AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rajkot: ધોરાજીમાં વ્યાજ ખોરો સામે પોલીસ એકશનમાં, DYSP સહિતના અધિકારીઓએ લોક દરબાર યોજીને આપી માહિતી

જેતપુરના વિભાગીય પોલીસ અધિકારી રોહિતસિંહ ડોડીયાએ જણાવ્યું હતું કે જે કોઈ વ્યતિ વ્યાજના ચક્રમાં ફસાયેલી હોય તે ધોરાજી પોલીસ સ્ટેશન ખાતે 24 કલાકમાં ગમે ત્યારે આધાર પુરાવા સાથે ફરિયાદ કરી શકે છે.

Rajkot: ધોરાજીમાં વ્યાજ ખોરો સામે પોલીસ એકશનમાં,  DYSP સહિતના અધિકારીઓએ લોક દરબાર યોજીને આપી માહિતી
વ્યાજખોરીનું દૂષણ ડામવા ધોરાજીમાં આયોજિત થયો લોક દરબાર
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 06, 2023 | 2:50 PM
Share

રાજ્યમાં ગેરકાયદે રીતથી કેટલાય લોકો વ્યાજ વટાવનો ગોરખ ધંધો કરી રહ્યા છે ત્યારે હવે પોલીસે આવા લોકો સામે લાલ આંખ કરી છે અને વ્યાજખોરો સામે પગલાં લેવાનું તથા નાગરિકોને  જાગૃત કરવાનું કામ હાથ ધર્યું છે. આ અંગે રાજ્યમાં ઠેકઠેકાણે જાગૃતિ ડ્રાઇવ શરૂ થઈ છે જેથી લોકો પોલીસને ફરિયાદ કરી શકે છે. આ બાબત અંતર્ગત ધોરાજીમાં જેતપુરના વિભાગીય પોલીસ અધિકારી રોહિતસિંહ ડોડીયાની અધ્યક્ષતામાં વ્યાજ વટાવ રજૂઆત અંગે  લોક દરબાર આયોજિત થયો હતો. જેમાં ધોરાજી શહેરના વેપાર ઉદ્યોગ મહામંડળના પ્રમુખ તથા વેપારીઓ અને સામાજિક સંસ્થાના હોદ્દેદારો અને ઉદ્યોગકારો પણ ઉપસ્થિત રહ્યા હતા.

પોલીસ ફરિયાદ સામે કડક કામગીરી કરવામાં આવશે: DYSP ડોડીયા

જેતપુરના વિભાગીય પોલીસ અધિકારી રોહિતસિંહ ડોડીયાએ જણાવ્યું હતું કે જે કોઈ વ્યતિ વ્યાજના ચક્રમાં ફસાયેલી હોય તે ધોરાજી પોલીસ સ્ટેશન ખાતે 24 કલાકમાં ગમે ત્યારે આધાર પુરાવા સાથે ફરિયાદ કરી શકે છે અને ફરિયાદ મળતાની સાથે જ ધોરાજી પોલીસ દ્વારા તાત્કાલિક ધોરણે વ્યાજખોરો સામે પગલાં ભરશે તેમજ ગેર કાયદેસર રીતે વ્યાજનો ધંધો કરનાર સામે પોલીસ કડક કાર્યવાહી કરશે.

પી.આઇ. અનિરુદ્ધ સિહ ગોહિલે જણાવ્યું હતું કે વ્યાજ વટાવના કારોબારનું એક વિષચક્ર શરૂ થયું છે જેમાં નિર્દોષ નાગરિકો સામાજિક રીતે પણ પ્રતાડિત થતા હોય છે ત્યારે આવા લોકો સામે કડક પગલાં લેવામાં આવશે. વ્યાજખોરીને ડામવાના લોક દરબારના કાર્યક્રમમાં વેપાર ઉદ્યોગ મહા મંડળના આગેવાનો તેમજ સ્થાનિક વેપારીઓ અને ઉદ્યોગકારો સહિત ધોરાજીના નાગરિકો જોડાયા હતા.

