AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rajkot : રેસકોર્ષ ગ્રાઉન્ડમાં આજથી થશે લોકમેળાનો પ્રારંભ, 1300થી વધારે પોલીસ જવાનો બંદોબસ્તમાં હાજર, રાઇડ્ઝ માટે દરરોજ લેવું પડશે ફિટનેસ સર્ટિફિકેટ

રાજકોટના રેસકોર્ષ ગ્રાઉન્ડમાં આજથી લોકમેળાનો પ્રારંભ થશે. આજથી શરુ થતા લોકમેળામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવશે. આ સાથે જ રાજકોટના જન્માષ્ટમી લોકમેળામાં લાગેલી રાઇડ્ઝ માટે દરરોજ ફિટનેસ સર્ટિફિકેટ લેવું પડશે. લોકોની સુરક્ષાના કારણે તંત્રએ આ મોટો નિર્ણય લીધો છે. જો કે, હજુ મોટી રાઇડ્સને ફિટનેસ સર્ટિફિકેટ મળ્યું નથી. મહત્વનું છે કે, આજે મેળાનો પ્રારંભ કરવામાં આવશે.

Rajkot : રેસકોર્ષ ગ્રાઉન્ડમાં આજથી થશે લોકમેળાનો પ્રારંભ, 1300થી વધારે પોલીસ જવાનો બંદોબસ્તમાં હાજર, રાઇડ્ઝ માટે દરરોજ લેવું પડશે ફિટનેસ સર્ટિફિકેટ
Rajkot
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 05, 2023 | 2:10 PM
Share

Rajkot : રાજકોટના રેસકોર્ષ ગ્રાઉન્ડમાં આજથી લોકમેળાનો પ્રારંભ થશે. આજથી શરુ થતા લોકમેળામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવશે. આ સાથે જ રાજકોટના જન્માષ્ટમી લોકમેળામાં લાગેલી રાઇડ્ઝ માટે દરરોજ ફિટનેસ સર્ટિફિકેટ લેવું પડશે. લોકોની સુરક્ષાના કારણે તંત્રએ આ મોટો નિર્ણય લીધો છે. જો કે, હજુ મોટી રાઇડ્સને ફિટનેસ સર્ટિફિકેટ મળ્યું નથી. મહત્વનું છે કે, આજે મેળાનો પ્રારંભ કરવામાં આવશે. રેસકોર્ષ ગ્રાઉન્ડમાં શરૂ થનાર લોકમેળામાં 10 લાખ લોકો મુલાકાત લે તેવી શક્યતા છે. અને તે માટે તંત્રએ તૈયારીઓ પણ પૂર્ણ કરી દીધી છે. પોલીસ કમિશનરે આને લઇ એક જાહેરનામું પણ બહાર પાડ્યું છે.

આ પણ વાંચો : Rajkot:  જન્માષ્ટમીના લોકમેળાની તડામાર તૈયારીઓ શરૂ, પ્રથમવાર મેળામાં કંટ્રોલરૂમના કર્મચારીઓને અપાશે વોકીટોકી સેટ

આ જાહેરનામાં અનુસાર રેસકોર્ષ ફરતે આજથી 5 દિવસ માટે વાહનના પ્રવેશ પર પ્રતિબંધ મુકી દીધો છે. જો કે, એમ્બ્યુલન્સ, સબવાહિની, ફાયરબ્રિગેડ અને સરકારી વાહનોને આ પ્રતિબંધમાંથી મુક્તિ આપવામાં આવી છે. એટલું જ નહિં લોકમેળામાં રાત્રે 10 કલાક સુધી જ લાઉડ-સ્પીકરનને મંજુરી આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, મેળામાં 44 જેટલી નાની-મોટી રાઈડ્સ લોકોના આકર્ષણનું કેન્દ્ર બની રહેશે. આયોજકોએ 4 કરોડનો વીમો પણ ઉતાર્યો છે. આ વખતે પ્રથમ વખત આરોગ્ય વિભાગનો ખાસ ડોમ તૈયાર કરાયો છે. ઇમરજન્સી અથવા અકસ્માત સમયે તબીબોની ટીમ સ્ટેન્ડબાય રાખવામાં આવી છે.

મેળામાં સુરક્ષાનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે. અલગ અલગ વોચ ટાવર, સીસીટીવી કેમેરા અને ખાનગી ડ્રેસમાં પોલીસ તૈનાત કરવામાં આવશે. 18 વોચ ટાવર પર કેમેરામેન રાખવામાં આવશે. તેમજ 1300 થી વધારે પોલીસ જવાનો બંદોબસ્ત કરવામાં આવી છે. 100 ખાનગી સિક્યોરીટી ગાર્ડ પણ બંદોબસ્ત કરવામાં આવશે. 550 થી વધુ સુરક્ષાકર્મીઓ સુરક્ષા માટે બંદોબસ્ત રહેશે. 2 ACP, 6 પીઆઇ, 37 પીએસઆઇ ખડેપગે રહેશે.123 કોન્સ્ટેબલ, 44 મહિલા પોલીસકર્મી, 133 હોમગાર્ડ જવાન, 178 SRP જવાનો પણ ખડેપગે રહેશે. આ સાથે જ મહિલાઓની સુરક્ષા માટે SHE ટીમ પણ બંદોબસ્ત રાખવામાં આવશે.

રાજકોટ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
g clip-path="url(#clip0_868_265)">