર પણ વહ્યા હતા. સાબરકાંઠા જિલ્લામાં સાર્વત્રિક વરસાદ અંતિમ 24 કલાક દરમિયાન વરસ્યો હતો. જિલ્લામાં અનેક વિસ્તારોમાં મોડી સાંજ બાદ પણ હળવો વરસાદ ઝરમર ઝરમર વરસતો રહ્યો હતો. જેને લઈ સ્થાનિકોમાં આનંદ છવાયો હતો.

સોમવારે બપોરના અસા દરમિયાન હિંમતનગર અને તેની આસપાસના વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસવાને લઈ ખેડૂતો ખુશહાલ થઈ ગયા હતા. ખેડૂતોને સારા વરસાદને લઈ મોટી રાહત સર્જાઈ હતી. ખેતીમાં વાવણીના સમયે વરસાદને લઈ ખેતરોમાં પાણી ભરાતા ખુશહાલ ચહેરા ખેડૂતોના જોવા મળ્યા હતા.

સૌથી વધુ વરસાદ વિજયનગરમાં વરસ્યો

આ દરમિયાન મંગળવાર સવારે 6 કલાક સુધીના અંતિમ 24 કલાક દરમિયાન સૌથી વધારે વરસાદ વિજયનગર અને આસપાસના વિસ્તારમાં વરસ્યો હતો. વિજયનગર વિસ્તારમાં પોણા ચાર ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો. વિજયનગરમાં વરસાદને પગલે સ્થાનિક પુણ્યશિલા અને હેર નદીમાં નવા પાણીની આવક નોંધાઈ હતી. નવા પાણી આવવાને પગલે સ્થાનિક વિજયનગર વાસીઓ અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ખુશીની લહેર વ્યાપી હતી.

એક મેચમાં કોમેન્ટ્રી કરી લાખો કમાય છે આ પૂર્વ ક્રિકેટરો અને કોમેન્ટેટરો
ભારતમાં આ રાજ્યની છોકરીઓ હોય છે સૌથી વધુ સુંદર
ગુજરાતી મ્યુઝિક ડાયરેક્ટર મેહુલ સુરતી વિશે જાણો
આ લોકોએ ભૂલથી પણ ના ખાવી જોઈએ અળસી, જાણો કેમ?
Sargva : ક્યા લોકોએ સરગવાનું શાક ન ખાવું જોઈએ?
નવરાત્રિમાં ગુજરાતી સિંગર ઓસમાણ મીરના ગીતોની રમઝટ બોલે છે

હિંમતનગરમાં હાઈવે પર પાણી ભરાયા

આ ઉપરાંત હિંમતનગરમાં પણ બે ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો. હિંમતનગરની આસપાસમાં રહેલા ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો. ગાંભોઈમાં નેશનલ હાઈવેના સર્વિસ રોડ અને સ્ટેટ હાઈવે પર પાણી ભરાઈ જવા પામ્યા હતા. હિંમતનગર શહેરમાં પણ ઠેરઠેર પાણી ભરાઈ જવાના દ્રશ્યો જોવા મળ્યા હતા. નેશનલ હાઈવે પર પણ મોતિપુરા વિસ્તારમાં પાણી ભરાઈ જતા વાહન ચાલકોએ મુશ્કેલી વેઠવી પડી હતી.

જ્યારે ઈડરમાં પોણા બે ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો. વડાલીમાં પોણો ઈંચ અને પ્રાંતિજમાં સવા ઈંચ વરસાદ વરસ્યો હતો. તલોદમાં અડધો ઈંચ અને પોશીનામાં હળવો વરસાદ વરસ્યો હતો.

સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં નોંધાયેલ વરસાદ

  • વિજયનગર 83 મીમી
  • હિંમતનગર 56 મીમી
  • ઇડર 43 મીમી
  • પ્રાંતિજ 31 મીમી
  • તલોદ 14 મીમી
  • વડાલી 17 મીમી
  • ખેડબ્રહ્મા 10 મીમી
  • પોશીના 05 મીમી

અરવલ્લીમાં પણ ધોધમાર વરસાદ

જિલ્લામાં ભિલોડા અને શામળાજી સહિત મોડાસાના ઉત્તર વિસ્તારના ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ જામવાને લઈ સ્થાનિકોમાં ખુશી વર્તાઈ હતી. ભિલોડામાં અઢી ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો. આ ઉપરાંત મેઘરજમાં પણ બે ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો. ઉપર વાસમાં પણ વરસાદને પગલે સ્થાનિક વાત્રક નદીમાં પાણીના નવા નીર આવ્યા હતા. લગભગ 700 ક્યુસેક જેટલા પાણીની આવક રાત્રી દરમિયાન વાત્રક ડેમમાં નોંધાઈ હતી.

 

અરવલ્લી જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં નોંધાયેલ વરસાદ

  • ભિલોડા 60 મીમી
  • મેઘરજ 48 મીમી
  • માલપુર 20 મીમી
  • મોડાસા 09 મીમી
  • ધનસુરા 09 મીમી
  • બાયડ 06 મીમી

આ પણ વાંચો: પૂર્વ ગૃહપ્રધાનને બદનામ કરવાનો પ્રયાસ કરનાર આરોપીની ધરપકડ, ષડયંત્રમાં કોનું પીઠબળ? તપાસ હાથ ધરાઈ

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article