AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rajkot : હરિભક્તે પ્રમુખસ્વામી બાપાની શતાબ્દી ઉજવણીને લઇને બનાવ્યું 108 ફૂટનું કાર્ડ,13 ભાષાનો કાર્ડમાં ઉલ્લેખ

અમદાવાદ ખાતે બીએપીએસ સ્વામીનારાયણ સંપ્રદાય દ્રારા પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજનો શતાબ્દી મહોત્સવ ચાલી રહ્યો છે ત્યારે વિશ્વભરના હરિભક્તોમાં આ શતાબ્દિ મહોત્સવને લઇને ઉત્સાહ અને ઉમંગ જોવા મળી રહ્યો છે.સ્વામીજીના મહોત્સવને લઇને રાજકોટવા એક હરિભક્તે 108 ફૂટનું કાર્ડ તૈયાર કર્યું છે જે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.

Rajkot : હરિભક્તે પ્રમુખસ્વામી બાપાની શતાબ્દી ઉજવણીને લઇને બનાવ્યું 108 ફૂટનું કાર્ડ,13 ભાષાનો કાર્ડમાં ઉલ્લેખ
Rajkot Pramuksh Swami Shatabdi Utsav Card
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 16, 2022 | 6:00 PM
Share

અમદાવાદ ખાતે બીએપીએસ સ્વામીનારાયણ સંપ્રદાય દ્રારા પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજનો શતાબ્દી મહોત્સવ ચાલી રહ્યો છે ત્યારે વિશ્વભરના હરિભક્તોમાં આ શતાબ્દિ મહોત્સવને લઇને ઉત્સાહ અને ઉમંગ જોવા મળી રહ્યો છે.સ્વામીજીના મહોત્સવને લઇને રાજકોટવા એક હરિભક્તે 108 ફૂટનું કાર્ડ તૈયાર કર્યું છે જે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.આ કાર્ડમાં અલગ અલગ 13 ભાષાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

કાર્ડની લંબાઇ 108 ફૂચ,205 ફોટા અને 13 ભાષાનો ઉલ્લેખ છે કાર્ડનું આકર્ષણનું કેન્દ્ર

રાજકોટમાં રહેતા સુરેશભાઇ રતનેશ્વરે આ કાર્ડ તૈયાર કર્યું છે.સુરેશભાઇએ કહ્યું હતું કે પ્રમુખસ્વામી જેવા સંતનું કાર્ડ તૈયાર કરવું એક ગર્વની વાત છે.પ્રમુખ સ્વામી મહારાજના જીવન આધારીત તૈયાર કરવામાં આવેલા કાર્ડની કુલ લંબાઇ 108 ફૂટની છે.આ કાર્ડમાં કુલ 205 જેટલા ફોટો રાખવામાં આવ્યા છે જે ફોટામાં પ્રમુખસ્વામી મહારાજના જન્મથી લઇને તેના સેવાકીય પ્રવૃતિઓ સુધીના તમામ ફોટોનો સમાવેશ કરાયો છે.આ કાર્ડમાં ૧૩ અલગ અલગ ભાષાનો ઉપયોગ કરાયો છે જેમાં સ્વામીજીના વિચારો રજૂ કરવામાં આવ્યા છે.આ કાર્ડ તૈયાર કરવામાં ૪૫ દિવસનો સમય લાગ્યો છે.

આ કાર્ડ મહોત્સવમાં સમર્પિત કરાશે

સુરેશભાઇએ તૈયાર કરેલા આ આકર્ષક કાર્ડને અમદાવાદ ખાતે ચાલી રહેલા પ્રમુખ સ્વામી શાતબ્દિ મહોત્સવમાં સમર્પિત કરાશે.સુરેશભાઇ આ મહોત્સવમાં સેવા આપવા જવાના છે ત્યારે આ કાર્ડ સોંપવામાં આવશે.પ્રમુખ સ્વામી મહારાજ અનેક લોકોના જીવનના પ્રેરણા સ્રોત બન્યા છે.અનેક લોકોના જીવનમાં તેમના વિચારોથી પરિવર્તન આવ્યું છે અને એટલા માટે જ આજે જયારે શતાબ્દિ મહોત્સવ ચાલી રહ્યો હોય ત્યારે દરેક હરિભક્તના હ્રદયમાં ઉમળકો જોવા મળી રહ્યો છે.પ્રમુખસ્વામી બાપા પ્રત્યેની અપાર શ્રધ્ધા જોવા મળી રહી છે.

અમદાવાદમાં 14  ડિસેમ્બરના રોજ બીએપીએસના  છઠ્ઠા આધ્યાત્મિક ગુરૂ મહંત સ્વામી તેમજ વડાપ્રધાન  નરેન્દ્ર મોદીએ આ મહોત્સવનું ઉદ્ધાટન કર્યું હતું. એક મહિના સુધી 15 ડિસેમ્બરથી શરૂ થઈ 15 જાન્યુઆરી સુધી આ મહોત્સવ ચાલશે. અહીં વિશાળ સંખ્યામાં BAPSના સ્વયંસેવકો સેવારત છે. 600 એકરમાં ફેલાયેલુ પ્રમુખ સ્વામી નગરને 80 હજારથી વધુ સ્વયંસેવકોએ તૈયાર કર્યુ છે.

અમદાવાદના વિવિધ સ્થળેથી ત્યાં કેવી રીતે પહોંચી શકાશે તેની વિગતો બીએપીએસ સંસ્થા દ્વારા પણ આપવામાં આવી છે. જેમાં પ્રાઇવેટ વાહનો દ્વારા આવતા દર્શનાર્થીઓ અને મુલાકાતીઓ માટે પાર્કિંગ અને પ્રવેશ તેમજ સિટી બસ દ્વારા આવતા વાહનો માટેની પણ જાણકારી આપવામાં આવી છે. સાથે સંસ્થા દ્વારા એક વિશેષ માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે  સાથે જ psm100  Nagar નામની એપ્લિકેશન ડાઉનલોડ કરીને આ  એપ્લિકેશનના  માર્ગદર્શન દ્વારા દર્શનાર્થીઓ તેમજ  મુલાકાતીઓ મહોત્સવ સ્થળ સુધી સીધા જ પહોંચી શકશે.

Follow Us
અમદાવાદની IDP સ્કૂલમાં પૂર્વ શિક્ષિકા સાથે ગેરવર્તન, વીડિયો વાયરલ
અમદાવાદની IDP સ્કૂલમાં પૂર્વ શિક્ષિકા સાથે ગેરવર્તન, વીડિયો વાયરલ
ગુજરાત અને મુંબઈમાં આ તારીખથી પડશે ચોમાસાનો વરસાદ, અંબાલાલની આગાહી
ગુજરાત અને મુંબઈમાં આ તારીખથી પડશે ચોમાસાનો વરસાદ, અંબાલાલની આગાહી
ગીર સોમનાથ: કુવામાં સફાઈ દરમિયાન બે મજૂર દટાયા, એકનું મોત
ગીર સોમનાથ: કુવામાં સફાઈ દરમિયાન બે મજૂર દટાયા, એકનું મોત
આટલા દિવસ બાદ કેમ સુરત મનપાએ કહ્યું કે ડિમોલેશન તેમણે કર્યું !
આટલા દિવસ બાદ કેમ સુરત મનપાએ કહ્યું કે ડિમોલેશન તેમણે કર્યું !
સુરતમાં શાળા સ્થળાંતરનો વિવાદ ઉગ્ર, વાલીઓ અને વિદ્યાર્થીઓ ઉપવાસ પર
સુરતમાં શાળા સ્થળાંતરનો વિવાદ ઉગ્ર, વાલીઓ અને વિદ્યાર્થીઓ ઉપવાસ પર
ખેડૂતો સાથે છેતરપિંડી કરનારાઓ સામે રાજ્ય સરકારની ચેતવણી
ખેડૂતો સાથે છેતરપિંડી કરનારાઓ સામે રાજ્ય સરકારની ચેતવણી
સાંજના સમયે થશે અચાનક આર્થિક લાભ, બાળકોની સિદ્ધિથી પરિવારમાં ખુશી
સાંજના સમયે થશે અચાનક આર્થિક લાભ, બાળકોની સિદ્ધિથી પરિવારમાં ખુશી
મહુવા હોસ્પિટલની બેદરકારી, દિવાલની ટાઈલ્સ તૂટીને બેડ પર પડી
મહુવા હોસ્પિટલની બેદરકારી, દિવાલની ટાઈલ્સ તૂટીને બેડ પર પડી
રાજકોટ સિવિક સેન્ટરમાં જન્મ મરણના દાખલા માટે થયો હોબાળો
રાજકોટ સિવિક સેન્ટરમાં જન્મ મરણના દાખલા માટે થયો હોબાળો
બે મહિલા પોલીસકર્મી લાંચ લેતા રંગેહાથ ઝડપાઈ
બે મહિલા પોલીસકર્મી લાંચ લેતા રંગેહાથ ઝડપાઈ
g clip-path="url(#clip0_868_265)">