ગુજરાત કોંગ્રસના MLA અને લોકસભાના ઉમેદવાર લલિત કગથરાના પુત્રનું મોત, ફ્લાઈટ ચૂકી જતાં બસમાં આવી રહ્યો હતો પરિવાર
કૉંગ્રેસના ધારાસભ્ય લલિત કગથરાના પુત્રનું પશ્ચિમ બંગાળમાં અકસ્માતથી મોત થયું છે. પરિવારજનો ફરવા નીકળ્યા હતા તે દરમિયાન આ દુર્ઘટના બની હતી. બહેરામપુર પાસે બસ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો. જેમાં લલિત કગથરાના પુત્ર વિશાલ કગથરાનું મોત થયું છે. અકસ્માત કેટલો ગમખ્વાર હતો તે આ ફોટોમાં જોઈ શકાય છે. ઘટનાની જાણ થતાં જ લલિત કગથરા પર […]

કૉંગ્રેસના ધારાસભ્ય લલિત કગથરાના પુત્રનું પશ્ચિમ બંગાળમાં અકસ્માતથી મોત થયું છે. પરિવારજનો ફરવા નીકળ્યા હતા તે દરમિયાન આ દુર્ઘટના બની હતી. બહેરામપુર પાસે બસ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો. જેમાં લલિત કગથરાના પુત્ર વિશાલ કગથરાનું મોત થયું છે. અકસ્માત કેટલો ગમખ્વાર હતો તે આ ફોટોમાં જોઈ શકાય છે. ઘટનાની જાણ થતાં જ લલિત કગથરા પર જાણે આભ તૂટી પડ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. આખા પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.
મહત્વનું છે કે લલિત કગથરા કોંગ્રેસના નેતા અને ધારાસભ્ય પણ છે. તેઓ રાજકોટ લોકસભા બેઠક પરથી ઉમેદવાર પણ છે.

Follow Us
