Rajkot: ઇન્ટરનેશનલ એરપોર્ટથી સૌરાષ્ટ્રના 30 હજાર ઉઘોગોને સીધો જ ફાયદો થશે : ચેમ્બર ઓફ કોમર્સ
ઇન્ટરનેશનલ એરપોર્ટને કારણે પ્રવાસન ક્ષેત્રે મોટી ક્રાંતિ થઇ રહી છે.તેની સાથે સાથે કાર્ગો ટર્મિનલ થવાને કારણે માલસામનની નિકાસ પણ સહેલાઇથી થઇ શકશે.ખાસ કરીને ઇમિટેશન જ્વેલરી અને સિરામીક ઉધોગકારો પોતાની પ્રોડક્ટ વિદેશમાં સહેલાઇથી મોકલી શકશે, આ ઉપરાંત ખેડૂતો પણ પોતાનું ઉત્પાદન હવે રાજકોટથી સીધું જ વિદેશ મોકલી શકશે
Rajkot: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ(PM Modi) રાજકોટ-અમદાવાદ હાઇ-વે પર 1405 કરોડ રૂપિયાના ખર્ચે ઇન્ટરનેશનલ એરપોર્ટનું (Rajkot Internationa Airport)લોકાર્પણ કર્યું છે.ગુજરાતના પ્રથમ ગ્રિનફિલ્ડ એરપોર્ટને લઇને સૌરાષ્ટ્રમાં ટુરિઝમ અને ઔધોગિક ક્ષેત્રે મોટી ક્રાંતિ થવાની છે.કેન્દ્ર સરકારની આ ભેટને ચેમ્બર ઓફ કોમર્સે આવકારી હતી.આ એરપોર્ટથી વિદેશ વેપારને વેગ મળશે.
સૌરાષ્ટ્રના 30 હજારથી વધારે નાના મોટા ઉધોગકારો-એક્સપોર્ટરોને સીધો ફાયદો થશે.આ ઉપરાંત કાર્ગો ટર્મિનલથી નિકાસકારોને મોટો ફાયદો થશે તેવો દાવો કર્યો હતો.
સમયની બચત થશે,વિદેશી ડેલિગેશન વધુ આવશે-વી.પી.વૈષ્ણવ
ઇન્ટરનેશનલ એરપોર્ટ અંગે રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના પ્રમુખ વી પી વૈષ્ણવે કહ્યું હતું કે સૌરાષ્ટ્રના ઉધોગકારોને લાભ મળે તે માટે વર્ષોથી ચેમ્બર ઓફ કોમર્સે કેન્દ્ર સરકારને ઇન્ટરનેશનલ એરપોર્ટ માટેની માંગણી મૂકી હતી જેના કારણે વર્ષ 2017માં એરપોર્ટનું ખાતમુર્હત કર્યું હતું અને 2023માં તેનું લોકાર્પણ થઇ રહ્યું છે.સૌરાષ્ટ્રના ઉધોગ માટે આ ક્રાંતિકારી પગલું છે.
અત્યાર સુધી રાજકોટના ઉધોગકારોને વિદેશ જવું હોય તો અમદાવાદ અને મુંબઇથી ફલાઇટ લેવી પડતી હતી જેના કારણે એક થી બે દિવસના સમયનો વ્યય થતો હતો જો કે ઘરઆંગણે આંતરરાષ્ટ્રીય ફલાઇટ શરૂ થતા વિદેશી ડેલિગેશન રાજકોટ ઝડપથી આવશે જેના કારણે સૌરાષ્ટ્રના ઉઘોગકારોને ફાયદો થશે.
સૌરાષ્ટ્રના આ ઉધોગોને થશે સૌથી વધુ ફાયદો
સૌરાષ્ટ્ર એ મઘ્યમ અને સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝનું હબ છે.અહીં રાજકોટનો એન્જિનીયરીંગ,ઓટોમોબાઇલ્સ અને ઇમિટેશનની માર્કેટ આવેલી છે.મોરબી અને થાનનો સિરામીક ઉઘોગ,જામનગરનો બ્રાસ ઉઘોગ કે જેઓના વ્યાપારી વ્યવહારો વિદેશ સાથે જોડાયેલા છે.આ ઉધોગકારોને રાજકોટના ઇન્ટરનેશન એરપોર્ટ આવવાથી ટ્રાન્સપોર્ટેશન સહેવું પડશે.વિદેશથી ઉધોગકારો સાથેનો સંપર્ક વધશે અને વધારેમાં વધારે ડેલિગેશન આવશે.જેના કારણે હોટેલ ઉધોગને પણ પ્રોત્સાહન મળશે અને રોજગારીની નવી તકો ઉભી થશે.
કાર્ગો ટર્મિનલથી નિકાસને પ્રોત્સાહન
ઇન્ટરનેશનલ એરપોર્ટને કારણે પ્રવાસન ક્ષેત્રે મોટી ક્રાંતિ થઇ રહી છે.તેની સાથે સાથે કાર્ગો ટર્મિનલ થવાને કારણે માલસામનની નિકાસ પણ સહેલાઇથી થઇ શકશે.ખાસ કરીને ઇમિટેશન જ્વેલરી અને સિરામીક ઉધોગકારો પોતાની પ્રોડક્ટ વિદેશમાં સહેલાઇથી મોકલી શકશે, આ ઉપરાંત ખેડૂતો પણ પોતાનું ઉત્પાદન હવે રાજકોટથી સીધું જ વિદેશ મોકલી શકશે.
રાજકોટ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો