સાફો અને ચશ્મા પહેરીને અનુસૂચિત જાતિના યુવકે ફોટો શેર કરતા પિતા-પુત્રને મારમાર્યો

|

Jul 20, 2024 | 11:28 AM

સોશિયલ મીડિયા પર સાફો અને ચશ્મા પહેરીને ફોટો શેર કરતા અનુસૂચિત જાતિના યુવક અને તેના પિતા પર હુમલાની ઘટના સામે આવી છે. હિંમતનગરના સાયબાપુરનો યુવક રીક્ષા ચલાવે છે અને તેણે ઈન્સ્ટાગ્રામ પર તસ્વીર શેર કરી હતી. જે તસ્વીરમાં તે માથે સાફો અને ચહેરા પર ચશ્મા પહેરેલ હતો.. જેને લઈ સ્થાનિક અન્ય જ્ઞાતિના યુવાનોને આ પસંદ […]

સાફો અને ચશ્મા પહેરીને અનુસૂચિત જાતિના યુવકે ફોટો શેર કરતા પિતા-પુત્રને મારમાર્યો
પોલીસે તપાસ હાથ ધરી

Follow us on

સોશિયલ મીડિયા પર સાફો અને ચશ્મા પહેરીને ફોટો શેર કરતા અનુસૂચિત જાતિના યુવક અને તેના પિતા પર હુમલાની ઘટના સામે આવી છે. હિંમતનગરના સાયબાપુરનો યુવક રીક્ષા ચલાવે છે અને તેણે ઈન્સ્ટાગ્રામ પર તસ્વીર શેર કરી હતી. જે તસ્વીરમાં તે માથે સાફો અને ચહેરા પર ચશ્મા પહેરેલ હતો.. જેને લઈ સ્થાનિક અન્ય જ્ઞાતિના યુવાનોને આ પસંદ આવ્યું નહોતું. જેને લઈ યુવકને રસ્તામાં અટકાવીને તેની પર હુમલો કરીને માર માર્યો હતો.

ઘટના અંગે હિંમતનગર રુરલ પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. પોલીસ જાતિ પ્રત્યે અપમાનીત કરીને માર મારનારા યુવકોને ઝડપી લેવા માટે તજવીજ હાથ ધરી છે.

સાફા-ચશ્મા વાળો ફોટો શેર કરતા માર માર્યો

આ અંગેની ફરિયાદ હિંમતનગર ના રુરલ પોલીસ મથકે નોંધવામાં આવી છે. જે મુજબ 24 વર્ષિય યુવક અજય પરમાર પોતાની રીક્ષા લઈને નવાનગર સ્ટેન્ડથી ગામમાં જવાના રસ્તા પર જઈ રહ્યો હતો. આ દરમિયાન કિરપાલસિંહ નવલસિંહ રાઠોડ અને મનુસિંહ લલિતસિંહ રાઠોડ (ભગત)ના પુત્રએ અજયની સીએનજી રીક્ષા રોકીને તેને નીચે ઉતાર્યો હતો. નીચે ઉતારી કહેવા લાગેલ કે તે ઈન્સ્ટાગ્રામ પર સાફો અને ચશ્મા પહેરેલ ફોટો કેમ મુકેલ છે. જાતિ પ્રત્યે અપમાનીત કરતા શબ્દો કહીને તારે આવા ફોટા મુકવાના નહી કહી ધમકીઓ આપી હતી.

એક મેચમાં કોમેન્ટ્રી કરી લાખો કમાય છે આ પૂર્વ ક્રિકેટરો અને કોમેન્ટેટરો
ભારતમાં આ રાજ્યની છોકરીઓ હોય છે સૌથી વધુ સુંદર
ગુજરાતી મ્યુઝિક ડાયરેક્ટર મેહુલ સુરતી વિશે જાણો
આ લોકોએ ભૂલથી પણ ના ખાવી જોઈએ અળસી, જાણો કેમ?
Sargva : ક્યા લોકોએ સરગવાનું શાક ન ખાવું જોઈએ?
નવરાત્રિમાં ગુજરાતી સિંગર ઓસમાણ મીરના ગીતોની રમઝટ બોલે છે

આરોપીએ અજયની ફેટ પકડીને લાફા મારીને ળો બોલીને જતા રહ્યા હતા. પરંતુ થોડી વાર રહીને ફરીથી અજયની રીક્ષા રોકવામાં આવી હતી અને ફરીથી તેની પર આ જ મુદ્દે હુમલો કરવામાં આવ્યો હતો.

પિતાને પણ માર માર્યો

રાજનગર પાસે ફરીથી કિરપાલસિંહ અને અન્ય ત્રણ યુવાનોએ તેની રીક્ષાને અટકાવી હતી. જ્યાં આરોપીઓએ રીક્ષામાંથી અજયને ઉતારીને ફોટાને બાબતે ફરીથી માર મારવા લાગેલા. જેથી અજયના પિતા પણ પુત્રને છોડાવવા માટે વચ્ચે પડતા તેમને પણ અપમાનીત કરીને લાફા મારી દીધા હતા.

માર મારીને આરોપીઓએ અજય અને તેના પિતાને ઘર સાથે જીવતા સળગાવી દેવાની અને જાનથી મારી નાંખવાની ધમકીઓ આપી હતી. જેને લઈ અજય રુરલ પોલીસ મથકે પહોંચ્યો હતો. જ્યાં તેણે ચાર આરોપીઓ સામે ફરિયાદ નોંધાવી હતી.

આ ચાર સામે નોંધાઈ ફરિયાદ

  1. કિરપાલસિંહ નવલસિંહ રાઠોડ, રહે સાયબાપુર, તા. હિંમતનગર જિ. સાબરકાંઠા
  2. મનુસિંહ લલિતસિંહ રાઠોડનો પુત્ર, રહે સાયબાપુર, તા. હિંમતનગર જિ. સાબરકાંઠા
  3. હિતેન્દ્રસિંહ ખુમાનસિંહ રાઠોડ, રહે સાયબાપુર, તા. હિંમતનગર જિ. સાબરકાંઠા
  4. શુકલસિંહ બકુસિંહ રાઠોડ, રહે સાયબાપુર, તા. હિંમતનગર જિ. સાબરકાંઠા

 

આ પણ વાંચો: આરોગ્ય પ્રધાન હિંમતનગર સિવિલની મુલાકાત લીધી, સમિક્ષા બેઠક યોજી, જુઓ

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 11:27 am, Sat, 20 July 24

Next Article