Gujarati Video : અમદાવાદમાં સ્ટેટ મોનિટરીંગ સેલે કર્યો ડબ્બા ટ્રેડિંગનો પર્દાફાશ, 3ની ધરપકડ, 7 આરોપી ફરાર, જુઓ Video
અમદાવાદના આનંદનગર વિસ્તારમાં આવેલી ખાનગી બિલ્ડિંગમાં ચાલતી કોર્પોરેટ ઓફિસમાં સ્ટેટ મોનિટરીંગ સેલે દરોડા પાડ્યા છે. સ્ટેટ મોનિટરીંગ સેલે ડબ્બા ટ્રેડિંગ કરતા 3 આરોપીની ધરપકડ કરી છે.
Ahmedabad : અમદાવાદ શહેરમાં ચાલતા ડબ્બા ટ્રેડિંગનો (Illegal trading) પર્દાફાશ થયો છે. સ્ટેટ મોનિટરીંગ સેલે આનંદનગર વિસ્તારોમાં દરોડા પાડ્યા છે. આનંદનગર વિસ્તારમાં આવેલી ખાનગી બિલ્ડિંગમાં ચાલતી કોર્પોરેટ ઓફિસમાં સ્ટેટ મોનિટરીંગ સેલે દરોડા પાડ્યા છે. સ્ટેટ મોનિટરીંગ સેલે ડબ્બા ટ્રેડિંગ કરતા 3 આરોપીની ધરપકડ કરી છે.
આ પણ વાંચો : Ahmedabad: લ્યો બોલો, 17,000 થી વધુ રખડતા ઢોર પકડ્યા તો પણ રસ્તા પર ઢોર ક્યાંથી આવ્યા? જુઓ Video
ટોમી ઊંઝા સહિત 7 આરોપી ફરાર
ડબ્બા ટ્રેડિંગના માસ્ટર માઇન્ડ ટોમી ઊંઝા સહિત 7 આરોપી ફરાર થયા હોવાનું સામે આવી રહ્યું છે. ડબ્બા ટ્રેડિંગના માસ્ટર માઇન્ડ ટોમી ઊંઝા વિરૂદ્ધ અનેક પોલીસ મથકોમાં ગુના નોંધાયો છે. આ અગાઉ પણ અમદાવાદમાં ડબ્બા ટ્રેડિંગનો પર્દાફાશ થયો હતો. પાલડી પોલીસે પેટ્રોલીંગ દરમિયાન કારમાં બેસી ડબ્બા ટ્રેડિંગ કરતા બે ઈસમોની ધરપકડ કરી હતી.
Latest Videos