SABARKANTHA : હિંમતનગરના વીરાવાડામાંથી ખાદ્યતેલનો શંકાસ્પદ જથ્થો ઝડપાયો, 3000 હજાર લીટર તેલની તપાસ

HIMMATNAGAR : ફૂડ એન્ડ ડ્રગ વિભાગની તપાસમાં આ તેલ શંકાસ્પદ હોવાની જાણ થતા મોતી બ્રાન્ડનો શંકાસ્પદ તેલનો જથ્થો સીઝ કરવામાં આવ્યો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 04, 2021 | 12:42 PM

SABARKANTHA : સાબરકાંઠામાં હિંમતનગરમાંથી ખાદ્યતેલનો મોટો શંકાસ્પદ જથ્થો ઝડપાયો છે. શંકાસ્પદ તેલનો આ જથ્થો હિંમતનગરના વીરાવાડામાંથી ઝડપાયો છે. ફૂડ એન્ડ ડ્રગ વિભાગની તપાસમાં આ તેલ શંકાસ્પદ હોવાની જાણ થતા મોતી બ્રાન્ડનો શંકાસ્પદ તેલનો જથ્થો સીઝ કરવામાં આવ્યો છે. ફૂડ એન્ડ ડ્રગ વિભાગે આ અંગે કાર્યવાહી કરતા 3 લાખથી વધુનો તેલનો જથ્થો સીઝ કર્યો છે અને સાથે જ ફૂડ એન્ડ ડ્રગ વિભાગે 3, 270 લીટરથી વધારે શંકાસ્પદ ખાદ્યતેલની તપાસ હાથ ધરી છે.ફૂડ એન્ડ ડ્રગ વિભાગે અંદાજે 3 લાખથી વધુનું શંકાસ્પદ ખાદ્યતેલ જપ્ત કર્યું છે. જપ્ત કરેલા તેલમાં 5 લીટર અને 15 કિલોના ડબ્બાનો પણ સમાવેશ થાય છે. ફૂડ એન્ડ ડ્રગ વિભાગે મોટી માત્રામાં ભેળસેળયુક્ત શંકાસ્પદ તેલનો જથ્થો ઝડપી પાડતા વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે.

આ અગાઉ બનાસકાંઠામાં પણ શંકાસ્પદ તેલનો જથ્થો ઝડપાયો હતો. ગત જાન્યુઆરી મહિનામાં પોલીસે ગુજરાત રાજસ્થાન બોર્ડર પર આવેલ ધાનેરા તાલુકાના નેનાવા ગામ પાસેથી શંકાસ્પદ તેલનો જથ્થો ઝડપી પાડ્યો હતો. ધાનેરા પોલીસ વાહન ચેકીંગમા હતી ત્યારે રાજસ્થાન તરફથી આવી રહેલી એક ઇકો કાર શંકાસ્પદ જણાતા પોલીસે કારની તપાસ કરી હતી. તાપસ દરમિયાન કારમાંથી શંકાસ્પદ તેલના ડબ્બા મળી આવ્યા હતા. પોલીસે 23 તેલના ડબ્બા અને કાર સહિત કુલ 2.23 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. તેમજ બનાસકાંઠા જિલ્લા ફુડ વિભાગને પણ આ અંગેની જાણ કરી શંકાસ્પદ તેલના સેમ્પલ લેવા માટે જાણ હતી. ધાનેરા પોલીસે આ કેસમાં ગાડી ચાલક સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી કરી હતી.

આ પણ વાંચો : Maharashtra : સેન્ટ્રલ જેલમાં કેદીઓએ બનાવી ગણેશની ઇકો ફ્રેન્ડલી મૂર્તિઓ, ગણેશ ચતુર્થી પહેલા જ એડવાન્સમાં વેચાઈ ગઈ મૂર્તિ

Follow Us:
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
g clip-path="url(#clip0_868_265)">