Rajkot: પત્નીના પૂર્વ પ્રેમીએ પતિને છરીના ઘા મારી રહેંસી નાખ્યો, પ્રેમિકાને પામવાનું ઝુનુન હતુ સવાર

Rajkot: રાજકોટમાં પ્રેમિકા માટે લોહિયાળ જંગ ખેલાયો જેમા પૂર્વ પ્રેમી પર પ્રેમિકાને પામવાનું ઝુનુન સવાર હતુ, આ જ કારણોસર પૂર્વ પ્રેમીએ 5 વર્ષથી લગ્ન કરી ઠરીઠામ થયેલ પ્રેમિકાના પતિને છરીના ઉપરાછાપરી ઘા ઝીંકી મોતને ઘાટ ઉતાર્યો હતો.

Rajkot: પત્નીના પૂર્વ પ્રેમીએ પતિને છરીના ઘા મારી રહેંસી નાખ્યો, પ્રેમિકાને પામવાનું ઝુનુન હતુ સવાર
Follow Us:
Mohit Bhatt
| Edited By: | Updated on: Mar 04, 2023 | 9:09 PM

રંગીલા રાજકોટ શહેરમાં ફરી લોહિયાળ જંગ ખેલાયો છે. પત્નીના પૂર્વ પ્રેમીએ એક યુવકનું ઢીમ ઢાળી દીધું હતું. રાજકોટના ગોકુલધામ આવાસ ક્વાર્ટરના ગેઈટ નજીક આવેલા વાડનાર ચાની લારી નજીક કિશન ડોડિયા નામનો 24 વર્ષીય યુવક ત્યાં ઉભો હતો, ત્યારે હિરેન પરમાર અને કાંચા નામના શખ્સોએ તેના પર છરીના ઉપરાછાપરી ઘા ઝીંકી દીધા હતા.

કિશનને ગંભીર હાલતમાં સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં વહેલી સવારે તેનું મોત નીપજ્યું હતું. બનાવની જાણ થતા માલવિયાનગર પોલીસે હત્યાનો ગુનો નોંધીને હિરેન પરમાર નામના શખ્સની શોધખોળ શરૂ કરી છે.

Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા
સવારે ઉઠતાની સાથે દેખાય આ 6 વસ્તુઓ, તો સમજો કિસ્મત ચમકવાની છે !
Darshan Raval: બોલિવુડની હિરોઈનો કરતા પણ વધારે સુંદર છે દર્શન રાવલની પત્ની ! જુઓ-Photo

કિશન ચાની લારીએ ઉભો હતો અને થઈ હત્યા

હત્યાના બનાવ અંગે કિશન ડોડિયાના પત્ની રાધિકાએ માલવિયાનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં તેમણે કહ્યું હતું કે શુક્રવારે રાત્રીના સમયે મેં મારા પતિ કિશનને ફોન કર્યો હતો કે તું ક્યાં છે ત્યારે તેને હું બહાર છું કહીને મારો ફોન કાપી નાખ્યો હતો. દરમિયાન થોડીવાર પછી મારી ઘરે રિક્ષા આવી હતી. જેમાં મારો પતિ કિશન લોહીલુહાણ હાલતમાં હતો.

જ્યારે મેં તેને પુછ્યું કે આ કેવી રીતે થયું ત્યારે તેને મને કહ્યું હતું કે હું ગોકુલધામ સોસયટીની બહાર આવેલી ચાની લારીએ ઉભો હતો ત્યારે ત્યાં હિરેન પરમાર અને કાંચો આવ્યા હતા અને હું કંઈ બોલું તે પહેલા જ મને છરીના ઉપરાછાપરી ઘા ઝીંકવા લાગ્યા હતા અને આ બંન્ને ત્યાંથી ભાગી ગયા હતા. બાદમાં કિશનની પત્નિએ 108 એમ્બ્યુલન્સ બોલાવી હતી અને તેને સિવીલ હોસ્પિટલ સારવાર માટે ખસેડ્યા હતા, જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.

પત્નીના પ્રેમીએ કરી હત્યા

મૃતક કિશનની પત્ની રાધિકાએ વધુમાં કહ્યું હતું કે તેમણે કિશન સાથે છ વર્ષ પહેલા પ્રેમ લગ્ન કર્યા છે અને હાલમાં તેને પાંચ વર્ષ નાનો બાળક છે. કિશન સાથે લગ્ન કર્યા તે પહેલા તેણીને હિરેન સાથે પ્રેમસબંધ હતો.જો કે બાદમાં તેણીએ તમામ સબંધો તોડીને કિશન સાથે લગ્ન કર્યા હતા. જો કે હિરેન તેને અવારનવાર કિશનને છોડીને તેની સાથે રહેવા જવા માટે દબાણ કરતો હતો.

થોડા દિવસો પહેલા તે રાઘિકા અને કિશનના ઘરે પણ આવ્યો હતો અને તેને ઘરમાં તોડફોડ પણ કરી હતી. તે સમયે પણ રાધિકાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. આ માટે હિરેન કિશન પર સમાધાન કરી લેવા માટે દબાણ કરતો હતો અને ઝઘડા ચાલુ રાખ્યા હતા. હિરેન એવું પણ કહેતો કે સમાધાન નહિ કરો તો સારાવાટ નહિ રહે જેના પરિણામે આ હત્યા કરી હોવાનું સામે આવ્યું છે.

આ પણ વાંચો: Gujarati video : ગોંડલમાં રખડતા ઢોરની અડફેટે મહિલા કોમામાં, RMCએ શહેરમાં ઢોર પકડવાની કામગીરી આદરી, જુઓ Video

હત્યારા હિરેનને પોલીસે હસ્તગત કર્યો

બનાવની જાણ થતા માલવિયાનગર પોલીસ સ્ટેશન દ્રારા તપાસ હાથ ધરવામાં આવી હતી પોલીસે તાત્કાલિક જ હિરેન પરમાર તેની સાથે રહેલો કિશન ઉર્ફે કાંચો અને અન્ય એક શખ્સને હસ્તગત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મૃતકની પત્નીએ આપેલી ફરિયાદના આધારે પોલીસે કાર્યવાહી શરૂ કરી છે અને આત્મહત્યા પાછળ આ જ કારણ છે કે અન્ય કોઇ કારણ તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે.

g clip-path="url(#clip0_868_265)">