Ahmedabad: વૈષ્ણોદેવી મંદિર પાસેના વિસ્તારમાં કન્સ્ટ્રક્શન સાઈટ પર દિવાલ ધરાશાયી, બેથી ત્રણ કાર બેઝમેન્ટ પાર્કિંગના ખાડામાં ગરકાવ થઈ ગઈ

Ahmedabad: વૈષ્ણોદેવી મંદિર પાસેના વિસ્તારમાં કન્સ્ટ્રક્શન સાઈટ પર દિવાલ ધરાશાયી, બેથી ત્રણ કાર બેઝમેન્ટ પાર્કિંગના ખાડામાં ગરકાવ થઈ ગઈ

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 22, 2022 | 9:57 AM

નવા બિલ્ડીંગના બાંધકામ સંદર્ભે બેઝમેન્ટ પાર્કિંગ બનાવવાની કામગીરી ચાલી રહી હતી, જેમાં બાજુના બિલ્ડિંગની દિવાલ ધરાશાયી થતાં તેમના બેઝમેન્ટમાં પાર્ક કરાયેલી કેટલીક ગાડીઓ ખાબકી હતી.

અમદાવાદ (Ahmedabad)ના એસજી હાઈ-વે વૈષ્ણોદેવી મંદિર પાસેના વિસ્તારમાં કન્સ્ટ્રક્શન સાઈટ (Construction site) પર દિવાલ ધરાશાયી (wall collapsed)થઈ ગઈ છે. જેમાં બેથી ત્રણ કાર બેઝમેન્ટ પાર્કિંગના ખાડામાં ગરકાવ થઈ ગઈ છે. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી અને બે લોકોને બચાવી લીધા.સદનસીબે દુર્ઘટનામાં જાનહાનિ ટળી છે..

દુર્ઘટના અમદાવાદના વૈષ્ણોદેવી મંદિર પાસેના જાસ્મીન ગ્રીન-1 એપાર્ટમેન્ટની છે. જ્યાં બાજુમાં નવી કન્સ્ટ્રક્શન સાઈટ ચાલી રહી છે. બેઝમેન્ટ પાર્કિંગ માટે મોટો ખાડો ખોદવામાં આવેલો છે. તેની બાજુમાં જ જાસ્મીન ગ્રીન-1 એપાર્ટમેન્ટની દિવાલ આવેલી છે. બિલ્ડીંગના ખોદકામને કારણે ગત મોડીરાત્રે એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. જેમાં અચાનક ખાડામાં પાર્ક કરેલી ગાડીઓ ગરકાવ થઈ ગઈ હતી. એટલું જ નહીં નવી બની રહેલી બિલ્ડિંગના ખોદકામમાં બે માળ ઊંડા ખાડામાં ધડાધડ એક પછી એક કાર ખાબકતા લોકો દોડી આવ્યા હતા.

તમને જણાવી દઈએ કે અહીં નવા બિલ્ડીંગના બાંધકામ સંદર્ભે બેઝમેન્ટ પાર્કિંગ બનાવવાની કામગીરી ચાલી રહી હતી, જેમાં બાજુના બિલ્ડિંગની દિવાલ ધરાશાયી થતાં તેમના બેઝમેન્ટમાં પાર્ક કરાયેલી કેટલીક ગાડીઓ ખાબકી હતી. જ્યાં દિવાલ ધસી પડી ત્યાં અદાણી ગેસની લાઈન પણ આવેલી છે. દિવાલ સીધી જ ગેસની લાઈન પર ધસી પડી હતી. ઘટનાને લઈ ફાયર બ્રિગેડની ટીમે સંલગ્ન વિભાગો, અધિકારીઓ અને એન્જિનિયર્સને આ બાબતે જાણ કરી છે.

આ ઘટનામાં અંડરગ્રાઉન પીવાના પાણીની પાઈપલાઈનમાં ભંગાણ પણ થયું છે. આ ઘટનાની માહિતી ફાયર બ્રિગેડને મળતા કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને લોકોને રાહત થઇ હતી.

આ પણ વાંચો-

કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય-પ્રવક્તા-કાર્યકરો સહિત AAPના હોદ્દેદારો-સામાજિક આગેવાનો પણ ભાજપમાં જોડાયા

આ પણ વાંચો-

જામનગરની શોભા વધારતા લાખોટા તળાવનો અનોખો ઇતિહાસ છે, જાણો આ તળાવ કેમ ખાસ છે

g clip-path="url(#clip0_868_265)">