પાકિસ્તાની ક્રિકેટર કૂલી નંબર-1, ઓસ્ટ્રેલિયાની ધરતી પર ઉતરતા જ સામાન ટ્રકમાં ભરવો પડ્યો

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે હાલમાં 5 મેચોની T20 સિરીઝ રમાઈ રહી છે. ભારતમાં જ રમાઈ રહેલી આ સિરીઝની ચોથી મેચ શુક્રવારે રાયપુરમાં રમાઈ રહી છે. રવિવારે સિરીઝની અંતિમ મેચ રમાશે અને ઓસ્ટ્રેલિયા ત્યારબાદ વતન પરત ફરશે. આ દરમિયાન પાકિસ્તાનની ક્રિકેટ ટીમ ઓસ્ટ્રેલિયા પહોંચી છે. ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓ ક્રિકેટના મેદાનમાં પરસેવો વહાવે એ પહેલા જ તેઓ પરસેવે રેબઝેબ થઈ જાય એવા હાલ જોવા મળી રહ્યા છે.

પાકિસ્તાની ક્રિકેટર કૂલી નંબર-1, ઓસ્ટ્રેલિયાની ધરતી પર ઉતરતા જ સામાન ટ્રકમાં ભરવો પડ્યો
કૂલી નંબર-1 બન્યા ખેલાડી!
Follow Us:
| Updated on: Dec 01, 2023 | 10:40 PM

પાકિસ્તાન ક્રિકેટ ટીમ અને તેમના બોર્ડ તરફથી અવાર નવાર સ્વમાનની વાતો કરવામાં આવતી હોય એવું સાંભળવા મળે છે. પરંતુ આખરે થાય તો એ જ છે, જે તેઓ ઈચ્છે એના વિરુદ્ધ. આવુ જ કંઈક ઓસ્ટ્રેલિયામાં જોવા મળ્યુ છે. જ્યાં પાકિસ્તાન ક્રિકેટ ટીમના ખેલાડીઓની હાલત દયાજનક સ્થિતિમાં જોવા મળી હશે. જે દ્રશ્ય પાકિસ્તાન ખેલાડીઓના જોવા મળ્યા છે, એવા કદાચ જ તમે કોઈ ક્રિકેટ ટીમના ખેલાડીઓના જોયા હશે.

ઓસ્ટ્રેલિયામાં કૂલી નંબર-1

હવે પાકિસ્તાન અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ટેસ્ટ સિરીઝ થવા જઈ રહી છે. બંને ટીમો વચ્ચે ત્રણ ટેસ્ટ મેચની સિરીઝ ઓસ્ટ્રેલિયામાં રમાનારી છે. જેની શરુઆત આગામી 4 ડિસેમ્બરથી થનારી છે. જ્યારે બંને વચ્ચે બોક્સિગ ડે મેચ રમાનારી છે. સિરીઝ પહેલા બંને વચ્ચે વોર્મ અપ મેચ આગામી છઠ્ઠી ડિસેમ્બરથી શરુ થનાર છે. આ માટે પાકિસ્તાનની ક્રિકેટ ટીમ ઓસ્ટ્રેલિયા તો પહોંચી છે, પરંતુ તેમનો એક વીડિયો વાયરલ થયો છે.

એક મેચમાં કોમેન્ટ્રી કરી લાખો કમાય છે આ પૂર્વ ક્રિકેટરો અને કોમેન્ટેટરો
ભારતમાં આ રાજ્યની છોકરીઓ હોય છે સૌથી વધુ સુંદર
ગુજરાતી મ્યુઝિક ડાયરેક્ટર મેહુલ સુરતી વિશે જાણો
આ લોકોએ ભૂલથી પણ ના ખાવી જોઈએ અળસી, જાણો કેમ?
Sargva : ક્યા લોકોએ સરગવાનું શાક ન ખાવું જોઈએ?
નવરાત્રિમાં ગુજરાતી સિંગર ઓસમાણ મીરના ગીતોની રમઝટ બોલે છે

આ વીડિયોમાં પાકિસ્તાની ખેલાડીઓ પોતાના લગેજને જાતે જ ઉંચકી ઉંચકીને ટ્રકમાં ભરી રહ્યા હોય એવા દ્રશ્યો જોવા મળી રહી છે. આમ પાકિસ્તાનના ખેલાડીઓનુ સન્માન તો ઓસ્ટ્રેલિયામાં દૂર રહ્યુ પરંતુ હાલતો સ્થિતિ કૂલી નંબર-1 બન્યા હોય એવી સ્થિતિ જોવા મળી રહી છે. ટ્રકમાં મોહમ્મદ રિઝવાન ઉભેલો જોવા મળી રહ્યો છે. બાબર આઝમ અને શાહિન આફ્રિદી સહિતના ખેલાડીઓ લગેજ સાથે ટ્રક પાસે ઉભેલા જોવા મળી રહ્યા છે. ખેલાડીઓ પણ ટ્રકમાં સામાન ભરતા જોવા મળતા હતા. તો વળી જાહેરમાં આ સ્થિતિ વચ્ચે કેટલાક ખેલાડીઓ સાથે પ્રશંસકો તસ્વીરો ખેંચાવવાનો મોકો છોડતા નહોતા.

ત્રણ ટેસ્ટ મેચની રમાશે સિરીઝ

આગામી 14 ડિસેમ્બરથી શરુ થવા જઈ રહેલી ટેસ્ટ સિરીઝ 3 મેચોની છે. જેની પ્રથમ મેચ પર્થમાં રમાનારી છે. જે બાદ બીજી ટેસ્ટ મેચ બોક્સિગ ડે ટેસ્ટ છે, જે મેલબોર્નમાં રમાનાર છે. જ્યારે અંતિમ ટેસ્ટ મેચ સિડનીમાં રમાનારી છે. ઓસ્ટ્રેલિયાની ધરતી પર ક્યારેય પાકિસ્તાન ટેસ્ટ સિરીઝ જીતવામાં સફળ રહ્યુ નથી. જોકે પાકિસ્તાનના ટેસ્ટ કેપ્ટન શાન મસૂદને ઇતિહાસ બદલાવાની આશા છે, પરંતુ વર્તમાનમાં તો પાકિસ્તાની ખેલાડીઓની હાલત ઓસ્ટ્રેલિયાની ધરતી પર કૂલી નંબર-1 જેવી છે. મસૂદને બાબર આઝમના સ્થાને સુકાન સંભાળવાની જવાબદારી ટેસ્ટ ક્રિકેટમાં મળી છે.

આ પણ વાંચોઃ બોલો! જેલવાસ ભોગવી ચૂકેલ મેચ ફિક્સર હવે પાકિસ્તાન ક્રિકેટ ટીમ પસંદ કરવા આપશે ‘કિંમતી’ સલાહ

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

રાજુલાની જનરલ હોસ્પિટલમા છેલ્લા ઘણા સમયથી ડૉક્ટર્સની ઘટ, દર્દીઓ પરેશાન
રાજુલાની જનરલ હોસ્પિટલમા છેલ્લા ઘણા સમયથી ડૉક્ટર્સની ઘટ, દર્દીઓ પરેશાન
ભાવનગર-સોમનાથ નેશનલ હાઇવે પર પડેલ તિરાડો પૂરવાની કામગીરી હાથ ધરાઈ
ભાવનગર-સોમનાથ નેશનલ હાઇવે પર પડેલ તિરાડો પૂરવાની કામગીરી હાથ ધરાઈ
અંબાજીમાં જામ્યો જપ, તપ અને ઉત્સવનો માહોલ, ભાવિકોનું ઘોડાપૂર
અંબાજીમાં જામ્યો જપ, તપ અને ઉત્સવનો માહોલ, ભાવિકોનું ઘોડાપૂર
દાહોદ : હાઈટેક ટેક્નોલોજીથી પોલીસે ગાઢ જંગલમાં છુપાયેલા ચોરને ઝડપ્યો
દાહોદ : હાઈટેક ટેક્નોલોજીથી પોલીસે ગાઢ જંગલમાં છુપાયેલા ચોરને ઝડપ્યો
નરેન્દ્ર મોદીના સુશાસનમાં ગુજરાતની વિકાસ વર્ષા ક્યારેય પણ અટકવાની નથી
નરેન્દ્ર મોદીના સુશાસનમાં ગુજરાતની વિકાસ વર્ષા ક્યારેય પણ અટકવાની નથી
દોઢ વર્ષની બાળકી ગળી ગઇ મેગ્નેટિક માળા, જુઓ Video
દોઢ વર્ષની બાળકી ગળી ગઇ મેગ્નેટિક માળા, જુઓ Video
હવે અમદાવાદથી ગાંધીનગર મેટ્રોમાં જવાશે માત્ર ₹35 માં- Video
હવે અમદાવાદથી ગાંધીનગર મેટ્રોમાં જવાશે માત્ર ₹35 માં- Video
મુંદ્રા પોર્ટ પરથી 40 કરોડ રુપિયાથી વધુનો પ્રતિબંધિત દવાનો જથ્થો જપ્ત
મુંદ્રા પોર્ટ પરથી 40 કરોડ રુપિયાથી વધુનો પ્રતિબંધિત દવાનો જથ્થો જપ્ત
PM મોદીએ કહ્યું 17 શહેરોને સોલાર સિટી બનાવીશું-Video
PM મોદીએ કહ્યું 17 શહેરોને સોલાર સિટી બનાવીશું-Video
ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે આવી પહોંચ્યા PM મોદી
ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે આવી પહોંચ્યા PM મોદી
g clip-path="url(#clip0_868_265)">