Sabarkantha: પીવાના પાણીની કટોકટી દરમિયાન સરકારે રાહતના સમાચાર આપ્યા, 85 કરોડ લીટર જળ જથ્થો ગુહાઈ ડેમમાં ઠલવાશે

ગુહાઇ જળાશય (Guhai Reservoir) માં હાલમાં માંડ 7 ટકા જેટલો જ પાણીનો જથ્થો ઉપલબ્ધ છે, જેને લઈને સાબરકાંઠાના સાંસદે રાજ્ય સરકારને હિંમતનગર અને ઈડર વિસ્તાર પર સર્જાયેલા પીવાના પાણીના સંકટની રજુઆત રાજ્ય સરકારને કરી હતી.

Sabarkantha: પીવાના પાણીની કટોકટી દરમિયાન સરકારે રાહતના સમાચાર આપ્યા, 85 કરોડ લીટર જળ જથ્થો ગુહાઈ ડેમમાં ઠલવાશે
Guhai reservoir માં માંડ 7 ટકા જ પાણીનો જથ્થો રહ્યો છે
Follow Us:
| Updated on: May 29, 2022 | 11:23 AM

સાબરકાંઠા (Sabarkantha) જિલ્લામાં પાણીની સમસ્યા ચોમાસા પહેલા જ મુશ્કેલ બની રહી છે. જેને નિવારવા માટે રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. ખાસ કરીને હિંમતનગર શહેર અને આસપાસના ગામડાઓ સહિત ઈડર વિસ્તારના ગ્રામ્ય વિસ્તારોમાં પાણીની ચિંતા સતાવવા લાગી હતી. ગુહાઈ ડેમ (Guhai Dam) નુ તળીયુ દેખાઈ જવા લાગતા જ આ ચિંતા વધવા લાગી હતી. જેને લઈને સ્થાનિક સિંચાઈ અને પાણીપુરવઠા વિભાગે પણ વધારાના પાણીના જથ્થાને મેળવવા માટે પ્રયાસો શરુ કર્યા હતા. તેમજ સાબરકાંઠાના સાંસદ (Sabarkantha MP) સહિતના અગ્રણીઓએ પાણીની સમસ્યા નિવારવા માટે રાજ્ય સરકારને રજૂઆત કરી હતી. જેને લઈ રાજ્ય સરકારે ગુહાઈ જળાશયને 30 MCFT (Million Cubic Feet to Litres) પાણીનો જથ્થો ફાળવી આપવાનો નિર્ણય કર્યો છે. જેનાથી હવે રાહત સર્જાશે. તેમજ ચોમાસાની વિધીવત શરુઆત થવા સુધી પીવાના પાણીની ચિંતા પણ મોટાભાગે દુર થશે.

હિંમતનગર શહેર ઉપરાંત ઇડર વિસ્તારના કેટલાક ગામડાઓને પાવાનુ પાણી ગુહાઈ જળાશય દ્વારા મળે છે. તો વળી ગુહાઈ જળાશયનો જથ્થો હવે ખતમ થઈ ચુક્યો છે અને તેના તળીયા દેખાઈ ચુક્યા છે. આવી સ્થિતીમાં હિંમતનગર નગર નગર પાલીકા અને 42 જેટલી ગ્રામપંચાયતોને અપાતા પિવાના પાણીનો પૂરવઠો ગમે ત્યારે બંધ થાય એવુ સંકંટ તોળાયુ હતુ. આ માટે થઈને સ્થાનિક અધિકારીઓ દ્વારા સ્થિતીની સમીક્ષા કરીને અહેવાલ રાજ્ય સરકારને મોકલવામાં આવ્યો હતો. તેમજ પાણીનો વધારો જથ્થો નર્મદાની પાઈપલાઈન વડે ગુહાઈ જળાશયમાં આપવા અંગે સાબરકાંઠાના સાંસદ દીપસિંહ રાઠોડે રજૂઆત રાજ્ય સરકારને કરી હતી. ઈડરના ધારાસભ્ય હિતુ કનોડીયાએ પણ વિસ્તારની પાણીની સમસ્યાને લઈને રજૂઆત કરી હતી.

રાજ્ય સરકારે પિવાના પાણીની સમસ્યાની રજૂઆતને પગલે તત્કાળના ધોરણે રજૂઆત પર ગંભિરતાથી નિર્ણય લઈને વધારાનો જળજથ્થો આપવા માચે આદેશ કર્યો હતો. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના કાર્યાલય દ્વારા પણ આ અંગેની જાણકારી જારી કરવામાં આવી હતી. જેથી આગામી જૂન માસના અંત સુધી પ્રતિદીન 1 એમસીએફટી પાણીનો જથ્થો આપવામાં આવશે. આમ 84.9 કરોડ લીટર પાણીનો જથ્થો ગુહાઈ જળાશયમાં ઠાલવવામાં આવશે. આમ તે જથ્થા દ્વારા હિંમતનગર અને ઈડરને પાવાના પાણીની સમસ્યામાં રાહત મળશે. આમ પ્રતિદિવસના ધોરણે 2.83 કરોડ લીટર ગુહાઈ ડેમમાં મળશે.

યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ

ગુહાઈમાં માંડ 7 ટકા પાણી ઉપલબ્ધ

ગુહાઈ જળાશયના કેચમેન્ટ એરિયામાં યોગ્ય વરસાદ નહી વરસતા પાણીની આવક મર્યાદિત થઈ હતી. જોકે ગુહાઈ જળાશયનો કેચમેન્ટ એરિયા પણ ડેમના નિર્માણ સમયથી યોગ્ય પાણીનો જથ્થો એકત્ર જળાશયમાં કરતો નથી. જેથી જળાશય પુરતા પ્રમાણમાં જલદી ભરાતો નથી અને પરીણામે મોટાભાગના વર્ષોમાં પાણીની સમસ્યા વર્તાઈ રહી છે. તો વળી ગુહાઈને અન્ય નાની નદીઓને લીંક કરવાના પ્રોજેક્ટની પણ ચર્ચાઓ થઈ રહી હતી. તે દિશામાં પણ આગળ કોઈ નક્કર કાર્યવાહી થઈ શકી નથી. જેથી જળાશયમાં પાણી વધારે ભરાઈ શકે. હાલમાં ગુહાઈ જળાશયમાં માત્ર 7.15 ટકા જ પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. જેમાં 5.88 એમસીએમ પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. જેમાંનો મોટા ભાગનુ પાણી તળીયાનુ હોઈ કિચડ મિશ્રિત હોય એ સ્વાભાવિક છે પીવાા ઉપયોગ માટે સપ્લાય કરી શકાય નહી.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">