Rajkot: ભેળસેળ યૂક્ત બાયોડિઝલના ગોરખધંધામાં ઉચ્ચ અધિકારીના ખાસ સ્થાનિક પોલીસકર્મીની સંડોવણી ? SMCએ સ્ફોટક રિપોર્ટ કર્યો તૈયાર

|

Jul 25, 2023 | 4:50 PM

બુધવારે સ્ટેટ મોનિટરીંગ સેલ દ્રારા દરોડો કરવામાં આવ્યો હતો જેમાં 12000 લીટર જેટલું ભેળસેળ યૂક્ત ડિઝલ પકડી પાડવામાં આવ્યું હતું. આ ઘટનાને લઈ SMCએ સ્ફોટક રિપોર્ટ તૈયાર કર્યો છે.

Rajkot: ભેળસેળ યૂક્ત બાયોડિઝલના ગોરખધંધામાં ઉચ્ચ અધિકારીના ખાસ સ્થાનિક પોલીસકર્મીની સંડોવણી ? SMCએ સ્ફોટક રિપોર્ટ કર્યો તૈયાર

Follow us on

રાજકોટમાં ગત બુધવારના રોજ કુવાડવા રોડ પર આવેલા સરકારી ખરાબામાં સ્ટેટ મોનિટરીંગ સેલ દ્રારા શંકાસ્પદ ડિઝલનો જથ્થો બાયોડિઝલ ઝડપી પાડ્યો હતો. આ ઘટનાના ધેરા પ્રત્યાધાતો પડ્યા છે. સ્ટેટ મોનિટરીંગ સેલ દ્રારા આ મુદ્દે રાજકોટ પોલીસ વિરુદ્ધનો સ્ફોટક રિપોર્ટ તૈયાર કર્યો છે જેમાં સ્થાનિક પોલીસકર્મીની સંડોવણી ખૂલી છે. સૂત્રોના કહેવા પ્રમાણે આ પોલીસકર્મી રાજકોટના એક ઉચ્ચ પોલીસ અધિકારી સાથે ઘરોબો ધરાવે છે.

12000 લીટર બાયોડિઝલમા કેસમાં મુખ્ય સૂત્રધાર ફરાર

ગત બુધવારે સ્ટેટ મોનિટરીંગ સેલ દ્રારા દરોડો કરવામાં આવ્યો હતો જેમાં 12000 લીટર જેટલું ભેળસેળ યૂક્ત ડિઝલ પકડી પાડવામાં આવ્યું હતું. જેમાં ડિઝલ ભરવા આવેલા ટેન્કર, 4 ટ્રક અન્ય વાહનો અને પંપના મેનેજર, ફિલર અને ટ્રકના ચાલક સહિત 11 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. જો કે આ દરોડા દરમિયાન બાયોડિઝલના સંચાલક મનહરસિંહ જાડેજા ઉર્ફે મુન્ના જાડેજા હજુ ફરાર છે જેની શોધખોળ પોલીસ દ્રારા શરૂ કરવામાં આવી છે.

સ્થાનિક પોલીસકર્મીની સંડોવણીથી અધિકારીઓમાં ફફડાટ

સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે સ્ટેટ મોનિટરીંગ સેલ દ્રારા દરોડો કરવામાં આવ્યા બાદ સ્થાનિક પોલીસની કામગીરી સામે સવાલો ઉભા થઇ રહ્યા છે. જો કે સ્ટેટ મોનિટરીંગ સેલે જે રિપોર્ટ તૈયાર કર્યો છે તે પ્રમાણે રાજકોટના ઉચ્ચ અધિકારી સાથે સાંઠગાઠ ધરાવતા એક પોલીસકર્મીની સંડોવણી ખૂલી છે.

એક મેચમાં કોમેન્ટ્રી કરી લાખો કમાય છે આ પૂર્વ ક્રિકેટરો અને કોમેન્ટેટરો
ભારતમાં આ રાજ્યની છોકરીઓ હોય છે સૌથી વધુ સુંદર
ગુજરાતી મ્યુઝિક ડાયરેક્ટર મેહુલ સુરતી વિશે જાણો
આ લોકોએ ભૂલથી પણ ના ખાવી જોઈએ અળસી, જાણો કેમ?
Sargva : ક્યા લોકોએ સરગવાનું શાક ન ખાવું જોઈએ?
નવરાત્રિમાં ગુજરાતી સિંગર ઓસમાણ મીરના ગીતોની રમઝટ બોલે છે

આ પણ વાંચો : ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસ મામલે જેગુઆર કંપનીનો રિપોર્ટ આવ્યો, જાણો શું થયા ખુલાસા

આ પોલીસકર્મીની મંજૂરીથી આ બાયોડિઝલનો વેપાર ધમધમતો હતો. સવાલ એ વાતનો છે કે શું પોલીસ કર્મીના કહેવાથી આટલી મોટી મંજૂરી મળે ખરા? ઉચ્ચ અધિકારીઓની આર્શિવાદ વિના આ મંજૂરી ન મળે તે ચોખ્ખી વાત છે ત્યારે સ્ટેટ મોનિટરીંગ સેલના સ્ફોટક રિપોર્ટમાં શું સામે આવે છે તે જોવાનું રહ્યું.

રાજકોટ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 4:50 pm, Tue, 25 July 23

Next Article