Maharashtra : સેન્ટ્રલ જેલમાં કેદીઓએ બનાવી ગણેશની ઇકો ફ્રેન્ડલી મૂર્તિઓ, ગણેશ ચતુર્થી પહેલા જ એડવાન્સમાં વેચાઈ ગઈ મૂર્તિ
નાસિક સેન્ટ્રલ જેલના (Central Jail)કેદીઓએ 'શાદુમાટી' માંથી ગણપતિની મૂર્તિઓ બનાવી. આ અંગે જેલના પોલીસ અધિક્ષક પ્રમોદ વાળાએ જણાવ્યું હતુ કે, "ગણેશ ચતુર્થી પહેલા નાસિક સેન્ટ્રલ જેલના કેદીઓ દ્વારા બનાવેલી મૂર્તિઓ વેચવા માટે એક ખાસ સ્ટોરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું"
Maharashtra : મહારાષ્ટ્રની નાસિક સેન્ટ્રલ જેલમાં સેંકડો કેદીઓનું જીવન બદલાઈ રહ્યું છે, એક સમયે અપરાધમાં ખરડાયેલા હતા તે હાથ હવે ઇકો ફ્રેન્ડલી ગણેશની આરાધ્ય મૂર્તિઓ બનાવવાનાં પવિત્ર કામમાં રોકાયેલા છે. નાસિક સેન્ટ્રલ જેલના કેદીઓએ 600-700 જેવી (Eco Friendly Ganesh) ભગવાન ગણેશની મૂર્તિઓ (Ganesh idol)બનાવી છે. માટી અને ગોબરથી બનેલી આ મૂર્તિઓને રંગવા માટે કુદરતી રંગોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ મૂર્તિઓ જેલમાં આજીવન કેદની સજા ભોગવતા કેદીઓ (Prisoner)દ્વારા બનાવવામાં આવી છે.
Maharashtra: Ahead of Ganesh Chaturthi, Nashik Road Central Jail inaugurated an exclusive store to sell ‘shadu maati’ (clay) Ganpatis made by inmates. “They make 600-700 eco-friendly Ganpatis every year. All of them have been pre-sold,” said Superintendent Pramod Wagh (3.09) pic.twitter.com/TFZTJA8xDl
— ANI (@ANI) September 4, 2021
યોગ્ય તક આપવામાં આવે, તો લોકોની પ્રતિભા સામે આવે છે
ખરેખર જો કોઈને યોગ્ય તક આપવામાં આવે, તો લોકોની પ્રતિભા સામે આવે છે. આવું જ એક ઉદાહરણ નાસિક સેન્ટ્રલ જેલમાં (Nasik Central Jail) બંધ કેદીઓએ આપ્યું છે. જ્યાં ખાસ દુકાનમાં સમાવિષ્ટ આ મૂર્તિઓ જેલમાં સજા ભોગવતા કેદીઓ દ્વારા બનાવવામાં આવી છે. ગણેશજીની મૂર્તિઓ બનાવીને કેદીઓ આનંદ અનુભવી રહ્યા છે , આ સાથે કેદીઓનું કૌશલ્ય પણ બહાર આવી રહ્યુ છે.
એડવાન્સમાં જ મુર્તિઓ વેચવામાં આવી
આ દરમિયાન જેલના પોલીસ અધિક્ષક પ્રમોદ વાળાએ જણાવ્યું હતુ કે, ગણેશ ચતુર્થી પહેલા નાસિક રોડ સેન્ટ્રલ જેલના કેદીઓ દ્વારા બનાવેલી ‘શાદુમાટી’માંથી બનેલી મૂર્તિઓ વેચવા માટે એક ખાસ સ્ટોરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતુ. વધુમાં જણાવ્યુ હતુ કે,કેદીઓ દર વર્ષે 600-700 ઇકો ફ્રેન્ડલી ગણપતિઓ બનાવે છે. આ બધી મૂર્તિઓ ગણેશ ચતુર્થી (Ganesh Chaturthi)પહેલા જ અગાઉથી વેચી દેવામાં આવી છે. તેમણે કહ્યું કે જેલનો હેતુ માત્ર કેદીને સજા આપવાનો જ નથી, પણ તેમાં સુધારો કરવાનો પણ છે.
આ પણ વાંચો: Maharashtra : 50 લાખ રૂપિયાના ચરસ સાથે યુટ્યુબ ચેનલના ડિરેક્ટરની ધરપકડ, પોલીસને બોલીવુડ ક્નેક્શનની આશંકા
આ પણ વાંચો: Money Heist 5 : મુંબઈ પોલીસ પર ચાલ્યો ‘મની હાઈસ્ટ’નો જાદુ , Bella Ciao ગીતનું ઈન્સ્ટ્રુમેન્ટ વર્ઝન રજૂ કર્યુ