લોક દરબાર બાદ વ્યાજના કારોબાર સાથે સંકળાયેલ લોકોમાં ફફડાટ

DYSP રોહિતસિંહ ડોડીયાએ જણાવ્યું હતું કે વ્યાજના વિષચક્રમાં ફસાયેલા લોકોને બહાર કાઢવા તેમજ બની બેઠેલા વ્યાજખોરો ઉપર નિયંત્રણ લાવવા ખાસ એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. ત્યારે પોલીસને એક્શનમાં આવેલી જોતા હાલ તો ધોરાજીમાં વ્યાજના વ્યવસાય સાથે સંકળાયેલ લોકોમાં ફફડાટ ફેલાયો છે.

પોલીસે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે લોકો ડરવાને બદલે કે આત્મહત્યા કરવાને બદલે પોલીસ પાસે આવે. પોલીસ ચોક્ક્સ પણે કડક પગલાં લેશે. લોક દરબારમાં વેપાર ઉદ્યોગ મહા મંડળના આગેવાનો તેમજ સ્થાનિક વેપારીઓ અને ઉદ્યોગકારો સહિત ધોરાજીના નાગરિકોએ આ બાબતને આવકારી હતી અને જણાવ્યું હતું કે આ પગલાંને કારણે વ્યાખોરીના ચક્રમાં ફસાયેલ કેટલા પરિવારોને મુક્તિ મળશે.

વિથ ઇનપુટ , હુસૈન કુુરેશી, ધોરાજી-ઉપલેટા, TV9

કેન્દ્રીય ગૃહમંત્રી અમિતશાહ પતંગબાજો સાથે પેચ લડાવતા જોવા મળ્યા
કેન્દ્રીય ગૃહમંત્રી અમિતશાહ પતંગબાજો સાથે પેચ લડાવતા જોવા મળ્યા
Breaking news : હજારો કિલો ઊંધિયુ-જલેબી ઝાપટી જશે ગુજરાતીઓ, જુઓ Video
Breaking news : હજારો કિલો ઊંધિયુ-જલેબી ઝાપટી જશે ગુજરાતીઓ, જુઓ Video
Breaking news : પંચમહાલમાં ગાઢ ધુમ્મસની ચાદર પથરાઈ
Breaking news : પંચમહાલમાં ગાઢ ધુમ્મસની ચાદર પથરાઈ
અમદાવાદમાં ઉત્તરાયણ પર્વની ઉલ્લાસભેર ઉજવણી, જુઓ VIDEO
અમદાવાદમાં ઉત્તરાયણ પર્વની ઉલ્લાસભેર ઉજવણી, જુઓ VIDEO
તમારું સ્વાસ્થ્ય એકંદરે સારું રહેશે, વ્યવસાયિક સંપર્કોમાં સુધારો થશે
તમારું સ્વાસ્થ્ય એકંદરે સારું રહેશે, વ્યવસાયિક સંપર્કોમાં સુધારો થશે
પાણીની ટાંકી તોડવા માટે ટાંકી ઉપર ચડ્યું JCB, જુઓ વીડિયો
પાણીની ટાંકી તોડવા માટે ટાંકી ઉપર ચડ્યું JCB, જુઓ વીડિયો
અમદાવાદના નામાંકિત દાસ ખમણને AMCએ માર્યું સીલ
અમદાવાદના નામાંકિત દાસ ખમણને AMCએ માર્યું સીલ
ડીસાના રામપુરમા 20 વર્ષથી પાકો રસ્તો જ નથી, નેતાઓ સામે રોષે ભરાયા લોકો
ડીસાના રામપુરમા 20 વર્ષથી પાકો રસ્તો જ નથી, નેતાઓ સામે રોષે ભરાયા લોકો
સનાતન ધર્મ અને ભારતીય સંસ્કૃતિ સૂર્ય-ચંદ્ર જેટલી અમર અને અમિટ છે
સનાતન ધર્મ અને ભારતીય સંસ્કૃતિ સૂર્ય-ચંદ્ર જેટલી અમર અને અમિટ છે
ગાંધીજીના નામથી એલર્જી હોવાથી ભાજપે મનરેગાનું નામ બદલી G RAM G કર્યું
ગાંધીજીના નામથી એલર્જી હોવાથી ભાજપે મનરેગાનું નામ બદલી G RAM G કર્યું
g clip-path="url(#clip0_868_265)">