AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rajkot: લોકમેળાના સ્થળ પર ટ્રાફિક પોલીસ અને સેન્ટ્રલ GSTના અધિકારી વચ્ચે બબાલ, અધિકારીનો પિત્તો જતા કાર સ્થળ પર છોડી ચાલ્યા ગયા

Rajkot: રેસકોર્સ રોડ પર લોકમેળા નજીક ટ્રાફિક પોલીસે પોતાની ખાનગી કાર સાથે આવેલા સેન્ટ્રલ GSTના અધિકારીને રોકતા ટ્રાફિક પોલીસ અને GST અધિકારી વચ્ચે બબાલ થઈ હતી, જેમાં GST અધિકારી કાર સ્થળ પર જ છોડી જતા રહ્યા હતા.

Rajkot: લોકમેળાના સ્થળ પર ટ્રાફિક પોલીસ અને સેન્ટ્રલ GSTના અધિકારી વચ્ચે બબાલ, અધિકારીનો પિત્તો જતા કાર સ્થળ પર છોડી ચાલ્યા ગયા
GST અધિકારીની કારને કરી ટો
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 18, 2022 | 8:27 PM
Share

રાજકોટ (Rajkot)માં રેસકોર્સ ગ્રાઉન્ડ પર આયોજિત લોકમેળાના સ્થળ નજીક રોડ પર કાર લઈ જવા મામલે સેન્ટ્રલ GST અધિકારી અને સ્થાનિક પોલીસ વચ્ચે બબાલ થઈ હતી. જેમાં ટ્રાફિક પોલીસ GST અધિકારી (GST Officer)ની ખાનગી કાર અટકાવતા બંને વચ્ચે બબાલ થઈ હતી, જેમાં GST અધિકારીના સમન્સને લઈને આવ્યા હતા, પરંતુ પોલીસ અધિકારીએ સમન લીધુ ન હતુ. અંતે GST અધિકાર કાર સ્થળ પર જ મુકીને જતા રહ્યા હતા. ત્યારબાદ પોલીસ GST અધિકારીની કારને ટોઈંગ કરી હતી.

ટ્રાફિક પોલીસ  અને સેન્ટ્રલ GSTના અધિકારી વચ્ચે બબાલ

રાજકોટમાં રેસકોર્સ ગ્રાઉન્ડ પર આયોજિત લોકમેળાને લઈને કેટલાક રસ્તાઓ પર બેરિકેડ લગાવવામાં આવ્યા હતા, એ દરમિયાન જ સેન્ટ્રલ GSTના અધિકારી પોતાની ખાનગી કાર લઈને નીકળ્યા હતા. તે દરમિયાન પોલીસે તેમને અટકાવતા સેન્ટ્રલ GSTના અધિકારી અને પોલીસ વચ્ચે બોલાચાલી થઈ હતી. બંને એ એકબીજાના આઈ કાર્ડ માગ્યા હતા. જો કે આઈ કાર્ડ ન આપવાને કારણે બંને વચ્ચે બબાલ થઈ હતી, જેમાં પોલીસ અધિકારીઓએ સેન્ટ્રલ GSTના અધિકારીની કાર અટકાવી હતી.

જેને લઈને GSTના અધિકારી પોતાની કાર સ્થળ પર જ છોડીને જતા રહ્યા હતા. ત્યારબાદ ટ્રાફિક પોલીસે GSTના અધિકારીની કારને ટોઈંગ કરી હતી. આ સમગ્ર ઘટના મામલે GST અધિકારીએ ટ્રાફિક પોલીસ (Traffice Police) સામે સરકારી કામમાં અડચણરૂપ થવા બદલ સમન આપ્યુ હતુ જો કે પોલીસે આ સમન લીધુ ન હતુ. હાલ પોલીસે આ રસ્તો ખોલી નાખ્યો છે. જોકે GST અધિકારીની કારને ટો કરીને લઈ જવામાં આવી છે.

