Rajkot: સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ગર્લ્સ હોસ્ટેલમાં ટૂંકાવસ્ત્રો પર પ્રતિબંધ મુકાતા વિવાદ વકર્યો,જાણો શું છે સમગ્ર મામલો
પરિપત્રમાંથી એક નિયમ એવો હતો જે સમગ્ર સૌરાષ્ટ્રના શિક્ષણ જગતમાં ચર્ચાસ્પદ બન્યો,જે નિયમ એવો હતો કે વિદ્યાર્થિનીઓએ ગર્લ્સ હોસ્ટેલના પ્રાથનાખંડ અને ડાઇનિંગ હોલમાં ટૂંકા વસ્ત્રો નહિ પહેરી શકાય,આ નિયમની વિદ્યાર્થીનીઓમાં અલગ અલગ ચર્ચાઓ જોવા મળી જેથી TV9એ વિદ્યાર્થિનીઓ અને કુલપતિ સાથે આ અંગે વાત કરી હતી.

Rajkot: રાજકોટમાં આવેલી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના (Saurashtra University) દ્વારા શૈક્ષણિક વર્ષ 2023-24 માટે નિયમો અને માહિતી પત્રક બહાર પાડવામાં આવ્યું. જેમાં હોસ્ટેલમાં પ્રવેશ મેળવવા માટે અને પ્રવેશ મેળવ્યા બાદ વિદ્યાર્થિનીઓએ પાલન કરવાના અલગ અલગ નિયમો દર્શાવવામાં આવ્યા છે.
પરિપત્રમાંથી એક નિયમ એવો હતો જે સમગ્ર સૌરાષ્ટ્રના શિક્ષણ જગતમાં ચર્ચાસ્પદ બન્યો,જે નિયમ એવો હતો કે વિદ્યાર્થિનીઓએ ગર્લ્સ હોસ્ટેલના પ્રાથનાખંડ અને ડાઇનિંગ હોલમાં ટૂંકા વસ્ત્રો નહિ પહેરી શકાય,આ નિયમની વિદ્યાર્થીનીઓમાં અલગ અલગ ચર્ચાઓ જોવા મળી જેથી TV9એ વિદ્યાર્થિનીઓ અને કુલપતિ સાથે આ અંગે વાત કરી હતી.
“વિદ્યાર્થિનીઓ જાણે જ છે કે ક્યાં કેવા વસ્ત્રો પહેરવા”:વિદ્યાર્થિનીઓ
જ્યારે આ અંગે TV9 દ્વારા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની વિદ્યાર્થિનીઓ સાથે વાત કરી ત્યારે વિદ્યાર્થિનીઓએ જણાવ્યું કે, વિદ્યાર્થિનીઓ પોતાના ઘરે જમવા બેસે ત્યારે પણ તે ટૂંકા વસ્ત્રો નથી જ પહેરતી અને પ્રાથના ખંડની વાત રહી તો મંદિરમાં પણ વિદ્યાર્થિનીઓ અમર્યાદિત વસ્ત્રો પહેરીને નથી જતી,વિદ્યાર્થિનીઓ જાણે જ છે કે તેઓએ ક્યાં કેવા વસ્ત્રો પહેરવા,આ નિયમનો તેઓનો કોઈ વિરોધ નથી,સમર્થન જ છે પરંતુ આવા કોઈ નિયમ બહાર પાડવાની યુનિવર્સિટીએ જરૂર જ નથી.
“આ નિયમો પહેલાથી હતા જ,હવે માત્ર જાહેર કરવામાં આવ્યા”:કુલપતિ
જ્યારે આ અંગે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કાર્યકારી કુલપતિ ગિરીશ ભીમાણીને TV9 દ્વારા પૂછવામાં આવ્યું ત્યારે તેમણે જણાવ્યું કે આ નિયમો પહેલાથી યુનિવર્સિટીની હોસ્ટેલમાં છે જ,આ વખતે માત્ર પબ્લિક ડોમેઇનમાં મુકવામાં આવ્યા છે,જે રીતે આપણે મંદિરમાં ટૂંકા વસ્ત્રો નથી પહેરતા,જે રીતે આપણે જમતી વખતે ટૂંકા વસ્ત્રો નથી પહેરતા એ જ રીતની વાત છે,આ ઉપરાંત ગિરીશ ભીમાણીએ જણાવ્યું હતું કે બોયઝ હોસ્ટેલમાં પણ આવા જ નિયમો લાગુ પડશે જે પણ આવનારા સમયમાં જાહેર કરવામાં આવશે.જેથી આ અંગે કોઈ વિવાદ રહેતો નથી.
રાજકોટ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો