આનંદોઃ ઉનાળામાં રાજકોટનું જળસંકટ થશે દૂર, સૌની થકી નર્મદાના પાણી પહોંચ્યાં આજી ડેમમાં

|

Feb 22, 2022 | 4:36 PM

આજે ધોળીધજા ડેમ ખાતેથી ત્રંબા થઇને નર્મદાના પાણી આજી ડેમ સુધી પહોંચાડવામાં આવી રહ્યા છે, શરૂઆતના તબક્કે 750 એમસીએફટી પાણી નર્મદામાં ઠાલવવામાં આવશે જેથી ચોમાસામાં કોઇ મુશ્કેલી નહિ પડે

આનંદોઃ ઉનાળામાં રાજકોટનું જળસંકટ થશે દૂર, સૌની થકી નર્મદાના પાણી પહોંચ્યાં આજી ડેમમાં
ઉનાળામાં રાજકોટનું જળસંકટ થશે દૂર, સૌની થકી નર્મદાના પાણી પહોંચ્યાં આજી ડેમમાં

Follow us on

રાજકોટ (Rajkot) માં મર્યાદિત પાણીના સ્ત્રોત હોવાને કારણે ફેબ્રુઆરીના અંત સુધીમાં પાણી વિતરણ વ્યવસ્થા નર્મદા આધારિત થઇ જાય છે. આ વર્ષે પણ સમય સર નર્મદાનું પાણી ન પહોંચાડવામાં આવ્યું હોત તો શહેરમાં જળસંકટ ઉભું થાય તેવી સ્થિતિ ઉભી થઇ હતી. જો કે રાજ્ય સરકારે રાજકોટ મહાનગરપાલિકાની માંગને સ્વીકારીને આજી ડેમમાં નર્મદાના નીર ઠાલવવાની શરૂઆત કરી દીધી છે.

આજે ધોળીધજા ડેમ ખાતેથી ત્રંબા થઇને નર્મદાના પાણી આજી ડેમ સુધી પહોંચાડવામાં આવી રહ્યા છે. શરૂઆતના તબક્કે 750 એમસીએફટી પાણી નર્મદામાં ઠાલવવામાં આવશે જેથી ચોમાસામાં કોઇ મુશ્કેલી નહિ પડે.આજી બાદ 350 એમસીએફટી પાણીનો જથ્થો ન્યારી ડેમમાં પણ ઠાલવવામાં આવશે.

ચોમાસા સુધીનું જળસંકટ થયું દૂર-મેયર

આ અંગે મેયરે કહ્યું હતું કે રાજકોટની પાણીની સ્થિતિ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને માહિતગાર કરવામાં આવ્યા હતા અને નર્મદાના નીરની માંગ કરવામાં આવી હતી જેને લઇને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ત્વરિત નિર્ણય લઇને રાજકોટને નર્મદાના નીર પહોંચાડવાની શરૂઆત કરવામાં આવી છે. બુધવાર સુધીમાં આ પાણી આજી ડેમમાં પહોંચી જશે. આ પાણી આવવાથી ચોમાસા સુધી નિયમીત 20 મિનીટ પાણી આપી શકાશે.આ પાણી આવવાથી શહેરનું જળસંકટ હળવું થયું છે.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

90 લાખના બિલની સિંચાઇ વિભાગે ઉઘરાણી કરી હતી

નર્મદાના નીરની માંગણી મુકતાની સાથે જ સિંચાઇ વિભાગ દ્રારા 90 લાખ રૂપિયાના બિલની ઉધરાણી કરવામાં આવી છે. કેનાલ મારફતે પહોંચાડવામાં આવતા પાણીનો ચાર્જ અને તેના વ્યાજની રકમ મળીને કુલ 90 લાખ રૂપિયા થાય છે. સૂત્રોના કહેવા પ્રમાણે આ વર્ષે પાણી મળે તે પહેલા ભુતકાળનું બિલ ચુકતે કરવા કહેવામાં આવ્યું છે. જો કે સરકારે પાણીનું બિલ વહિવટી પ્રક્રિયા હોવાનું જણાવ્યું છે.

આજીમાં 10 માર્ચ સુધી ચાલે તેટલું જ પાણી, 1050 એમસીએફટી પાણીની માંગ

રાજકોટને પાણી પુરૂ પાડતા આજી 1 ડેમમાં 355 એમસીએફટી પાણીનો જથ્થો છે જે 10 માર્ચ સુધી ચાલશે. ન્યારી 1 ડેમમાં 845 એમસીએફટી પાણીનો જથ્થો છે જે 30 જૂન સુધી ચાલે તેટલો પાણીનો જથ્થો છે જ્યારે ભાદર 1 ડેમમાં 31 જુલાઇ સુધી ચાલે તેટલું પાણી છે. રાજ્ય સરકાર પાસેથી મનપાએ 1050 એમસીએફટી પાણીનો જથ્થાની માંગ છે જેમાં 700 એમસીએફટી પાણી આજી 1 ડેમમાં અને 350 એમસીએફટી પાણી ન્યારી 1 ડેમમાં ઢાલવવાની માંગ કરી છે.

આ પણ વાંચોઃ ખાદ્ય તેલમાં એક જ દિવસમાં રુપિયા 20થી 40 સુધીનો વધારો, સીંગતેલના ડબ્બાનો ભાવ 2400 રુપિયા નજીક પહોંચ્યો

આ પણ વાંચોઃ Ahmedabad: વૈષ્ણોદેવી મંદિર પાસેના વિસ્તારમાં કન્સ્ટ્રક્શન સાઈટ પર દિવાલ ધરાશાયી, બેથી ત્રણ કાર બેઝમેન્ટ પાર્કિંગના ખાડામાં ગરકાવ થઈ ગઈ

Next Article