AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : ગોંડલમાં ખૂની ખેલ! તેલના વેપારીની દુકાનમાં જ ઘાતકી હત્યા, બાઈક પણ ગાયબ,જુઓ Video

રાજકોટ જિલ્લાના ગોંડલમાં એક તેલના વેપારીની હત્યાની ઘટનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. શહેરની ચૂનારા શેરીમાં આવેલી દુકાનમાં ઘૂસી અજાણ્યા શખ્સોએ વેપારી પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી તેમની હત્યા કરી હોવાની પ્રાથમિક વિગતો સામે આવી છે. ઘટનાને પગલે સ્થાનિક વિસ્તારમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.

Breaking News : ગોંડલમાં ખૂની ખેલ! તેલના વેપારીની દુકાનમાં જ ઘાતકી હત્યા, બાઈક પણ ગાયબ,જુઓ Video
Gondal Murder Case
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 28, 2026 | 12:46 PM
Share

રાજકોટ જિલ્લાના ગોંડલમાં એક તેલના વેપારીની હત્યાની ઘટનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. શહેરની ચૂનારા શેરીમાં આવેલી દુકાનમાં ઘૂસી અજાણ્યા શખ્સોએ વેપારી પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી તેમની હત્યા કરી હોવાની પ્રાથમિક વિગતો સામે આવી છે. ઘટનાને પગલે સ્થાનિક વિસ્તારમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.

વેપારીની દુકાનમાં હત્યા

મળતી માહિતી મુજબ, વેપારીની દુકાન સામાન્ય સમય કરતાં વધુ મોડે સુધી ખુલ્લી રહેતા આસપાસના પાડોશીઓને શંકા ગઈ હતી. આથી દુકાનમાં તપાસ કરવામાં આવતા અંદર વેપારીનો લોહીલુહાણ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. વેપારીની હત્યા થયાની જાણ થતાં જ સ્થાનિક લોકોમાં અફરાતફરી મચી ગઈ હતી અને તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી હતી.

ઘટનાની માહિતી મળતા પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યો હતો. પોલીસે દુકાનની તપાસ કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવાની કાર્યવાહી હાથ ધરી હતી. સાથે જ હત્યા કેવી રીતે અને કયા સંજોગોમાં થઈ તેની તપાસ શરૂ કરવામાં આવી છે.

પોલીસે હાથ ધરી તપાસ

આ ઘટનામાં એક ચોંકાવનારી બાબત એ પણ સામે આવી છે કે મૃતકનું બાઈક પણ ઘટનાસ્થળેથી ગાયબ હોવાનું જાણવા મળ્યું છે. આથી વેપારીની હત્યા પાછળ લૂંટનો ઇરાદો હતો કે પછી કોઈ અન્ય અદાવતના કારણે હત્યા કરવામાં આવી છે, તે દિશામાં પોલીસ તપાસ કરી રહી છે.

હાલમાં પોલીસ આસપાસના વિસ્તારોમાં લગાવેલા CCTV કેમેરાના ફૂટેજ તપાસી રહી છે. ફૂટેજના આધારે શંકાસ્પદ આરોપીઓની ઓળખ કરી તેમને ઝડપી પાડવા માટે શોધખોળ તેજ કરવામાં આવી છે. જોકે, હત્યા પાછળનું ચોક્કસ કારણ પોલીસ તપાસ પૂર્ણ થયા બાદ જ સ્પષ્ટ થશે.

આ પણ વાંચો : Breaking News : રાજકોટના જંગલેશ્વર ડિમોલેશન કેસ ગરમાયો, મનપાના રિપોર્ટમાં ભ્રષ્ટાચારનો ઉલ્લેખ ન થતા ઊઠ્યા મોટા સવાલ,જુઓ Video

Follow Us
ચોથા દિવસે પણ મૃતદેહનો સ્વીકાર નહીં, પથુભા કેસમાં પરિવારનો વિરોધ
ચોથા દિવસે પણ મૃતદેહનો સ્વીકાર નહીં, પથુભા કેસમાં પરિવારનો વિરોધ
વડોદરાની GMERS મેડિકલ કોલેજમાં રેગિંગની ઘટના! વિદ્યાર્થીઓએ કરી ફરિયાદ
વડોદરાની GMERS મેડિકલ કોલેજમાં રેગિંગની ઘટના! વિદ્યાર્થીઓએ કરી ફરિયાદ
આજનું રાશિફળ: 28 નવેમ્બરે કઈ રાશિઓએ રાખવી સાવધાની?
આજનું રાશિફળ: 28 નવેમ્બરે કઈ રાશિઓએ રાખવી સાવધાની?
બાયોમેડિકલ પ્લાન્ટ સ્થાપવા મુદ્દે મળેલી લોકસુનાવણીમાં ગામલોકોનો હોબાળો
બાયોમેડિકલ પ્લાન્ટ સ્થાપવા મુદ્દે મળેલી લોકસુનાવણીમાં ગામલોકોનો હોબાળો
ગૌમાતાના રાષ્ટ્રીય માતાનો દરજ્જો આપવાની માગ સાથે વાવ થરાદમાં પળાયો બંધ
ગૌમાતાના રાષ્ટ્રીય માતાનો દરજ્જો આપવાની માગ સાથે વાવ થરાદમાં પળાયો બંધ
ગુજરાતમાં ISIS, અલ-કાયદા અને જૈશ-એ-મોહમ્મદના મોડ્યુલનો પર્દાફાશ
ગુજરાતમાં ISIS, અલ-કાયદા અને જૈશ-એ-મોહમ્મદના મોડ્યુલનો પર્દાફાશ
Breaking News: વડોદરા: આતંકી સેહરુલ ઈસ્લામના 14 દિવસના રિમાન્ડ મંજૂર
Breaking News: વડોદરા: આતંકી સેહરુલ ઈસ્લામના 14 દિવસના રિમાન્ડ મંજૂર
ગૌમાતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપવા ગુજરાતના સંતોનું મહાઅભિયાન
ગૌમાતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપવા ગુજરાતના સંતોનું મહાઅભિયાન
અમદાવાદમાં ડેન્ગ્યૂનો ડબલ એટેક! બે મહિનામાં 700થી વધુ કેસ,જુઓ Video
અમદાવાદમાં ડેન્ગ્યૂનો ડબલ એટેક! બે મહિનામાં 700થી વધુ કેસ,જુઓ Video
GTUમાં PhD કરતો વિદ્યાર્થી ડ્રગ્સ કેસમાં ઝડપાયો ! જુઓ Video
GTUમાં PhD કરતો વિદ્યાર્થી ડ્રગ્સ કેસમાં ઝડપાયો ! જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">