બે દિવસમાં ટ્રાફિક પોલીસ સાથે બોલાચાલીની બીજી ઘટના

આપને જણાવી દઈએ કે ગઈકાલે બુધવારે પણ રાજકોટના વેપારીઓ અને ટ્રાફિક પોલીસ વચ્ચે રેસકોર્સના રસ્તાઓ પર બેરિકેડ લગાવવાને લઈને બબાલ થઈ હતી. બે દિવસમાં ટ્રાફિક પોલીસનો આ બીજો મામલો સામે આવ્યો છે, જેમાં વેપારીઓ બાદ ટ્રાફિક પોલીસની GSTના અધિકારી સાથે બબાલ થઈ છે. આ સમગ્ર ઘટનાને પગલે GST અધિકારીએ પોલીસ વિભાગના જવાબદાર અધિકારીને સરકારી કામમાં બાધારૂપ બની તેમની ઓફિસે જતા તેમને અટકાવવામાં આવતા હોવાનું સમન આપવામાં આવ્યુ છે.

ઈનપુટ ક્રેડિટ- મોહિત ભટ્ટ- રાજકોટ

Follow Us
વાઇબ્રન્ટ નવરાત્રિ એન્ટ્રી વિવાદ: હર્ષ સંઘવીની મોટી સ્પષ્ટતા
વાઇબ્રન્ટ નવરાત્રિ એન્ટ્રી વિવાદ: હર્ષ સંઘવીની મોટી સ્પષ્ટતા
ગીર સોમનાથ: ડોળાસા-ઝાંઝરિયાને જોડતો નવો રોડ બનાવવા ગામલોકોની ઉગ્ર માગ
ગીર સોમનાથ: ડોળાસા-ઝાંઝરિયાને જોડતો નવો રોડ બનાવવા ગામલોકોની ઉગ્ર માગ
બોટાદમાં સતત ઠંડા વરસાદે કપાસના પાકને પહોંચાડ્યુ ભારે નુકસાન- Video
બોટાદમાં સતત ઠંડા વરસાદે કપાસના પાકને પહોંચાડ્યુ ભારે નુકસાન- Video
મહેસાણા: કડીના નંદાસણ પાસે કેમિકલયુક્ત પાણીથી ખેતી-આરોગ્ય જોખમમાં
મહેસાણા: કડીના નંદાસણ પાસે કેમિકલયુક્ત પાણીથી ખેતી-આરોગ્ય જોખમમાં
મનસુખ વસાવાએ ભ્રષ્ટાચાર અને પક્ષ શિસ્ત સામે કરી લાલ આંખ
મનસુખ વસાવાએ ભ્રષ્ટાચાર અને પક્ષ શિસ્ત સામે કરી લાલ આંખ
વડોદરામાં જાહેર રસ્તા પર ચેન સ્નેચિંગની ઘટના, CCTV આવ્યા સામે
વડોદરામાં જાહેર રસ્તા પર ચેન સ્નેચિંગની ઘટના, CCTV આવ્યા સામે
આજનું ભારત આતંકવાદનો જડબાતોડ જવાબ આપે છે, મન કી બાતમાં બોલ્યા PM મોદી
આજનું ભારત આતંકવાદનો જડબાતોડ જવાબ આપે છે, મન કી બાતમાં બોલ્યા PM મોદી
પરિવારમાં આવશે ખુશીના સમાચાર, જાણો આજનું રાશિફળ
પરિવારમાં આવશે ખુશીના સમાચાર, જાણો આજનું રાશિફળ
ફૂડ સેફ્ટી નિયમોનું પાલન જરૂરી: FDA કમિશનર તુકારામ મુંઢે
ફૂડ સેફ્ટી નિયમોનું પાલન જરૂરી: FDA કમિશનર તુકારામ મુંઢે
મકરબા બ્રિજની ખામીયુક્ત ડિઝાઇનથી ભારે ટ્રાફિકજામ
મકરબા બ્રિજની ખામીયુક્ત ડિઝાઇનથી ભારે ટ્રાફિકજામ
g clip-path="url(#clip0_868_265)">