RAJKOT : મોતને આપી મ્હાત, જો 5 સેકન્ડ મોડું થયું હોત તો હું જીવતો ન હોત, યાજ્ઞિક રોડ પર બિલ્ડીંગ ધરાશાયી

રાજકોટના જલારામ-3 વિસ્તારમાં રહેતા એક મહિલા છતના કાટમાળમાં જે દુકાન દટાઇ હતી. તેમાં ચીજવસ્તુની ખરીદી કરવા માટે એક મહિલા આવ્યા હતા.તેમના કહેવા પ્રમાણે જ્યારે છત ધરાશાયી થઇ ત્યારે ધરતીકંપ જેવો માહોલ હતો

RAJKOT : મોતને આપી મ્હાત, જો 5 સેકન્ડ મોડું થયું હોત તો હું જીવતો ન હોત, યાજ્ઞિક રોડ પર બિલ્ડીંગ ધરાશાયી
Follow Us:
Mohit Bhatt
| Edited By: | Updated on: Oct 28, 2021 | 4:40 PM

રાજકોટના યાજ્ઞિક રોડ પર આવેલી એક બિલ્ડીંગના રવેશની છત ધડાકાભેર ધરાશાયી થઇ હતી.છત ઘરાશયી થતા નીચે આવેલી ત્રણ જેટલી દુકાનોમાં નુકસાન પહોંચ્યું હતુ.મુખ્યત્વે છત નીચે આવેલી ડિપાર્મેન્ટનલ સ્ટોરમાં ચાર મહિલા સહિત સાત લોકો ફસાયા હતા. જેને સ્થાનિક લોકોએ હેમખેમ બહાર કાઢ્યાં હતા.તો આ દુર્ધટનામાં કેટલાક એવા લોકો પણ હતા જેઓના જીવ તારવે ચોંટી ગયા હતા. આ પૈૈકીના એક વ્યક્તિ કૈલાશભાઇ કામદાર જેઓએ છતની નીચે જ વાહન પાર્ક કર્યું અને તેઓ પાંચ સેકન્ડ દુર ગયા અને છત ધરાશાયી થઇ.

ભગવાનનો પાળ માનું છું,સ્કૂટરની ડેકી બંધ કરીને છત પડી

આ અંગે ટીવીનાઇન સાથેની વાતચીતમાં કૈલાશ કામદારે કહ્યું હતુ કે મારું સ્કૂટર આ છતની બરાબર નીચે પડ્યું હતુ.જ્યારે બિલ્ડીંગ ધરાશાયી થઇ તે પહેલા હું મારા સ્કૂટરની ડેકીમાં ચીજવસ્તુ મૂકવા માટે ગયો હતો.જેવી મેં સ્કૂટરની ડેકીમાં વસ્તુ મૂકીને ડેકી બંધ કરી કે તુરંત જ ધડામ કરતો અવાજ આવ્યો અને બિલ્ડીંગની છત ધરાશાયી થઇ.મારા સ્કૂટરને નુકસાન પહોંચ્યું છે પરંતુ ભગવાનનો પાળ છે કે હું બચી ગયો.મેં મોતને ભાળી લીધું હતું.

યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ

ધરતીકંપ જેવો અનુભવ થયો

રાજકોટના જલારામ-3 વિસ્તારમાં રહેતા એક મહિલા છતના કાટમાળમાં જે દુકાન દટાઇ હતી.તેમાં ચીજવસ્તુની ખરીદી કરવા માટે એક મહિલા આવ્યા હતા.તેમના કહેવા પ્રમાણે જ્યારે છત ધરાશાયી થઇ ત્યારે ધરતીકંપ જેવો માહોલ હતો અને અમે ગભરાઇ ગયા હતા.અંદર તમામ લોકો સુરક્ષિત હતા.સ્થાનિક લોકોએ અમને હેમખેમ બહાર કાઢ્યા હતા.

સમગ્ર મામલે તપાસના આદેશ અપાયા

આ બિલ્ડીંગનો ભાગ ધરાશાયી થતા રાજકોટ મહાનગરપાલિકા અને પોલીસ સ્ટાફ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને તેને પહેલા તો કાટમાળ દુર કરવાની કાર્યવાહી હાથ ધરી છે. સાથે સાથે આ બિલ્ડીંગની છત કઇ રીતે પડી તે દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે રાજકોટના મેયર પ્રદિપ ડવે આ અંગે તપાસના આદેશ આપ્યા છે.આ છત જર્જરિત હતી કે કેમ,તે અંગે કોઇ નોટિસ આપવામાં આવી હતી કે કેમ તે તમામ વિગતો અંગે તપાસ શરૂ કરવામાં આવી છે.

આ પણ વાંચો : સ્મિથસોનિયન્સ નેશનલ મ્યુઝિયમ ઓફ એશિયન આર્ટ દ્વારા બોર્ડમાં નવી નિમણૂંક, રિલાયન્સ જિયોના ડિરેક્ટર ઈશા અંબાણીનો બોર્ડ ઓફ ટ્રસ્ટીઝમાં સમાવેશ

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">