Gujarati video : ગોંડલમાં રખડતા ઢોરની અડફેટે મહિલા કોમામાં, RMCએ શહેરમાં ઢોર પકડવાની કામગીરી આદરી, જુઓ Video
શહેરમાં રખડતાં ઢોર સામે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશને કાર્યવાહી શરૂ કરી છે. રાજકોટના એરપોર્ટ રોડ ઉપર ઢોર ડબ્બાએ રખડતા ઢોર પકડ્યા હતા. કોર્પોરેશનની 2 ટીમ સવારે, 2 ટીમ બપોરે અને 1 ટીમ રાત્રે ઢોરને પકડવાની કામગીરી કરે છે.
રાજકોટના ગોંડલમાં પણ રખડતી રંજાડથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યાં છે. કોર્પોરેશનની ઢોર મુક્ત શહેર કરવાની મોટી મોટી વાતો વચ્ચે રખડતો આતંક યથાવત રહ્યો છે અને હવે આ રખડતા ઢોરનો ભોગ એક મહિલા અને તેની પુત્રી બન્યા હતા. આ ઘટનામાં કોમલબહેન નામના 25 વર્ષના મહિલા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા . જેમને સારવાર માટે પહેલા ગોંડલની સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા ત્યાર બાદ તેમને રાજકોટ ખસેડવામાં આવ્યા હતા.
ગોંડલની હરભોલે સોસાયટીમાં એક મહિલા અને તેની પુત્રી જઈ રહ્યા હતા ત્યારે પાછળથી આવેલા આખલાએ બંનેને અડફેટે લીધા હતા.જેમાં મહિલા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં સારવાર માટે ખસેડાયા હતા. આ મહિલા કોમામાં સરી ગઈ હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે.
મોડે મોડે જાગેલું તંત્ર ઢોર પકડવા દોડ્યું
નાગરિકો ઢોરની રંજાડનો ભોગ બની રહ્યા છે ત્યારે હવે મોડે મોડે જાગેલા તંત્રએ દ્વારા અલગ અલગ વિસ્તારોમાં પાંચ ટીમ ઉતારાઈ છે અને આજે સવારથી શહેરમાં 6થી વધુ ઢોર પાંજરે પૂરાયા છે.
શહેરમાં રખડતાં ઢોર સામે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશને કાર્યવાહી શરૂ કરી છે રાજકોટના એરપોર્ટ રોડ ઉપર ઢોર ડબ્બાએ રખડતા ઢોર પકડ્યા હતા. કોર્પોરેશનની 2 ટીમ સવારે, 2 ટીમ બપોરે અને 1 ટીમ રાત્રે ઢોરને પકડવાની કામગીરી કરે છે.