રાજકોટમાં સરકારી શાળાની વિદ્યાર્થિનીઓના વાળ કાપતા હોબાળો, આચાર્યને સસ્પેન્ડ કરવાની વાલીએ કરી માગણી
રાજકોટમાં એક સરકારી શાળાના વિદ્યાર્થિનીઓના વાળ કાપતા હોબાળો મચ્યો છે. રાજકોટની શાળા નંબર 1 ખાતેની આ ઘટના છે. જ્યાં આચાર્યના આદેશથી 15 જેટલી વિદ્યાર્થિનીઓના વાળ કાપી નાખ્યા. અને કારણ હતું બે ચોટલા વાળીને ન આવી એટલે. બે ચોટલા વાળીને ન આવવા જેવી નજીવી બાબતે આચાર્ય એ આવી ગંભીર ભૂલ કરી. આચાર્ય એ પોતાની ભૂલ શિક્ષણ […]
રાજકોટમાં એક સરકારી શાળાના વિદ્યાર્થિનીઓના વાળ કાપતા હોબાળો મચ્યો છે. રાજકોટની શાળા નંબર 1 ખાતેની આ ઘટના છે. જ્યાં આચાર્યના આદેશથી 15 જેટલી વિદ્યાર્થિનીઓના વાળ કાપી નાખ્યા. અને કારણ હતું બે ચોટલા વાળીને ન આવી એટલે. બે ચોટલા વાળીને ન આવવા જેવી નજીવી બાબતે આચાર્ય એ આવી ગંભીર ભૂલ કરી. આચાર્ય એ પોતાની ભૂલ શિક્ષણ સમિતિ સામે પણ કબૂલી છે. ગઈકાલે બનેલી આ ઘટનામાં વાલીઓએ આજે શાળા પર જઈને હોબાળો કર્યો હતો. અને આચાર્યને સસ્પેન્ડ કરવાની માગ સાથે જાહેરમાં માફી માગવાની પણ માગણી કરી હતી.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો