Surat: સાયબર ક્રાઈમ પોલીસે કરી સાયબર ગણેશની સ્થાપના, પ્રસાદમાં અપાય છે સાયબર ફ્રોડથી બચવાની ટિપ્સનું કાર્ડ, જુઓ Video

સુરતમાં સાયબર ક્રાઈમ પોલીસ (Surat Cyber ​​Crime Police) દ્વારા જન જાગૃતિ માટે અનોખું આયોજન કરવામાં આવ્યું છે, સાયબર ક્રાઈમ પોલીસ દ્વારા બોલતા સાયબર ગણેશની સ્થાપના કરવામાં આવી છે. જ્યાં લોકોને સાયબર ક્રાઈમથી બચવા શું શું તકેદારીઓ રાખવી તેની માહિતી મળશે.

Baldev Suthar
| Edited By: | Updated on: Sep 20, 2023 | 2:46 PM

Surat : ગણેશોત્સવની શરુઆત થઈ ચુકી છે, ત્યારે સુરતમાં સાયબર ક્રાઈમ પોલીસ (Surat Cyber ​​Crime Police) દ્વારા જન જાગૃતિ માટે અનોખું આયોજન કરવામાં આવ્યું છે, સાયબર ક્રાઈમ પોલીસ દ્વારા બોલતા સાયબર ગણેશની સ્થાપના કરવામાં આવી છે. જ્યાં લોકોને સાયબર ક્રાઈમથી બચવા શું શું તકેદારીઓ રાખવી તેની માહિતી મળશે.

આ પણ વાંચો-Vadodara : આગમન પહેલા વિધ્નહર્તાને જ નડ્યું વિધ્ન, રસ્તા પર પડેલા ખાડાને કારણે ગણેશજીને લઈ જતી ટ્રોલી પલટી, જુઓ Video

હાલમાં ગણેશોત્સવ શરુ થઇ ચુક્યો છે, સુરતમાં વિવિધ થીમ અને પંડાલો બનાવી શ્રીજીની સ્થાપના કરવામાં આવી છે. તો બીજી તરફ લોકોમાં જાગૃતિ આવે તે માટે સુરત સાયબર ક્રાઈમ પોલીસ દ્વારા બોલતા સાયબર ગણેશની સ્થાપના કરવામાં આવી છે. મંદિરોમાં જેવી રીતે પ્રસાદી આપવામાં આવે છે તેવી જ રીતે સાયબરમાં બિરાજમાન બોલતા ગણેશના દર્શન કરવા આવતા ભક્તોને પ્રસાદમાં એક કાર્ડ આપવામાં આવે છે. આ કાર્ડમાં સાયબરની ટીપ્સ અને QR કોર્ડ હશે. મોબાઇલમાં QR કોર્ડ સ્કેન કરશે એટલે ઓનલાઇન ચીટીંગથી કેવી રીતે બચી શકાય તેનો વિડીયો સાથે માહિતીઓ આવી જશે.

સુરત પોલીસ કમિશનર અજય કુમાર તોમરે સૌ નાગરીકોને ગણેશ ચતુર્થીની શુભકામનાઓ આપતા જણાવ્યું હતું કે, સુરત સિટી સાયબર ક્રાઈમ પોલીસ દ્વારા ગણેશ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ભગવાન શ્રી ગણેશ બધા નાગરિકોને સાયબર ક્રાઈમથી બચવા માટે કઈ કઈ તકેદારીઓ રાખવી તે બાબતની માહિતી આપતા જોવા મળશે. આ ઉપરાંત સાયબર ક્રાઈમ દ્વારા થતી કામગીરી અને જનજાગૃતિ માટેના તમામ સૂત્રો પણ આવરી લેવામાં આવ્યા છે.

સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
આ 5 રાશિના જાતકોને આજે પૈસાની લેવડ-દેવડમાં સાવધાની રાખે
આ 5 રાશિના જાતકોને આજે પૈસાની લેવડ-દેવડમાં સાવધાની રાખે
કોલેજ કેમ્પસમાં દારૂની મહેફિલ, પોલીસે 5 સિક્યુરિટી ગાર્ડની કરી ધરપકડ
કોલેજ કેમ્પસમાં દારૂની મહેફિલ, પોલીસે 5 સિક્યુરિટી ગાર્ડની કરી ધરપકડ
સ્વામીના નવરાત્રી અંગેના બફાટથી સનાતમ ધર્મના અગ્રણીઓ થયા લાલઘુમ- Video
સ્વામીના નવરાત્રી અંગેના બફાટથી સનાતમ ધર્મના અગ્રણીઓ થયા લાલઘુમ- Video
વરસાદને લઈ અંબાલાલ પટેલની મોટી આગાહી, આ તારીખથી શરૂ થશે વરસાદી રાઉન્ડ
વરસાદને લઈ અંબાલાલ પટેલની મોટી આગાહી, આ તારીખથી શરૂ થશે વરસાદી રાઉન્ડ
ઘોડા, કાર પર ક્ષત્રાણિયોએ તલવાર સાથે કરતબ કરી ગરબે ઘૂમ્યા
ઘોડા, કાર પર ક્ષત્રાણિયોએ તલવાર સાથે કરતબ કરી ગરબે ઘૂમ્યા
સ્વામીનારાયણના વધુ એક સ્વામીએ નવરાત્રીને લઈને કર્યો વાણીવિલાસ- Video
સ્વામીનારાયણના વધુ એક સ્વામીએ નવરાત્રીને લઈને કર્યો વાણીવિલાસ- Video
ધ્રોલ તાલુકાનો મુખ્ય રોડ બન્યો બિસ્માર, સ્થાનિકોમાં રોષ
ધ્રોલ તાલુકાનો મુખ્ય રોડ બન્યો બિસ્માર, સ્થાનિકોમાં રોષ
સુરતમાંથી MD ડ્રગ્સ સાથે બે આરોપીની ધરપકડ
સુરતમાંથી MD ડ્રગ્સ સાથે બે આરોપીની ધરપકડ
ગોવાથી દ્વારકાના શિવરાજપુર પહોંચી NIWSની ટીમ
ગોવાથી દ્વારકાના શિવરાજપુર પહોંચી NIWSની ટીમ
સરગાસણ ગરબામાં બજરંગ દળ અને VHPના કાર્યકર્તાઓ સાથે તકરાર
સરગાસણ ગરબામાં બજરંગ દળ અને VHPના કાર્યકર્તાઓ સાથે તકરાર
g clip-path="url(#clip0_868_265)">