નાગપુર બાદ અમદાવાદમાં RSSના ભવનનું ભવ્ય નિર્માણ, જાણો શું છે તેની ખાસ વિશેષતા

અમદાવાદ ખાતે RSSના નવા કાર્યાલયનું નિર્માણ કરવામાં આવ્યું છે. આધુનિક સુવિધા સાથે સજ્જ સંઘ કાર્યાલયનું લોકાર્પણ સંઘના વડા મોહન ભાગવત કરવાના છે. ત્યારે ભવનના નિર્માણનું કામ અંતિમ તબક્કામાં છે. ભાજપની જેમ સંઘ માટે પણ ગુજરાત એક પ્રયોગશાળા છે. સાથે જ સંઘના કાર્યકર્તાઓની એક મોટી કેડર પણ છે. જો કે સમય સાથે જે આધુનિક ભવન તથા […]

નાગપુર બાદ અમદાવાદમાં RSSના ભવનનું ભવ્ય નિર્માણ, જાણો શું છે તેની ખાસ વિશેષતા
Kinjal Mishra

| Edited By: TV9 Webdesk12

Feb 06, 2020 | 3:51 PM

અમદાવાદ ખાતે RSSના નવા કાર્યાલયનું નિર્માણ કરવામાં આવ્યું છે. આધુનિક સુવિધા સાથે સજ્જ સંઘ કાર્યાલયનું લોકાર્પણ સંઘના વડા મોહન ભાગવત કરવાના છે. ત્યારે ભવનના નિર્માણનું કામ અંતિમ તબક્કામાં છે. ભાજપની જેમ સંઘ માટે પણ ગુજરાત એક પ્રયોગશાળા છે. સાથે જ સંઘના કાર્યકર્તાઓની એક મોટી કેડર પણ છે. જો કે સમય સાથે જે આધુનિક ભવન તથા કાર્યાલયની ખોટ સંઘને હમેશા સારતી હતી. જેના કારણે મહત્વની બેઠકો અન્ય સ્થળે યોજાતી હતી.

આ પણ વાંચોઃ અમદાવાદના ઝોન-5 પોલીસ સ્ટેશન વિસ્તારમાં બે વર્ષમાં પકડાયેલા 1 કરોડ 73 લાખના દારૂનો કરાયો નાશ

જો કે, ફેબ્રુઆરી બાદ સંઘના મોટાભાગની બેઠકો અમદાવાદના આ જ કાર્યાલય પર થશે. આશરે 5 કરોડના ખર્ચે બનેલું 5 માળના કાર્યાલયનું લોકાર્પણ 15 ફેબ્રુઆરીએ સંઘ સરસંચાલક મોહન ભાગવત કરશે. જો કે, આ કાર્યક્રમમાં સંઘના પદાધિકારીઓ સાથે મુખ્યપ્રધાન વિજય રૂપાણી તથા ભાજપ સરકાર અને સંગઠનના નેતાઓ પણ ઉપસ્થિત રહેશે. જો સંઘના નવા કાર્યાલયની વાત કરવામાં આવે તો, આધુનિક ટેકનોલોજીનો ભરપૂર રીતે ઉપચયોગ કરવામાં આવ્યો છે.

સંઘ કાર્યાલયની છત પર સૌરઉર્જાનું નિર્માણ કરવામાં આવશે અને એ જ સૌરઉર્જાનો મોટાભાગે રોજિંદા વપરાશમાં કરાશે. વીજળીની જેમ પાણીના સ્ટોરેજ માટે પણ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. વરસાદી પાણીનું સ્ટોરેજ થાય એ માટેની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. સાથે જ આ વરસાદી પાણીનું વર્ષ દરમિયાન પીવાના ઉપયોગમાં લેવાશે. સાથે જ નહાવા માટે ઉપયોગમાં લેવાતા પાણીને રીસાયકલ કરી ફરી ઉપયોગમાં લેવાની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

5 માળના આ ભવનમાં કેમેરા અને ઇન્ટરકોલ ફોન દ્વારા કનેક્ટ કરવામાં આવશે. જ્યારે મુખ્ય બેઠક હોલને સાઉન્ડ પ્રૂફ કરવામાં આવ્યો છે. તો સમગ્ર કેમ્પસમાં સીસીટીવી કેમેરાનો પણ ઉપયોગ કરવામાં આવશે. મહત્વનું છે કે, અમદાવાદમાં સંઘનુ પ્રથમ કાર્યલય 1963માં બન્યું હતું. વર્ષ 2017માં એ જ સ્થળે નવા કાર્યાલયના નિર્માણનું કામ હાથ ધરાયું છે. જેનું લોકાર્પણ 15 ફેબ્રુઆરીએ કરાશે. ત્યારે આ કાર્યાલય આગામી દિવસોમાં ગુજરાતની રાજનીતિના મહત્વના નિર્ણયો માટેનું એપ્પી સેન્ટર બને તો નવાઈ નહીં.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati