રાજકોટમાં વિકાસલક્ષી કામગીરીને મળ્યો વેગ, હિરાસર ઍરપોર્ટ પર ફ્લાઈટનું સફળ ટેસ્ટિંગ, તો ગોંડલ ચોકડી બ્રિજનું આવતીકાલે થશે લોકાર્પણ

Rajkot: રાજકોટ માટે બે સારા સમાચાર છે. શહેરમાં વિકાસના કામો વેગવંતા બન્યા છે. જેમા રાજકોટમાં તૈયાર થયેલા નવનિર્મિત હિરાસર ઍરપોર્ટ પર સફળતાપૂર્વક ફ્લાઈટ ટેસ્ટિંગ કરવામાં આવ્યુ છે. જ્યારે આવતીકાલે ગોંડલ ચોકડી બ્રિજનું લોકાર્પણ કરવામાં આવશે.

રાજકોટમાં વિકાસલક્ષી કામગીરીને મળ્યો વેગ, હિરાસર ઍરપોર્ટ પર ફ્લાઈટનું સફળ ટેસ્ટિંગ, તો ગોંડલ ચોકડી બ્રિજનું આવતીકાલે થશે લોકાર્પણ
Follow Us:
Mohit Bhatt
| Edited By: | Updated on: Mar 04, 2023 | 6:18 PM

રાજકોટમાં વિકાસ કામગીરીને વેગવંતી બનાવવામાં આવી છે અને એક બાદ એક વિકાસલક્ષી કામોને ખુલ્લા મુકાઈ રહ્યા છે. જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ સમાન હિરાસર ગ્રીનફિલ્ડ ઇન્ટરનેશનલ એરપોર્ટમાં ફલાઇટ ટેસ્ટીંગ સફળતાપૂર્વક કરવામાં આવ્યું હતું. ખાસ દિલ્લીથી આવેલી ટીમ દ્વારા સવારે 9 વાગ્યાથી આ ટેસ્ટીંગની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.

આ ટેસ્ટીંગ દરમિયાન ટેક્નિકલ ખામીઓ અને ક્ષતિઓનું મૂલ્યાંકન કરીને તેને દુર કરવાનો પ્રયાસ કરાશે સાથે સાથે એટીસી અને નેવિગેશન કન્ટ્રોલ સિસ્ટમની મદદથી ફલાઈટનું ટેસ્ટીંગ કરવામાં આવ્યું હતું. ઈન્ટરનેશનલ એરપોર્ટમાં આ ટેસ્ટીંગની મદદથી એરપોર્ટ ખુલ્લુ મુકવાના દ્રાર ખુલી ગયા છે. આ ઉપરાંત ટ્રાફિક ક્ષેત્રે રાજકોટને મોટી ભેટ મળવા જઈ રહી છે. રવિવારે (05.03.23) મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે ગોંડલ ચોકડી બ્રિજ લોકો માટે ખુલ્લો મુકવામાં આવશે.

ઈન્ટરનેશનલ એરપોર્ટ એપ્રિલમાં ખુલ્લુ મુકાશે- કલેક્ટર

આ અંગે રાજકોટ જિલ્લા કલેક્ટર અરૂણ મહેશ બાબુએ કહ્યું હતું કે રાજકોટ માટે આજનો દિવસ ઐતિહાસિક છે. આજે 3 કિલોમીટર લાંબા રન વે પર ફલાઈટનું ટેસ્ટીંગ સફળતા પૂર્વક થઈ ગયું છે. દિલ્લીથી આવેલી ટીમ દ્વારા આ રન વેમાં જોવા મળતી ટેક્નિકલ ક્ષતિઓ અને ત્રુટીઓનો અભ્યાસ કરવામાં આવશે.

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

આ ટેસ્ટીંગ બે દિવસ સુધી ચાલનાર છે. સાથે સાથે ઈન્ટરનેશનલ એરપોર્ટમાં ફાયર સ્ટેશન, ટર્મિનલ સહિતની તમામ કામગીરી માર્ચ મહિનાના અંત સુધીમાં પૂર્ણ થઈ જશે. એપ્રિલ મહિનામાં કેન્દ્ર સરકાર વિવિધ વિભાગો સાથે સંકલન કરીને આ એરપોર્ટને ખુલ્લુ મુકવાની તારીખ નિશ્વિત કરશે.

વેપાર ઉઘોગ અને પર્યટન ક્ષેત્રે મોટી ક્રાંતિ

રાજકોટમાં હાલમાં ડોમેસ્ટીક ફલાઇટ માટેનું એરપોર્ટ આવેલું છે. દિલ્લી, મુંબઇ, ગોવાની સાથે સાથે હવે અહીંથી જયપુર અને ઇન્દોરની ફલાઇટ પણ શરૂ થવાની છે ત્યારે રાજકોટનો પર્યટન ક્ષેત્રે વિકાસ થશે તેની સાથે સાથે ઇન્ટરનેશનલ એરપોર્ટ આવવાને કારણે ઇન્ટરનેશનલ ફલાઇટો પણ અહીંથી ઉડાન ભરશે જેનાથી સૌરાષ્ટ્રના વેપાર ઉધોગને બુસ્ટ મળશે. સાથે-સાથે પર્યટન ક્ષેત્રે પણ એક મોટી ક્રાંતિ થશે. આ એરપોર્ટ ગુજરાતનું સૌથી મોટું એરપોર્ટ બનવા જઇ રહ્યું છે.

પાંચ વર્ષે ગોંડલ રોડ બ્રિજ તૈયાર

રાજકોટથી ગોંડલ કે સોમનાથ તરફ જવું હોય તો ગોંડલ ચોકડી દરેક વાહનચાલક માટે માથાનો દુ:ખાવો બનતી હોય છે. છેલ્લા પાંચ વર્ષથી અહીં બ્રિજનું કામ ચાલતું હોવાને કારણે વાહનચાલકો માટે માથાનો દુખાવો બની ગયું હતું. જો કે હવે આ મુશ્કેલીનો અંત આવ્યો છે. 5 માર્ચના રોજ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે આ બ્રિજને ખુલ્લો મુકવામાં આવશે.

આ પણ વાંચો: Gujarati Video : રાજકોટને એપ્રિલ મહિનામાં મળશે ઇન્ટરનેશનલ એરપોર્ટ, PM મોદીના હસ્તે થઈ શકે છે લોકાર્પણ

આ બ્રિજ શરૂ થવાને કારણે અમદાવાદથી ગોંડલ સોમનાથ તરફ જવા ઈચ્છુક લોકોએ શહેરમાં પ્રવેશ નહીં કરવો પડે સીધા જ આ ઓવરબ્રિજથી તેઓ બાયપાસ થઈ શકશે. આ ઉપરાંત ઔધોગિક વિસ્તાર શાપરમાં જતા લોકો માટે પણ હવે ટ્રાફિકની કોઈ સમસ્યા નહીં રહે. જિલ્લા કલેક્ટર અરૂણ મહેશ બાબુએ કહ્યું હતું કે આ બ્રિજ એક પિલર પર તૈયાર કરેલો નમૂનેદાર બ્રિજ છે. આ બ્રિજને ખુલ્લુ મુકાતા લાખો વાહનચાલકોને ટ્રાફિકની સમસ્યામાંથી મુક્તિ મળશે જ્યારે બ્રિજની નીચે સૌરાષ્ટ્રની ઝાંખી દર્શાવતું બ્યુટિફિકેશન પણ કરવામાં આવશે.

g clip-path="url(#clip0_868_265)">