સાબરકાંઠા (Sabarkantha) જિલ્લાના હિંમતનગર (Himmatnagar) તાલુકામાં ડ્રોન દ્વારા સર્વેની કામગીરી હાથ ધરાઈ છે. અદ્યતન પ્રકારના ડ્રોન દ્વારા હાઈ રિઝોલ્યુશન ફોટોગ્રાફી વડે ગ્રામ્ય વિસ્તારના રહેણાંક સહિતના મકાનોનુ સર્વે (Drone Survey) કરવામાં આવી રહ્યુ છે. આ માટે કેન્દ્ર સરકારના સર્વેયર સહિતની ટીમો અને અધિકારીઓનુ ઉપસ્થિતીમાં સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે. પ્રથમ દિવસે છ જેટલા ગામની સર્વેની કામગીરી આટોપી લેવાઈ હતી. કેન્દ્ર સરકાર દ્વારા સ્વામિત્વ યોજના અમલમાં મુકવામાં આવી છે. આ યોજના હેઠળ તમામ મિલકતોની ઓળખ કરવા અને તેનો આધાર તૈયાર કરવાની કામગીરી કરવામાં આવી રહી છે.
આ જ પ્રકારે હિંમતનગર તાલુકામાં આ કામગીરીની શરુઆત કરવામાં આવી છે. આ પહેલા પાયલટ પ્રોજેક્ટ તરીકે હિંમતનગના આગીયોલ ગામમાં સર્વે કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ હવે હિંમતનગર તાલુકાના 106 ગામોનો સર્વે હાથ ધરવામાં આવ્યો છે. કેન્દ્ર સરકારના સર્વેયર ટીમ દ્વારા ડ્રોન વડે સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે. જેમાં સ્થાનિક જિલ્લા લેન્ડ રેકેર્ડ અને સ્થાનિક અધિકારીઓ સાથે મળીને સંયુક્ત રીતે કામગીરી હાથ ધરાઈ છે. જેના વડે હવે તમામ મિલકત ધારક ગ્રામ્ય અને શહેરી વિસ્તારના લોકોને પ્રોપર્ટી કાર્ડ આપવામાં આવશે. ભારત સરકારના પંચાયત વિભાગ દ્વારા આ યોજનાનુ સંચાલન કરવામાં આવી રહ્યુ છે.
લેન્ડ રેકર્ડના સાબરકાંઠા જિલ્લા સુપ્રિટેન્ડન્ટ કેએમ વસાવાએ કહ્યુ હતુ કે, કેન્દ્ર સરકારે વડાપ્રધાને જાહેર કરેલ સ્વામિત્વ યોજના હેઠળ આ કામગીરી હાથ ઘરાઈ છે. ડ્રોન દ્વારા સર્વે કરીને માપણી કરી તમામ પ્રોપર્ટીના કાર્ડ આપવામાં આવશે અને આ માટેની કામગીરી શરુ કરી દેવામાં આવી છે.
અદ્યતન ડ્રોન જર્મન બનાવટનુ છે અને તે વિમાન જેવા આકારનુ છે. અંદાજે 35 લાખ રુપિયાની કિંમતના ડ્રોન વડે સર્વેની કામગીરી કરાઈ હતી. જેમાં ડ્રોનને એક વખત ફ્લાઈંગ કરાવતા દશ થી પંદર મીનીટમાં એક ગામનો સર્વે કરી લે છે. એક જ ફ્લાઈગમાં આસપાસના 5 કીમીની ત્રિજ્યામાં અન્ય ગામના પણ સર્વે કરી લે છે. આ માટે ગામના સેટેલાઈટ નક્શા આધારે ડ્રોન નક્કી કરેલા પોઈન્ટ મુજબ આપમેળે આકાશમાં ઉડાન જારી રાખી સર્વે કરે છે. જેમાં પ્રત્યેક સેકન્ડે એક ફોટોગ્રાફ તે ખેંચે છે. એક ફોટો 114 મીટર જેટલો લંબાઈ અને પહોળાઈની જગ્યાનો તે કેપ્ચર કરે છે. જે 120 મીટર આકાશની ઉંચાઈ થી જમીન પરની 3 સેન્ટીમીટરના નાના કદ સુધીની ચિજ વસ્તુનુ સ્પષ્ટ કેપ્ચર કરી લે છે. આમ આ પ્રકારે તસ્વીરો મેળવી તેને ખાસ પ્રકારની એપ્લીકેશન વડે મર્જ કરીને ગામનો નકશો તૈયાર કરવામાં આવશે અને જેની લેન્ડ રેકર્ડ કચેરી દ્વારા ખરાઈ કરીને પ્રોપર્ટી કાર્ડ આપવાની કાર્યવાહી કરશે.
ભારતીય સર્વેક્ષણ વિભાગના સર્વેયર અનુરાગ શર્મા એ કહ્યુ હતુ કે, એક જ ફ્લાઈગમાં આસપાસના 5 કીમીની ત્રિજ્યામાં અન્ય ગામના પણ સર્વે કરી લે છે. આ માટે ગામના સેટેલાઈટ નક્શા આધારે ડ્રોન નક્કી કરેલા પોઈન્ટ મુજબ આપમેળે આકાશમાં ઉડાન જારી રાખી સર્વે કરે છે. જેમાં પ્રત્યેક સેકન્ડે એક ફોટોગ્રાફ તે ખેંચે છે. એક ફોટો 114 મીટર જેટલો લંબાઈ અને પહોળાઈની જગ્યાનો તે કેપ્ચર કરે છે.
અદ્યતન પ્રકારની ટેકનોલોજીનો ઉપયોગ કરીને ગામડાની તમામ પ્રોપર્ટીની ઓળખ કરવામાં આવશે. આ સર્વેમાં ક્ષતીઓની સંભાવના ઓછી હોવાનુ સર્વેના અધિકારીઓનુ માનવુ છે અને આનો ફાયદો વર્ષો જૂના મિલકત ધારકોને થશે કે, કે જેમની પાસે મિલકતના આધારને લઈને સમસ્યા છે.
Published On - 7:21 pm, Fri, 10 June 22