AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rajkot:  જન્માષ્ટમીના લોકમેળાની તડામાર તૈયારીઓ શરૂ, પ્રથમવાર મેળામાં કંટ્રોલરૂમના કર્મચારીઓને અપાશે વોકીટોકી સેટ

Rajkot: રાજકોટમાં જન્માષ્ટમીના લોકમેળાની તડામાર તૈયારીઓ ચાલી રહી છે.દર વર્ષે રાજકોટ અને આસપાસના ગામોમાંથી લાખો લોકો આ મેળાને માણવા ઉમટી પડે છે, એક અંદાજ મુજબ દર વર્ષે સૌરાષ્ટ્રભરમાંથી 10 લાખ જેટલા લોકો મેળો કરવા આવતા હોય છે. ત્યારે આ તમામ લોકોની સુરક્ષાને લઈને પોલીસ ખડેપગે તૈનાત રહે છે. આ વખતે આ સુરક્ષાકર્મીઓને ખાસ વોકીસેટ આપવામાં આવશે તેવો નિર્ણય કરવામાં આવ્યો છે.

Rajkot:  જન્માષ્ટમીના લોકમેળાની તડામાર તૈયારીઓ શરૂ, પ્રથમવાર મેળામાં કંટ્રોલરૂમના કર્મચારીઓને અપાશે વોકીટોકી સેટ
Ronak Majithiya
| Edited By: | Updated on: Aug 27, 2023 | 4:17 PM
Share

Rajkot: જન્માષ્ટમીના તહેવારને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે રાજકોટમાં સૌરાષ્ટ્રના સૌથી મોટા લોકમેળાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે પાંચથી 9 સપ્ટેમ્બર દરમિયાન રસરંગ જન્માષ્ટમી લોકમેળો યોજાશે. રેસકોર્સ ગ્રાઉન્ડમાં ખાણીપીણીના સ્ટોલ્સ અને રાઇડ્સ લગાવવાનું કામ શરૂ કરી દેવામાં આવ્યું છે. અન્ય રાજ્યોમાંથી અવનવી રાઈડ્સ આવી ચૂકી છે. મોટી સંખ્યામાં ખાણીપીણી અને રમકડાના સ્ટોલ્સ પણ આ લોકમેળામાં લાગશે.

44 મોટી અને 48 નાની યાંત્રિક રાઇડ મેળામાં લાગશે

લોકમેળામાં કુલ 355 સ્ટોલ અને પ્લોટની ફાળવણી કરવામાં આવી છે. જેમાં રમકડાના 178 સ્ટોલ,ખાણીપીણીના 14 સ્ટોલ,નાની ચકરડીના 48 પ્લોટ,મોટી રાઇડઝના 44,ખાણીપીણીના 37 સ્ટોલ,આઈસ્ક્રીમના 16 સ્ટોલ,ફૂડ કોર્ટના 3 પ્લોટ અને 1 પ્લોટ ટી કોર્નર માટે ફાળવવામાં આવ્યા છે.આ ઉપરાંત લોકોના મનોરંજન માટે સાંસ્કૃતિક કાર્યક્રમ માટે એક આકર્ષક ડોમ પણ બનાવવામાં આવ્યો છે. જેમાં પાંચેય દિવસ અલગ અલગ ખ્યાતનામ કલાકારો લોકોનું મનોરંજન કરશે.

1300 જેટલા પોલીસકર્મીઓ ખડેપગે રહેશે

લોકમેળામાં રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાંથી 5 દિવસમાં 10 લાખ જેટલા લોકો ઉમટે છે. જેથી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે 3 ડીસીપી,10 એસીપી,28 પીઆઈ,81 પીએસઆઈ,1067 પોલીસ કોન્સ્ટેબલ,77 એસઆરપી જવાન સહિત 1300 જેટલો પોલીસ સ્ટાફ તૈનાત રહેશે. આ ઉપરાંત 100 જેટલા ખાનગી સિક્યોરિટી જવાનો પણ ખડેપગે રહેશે. આ ઉપરાંત લોકોની સુરક્ષા રસરંગ લોકમેળાનો 4 કરોડ રૂપિયાનો વીમો પણ લેવામાં આવ્યો છે.

કંટ્રોલરૂમમાં ફરજ બજાવતા કર્મચારીઓને અપાશે વોકીટોકીના 30 સેટ

લોકમેળામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિનું સુચારુ આયોજન જળવાઈ રહે તે માટે કલેક્ટર કચેરી અંતર્ગત આવતા મુખ્ય કંટ્રોલરૂમમાં 8 કલાકની ત્રણ શિફ્ટમાં કર્મચારીઓ સતત ફરજ બજાવશે. જેમા મામલતદાર સહિતનો સ્ટાફ પણ હાજર રહેશે. આ કર્મચારીઓના નામો જિલ્લાની વિવિધ કચેરી પાસેથી મગાવવામાં આવ્યા છે. લોકમેળામાં કંટ્રોલરૂમમાં ફરજ બજાવનારા કર્મચારીઓ અત્યાર સુધી મોબાઈલ દ્વારા સંપર્ક કરતા હતા પરંતુ આ વખતે પ્રથમવાર મેળા દરમિયાન કર્મચારીઓ વોકટોકીનો પ્રયોગ કરશે. કંટ્રોલરૂમના ક્રમચારીઓને 30 વોકીટોકી સેટ આપવામાં આપવામાં આવશે. આ પ્રકારે ચારેય કંટ્રોલ રૂમમાં કર્મચારીઓ વોકીટોકી સાથે ફરજ બજાવશે

આ પણ વાંચો: Rajkot: લોકમેળા સમિતિમાંથી કલેકટરના હસ્તે મનોદિવ્યાંગ બાળકોની વિવિધ સંસ્થાઓને રૂ.15 લાખની વસ્તુઓ અર્પણ કરાઈ

દરરોજ લેવું પડશે રાઇડઝનું ફિટનેસ સર્ટિફિકેટ

અનેક વખત મેળાઓમાં રાઈડઝમાં અકસ્માત થતાં હોય છે અને લોકો જીવ ગુમાવતા હોય છે. જેથી આ લોકમેળામાં લોકોની સુરક્ષા માટે રાઈડઝની ચકાસણી માટે દરરોજ ફિટનેસ સર્ટિફિકેટ મેળવ્યા બાદ જ રાઈડઝ શરૂ કરી શકાશે. જેથી લોકોના જીવ ન જોખમાય. જો કે સદનસીબે રાજકોટના લોકમેળામાં ક્યારેય કોઈ ગંભીર ઘટના નથી બની કોઈ મોટી જાનહાનિ ક્યારેય સામે નથી આવી.આ ઉપરાંત લોકમેળામાં 4 જગ્યાએ જાહેર શૌચાલય અને 17 જગ્યાએ પાર્કિગની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.

રાજકોટ સહિત  ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us
વાલીઓ પર મોંઘવારીનો ડામ! સ્કૂલ વાન-રિક્ષાના ભાડામાં 10% નો 'વધારો'
વાલીઓ પર મોંઘવારીનો ડામ! સ્કૂલ વાન-રિક્ષાના ભાડામાં 10% નો 'વધારો'
ચેકડેમ કૌભાંડની તપાસ કરવા ગાંધીનગરની ટીમ મેદાને, અધિકારીઓ ફફડ્યા
ચેકડેમ કૌભાંડની તપાસ કરવા ગાંધીનગરની ટીમ મેદાને, અધિકારીઓ ફફડ્યા
કસૌલીના જંગલમાં લાગી ભીષણ આગ, Mi-17 હેલિકોપ્ટર લઈ મેદાને ઉતરી વાયુસેના
કસૌલીના જંગલમાં લાગી ભીષણ આગ, Mi-17 હેલિકોપ્ટર લઈ મેદાને ઉતરી વાયુસેના
Ahmedabad Breaking News : અમદાવાદમાં રાતોરાત વધ્યુ રિક્ષાભાડું!
Ahmedabad Breaking News : અમદાવાદમાં રાતોરાત વધ્યુ રિક્ષાભાડું!
બેબીસીયા વાયરસના કારણે થયા બે સિંહના મોત-અર્જુન મોઢવાડિયા
બેબીસીયા વાયરસના કારણે થયા બે સિંહના મોત-અર્જુન મોઢવાડિયા
પોતાના ઘરમાં જ જુગારખાનું ચલાવતી હતી મહિલા, સુરતમાં 7 મહિલાઓ ઝડપાઈ
પોતાના ઘરમાં જ જુગારખાનું ચલાવતી હતી મહિલા, સુરતમાં 7 મહિલાઓ ઝડપાઈ
જુનાગઢના 18 કરોડના વાઘેશ્વરી તળાવની કામગીરી પર વિપક્ષે પ્રહાર કર્યા
જુનાગઢના 18 કરોડના વાઘેશ્વરી તળાવની કામગીરી પર વિપક્ષે પ્રહાર કર્યા
Breaking News : નકલી CBI અધિકારી ઝડપાયો
Breaking News : નકલી CBI અધિકારી ઝડપાયો
યોગ અને ધ્યાનથી ચમકશે ભાગ્ય, સ્વાસ્થ્યમાં થશે મોટો સુધારો
યોગ અને ધ્યાનથી ચમકશે ભાગ્ય, સ્વાસ્થ્યમાં થશે મોટો સુધારો
કચ્છના મુંદ્રા નજીક ભંગારના ગોડાઉનમાં વિકરાળ આગ
કચ્છના મુંદ્રા નજીક ભંગારના ગોડાઉનમાં વિકરાળ આગ
g clip-path="url(#clip0_868_265)">