Rajkot : ખુશ ખબર ! તહેવારોમાં પ્રદ્યુમન પાર્ક ઝુ ખુલ્લુ રહેશે, જો કે કોરોનાની ગાઇડલાઈનનું કરવું પડશે પાલન

|

Aug 26, 2021 | 3:11 PM

પ્રધ્યુમન પાર્ક ઝુની સાથે સાથે શહેરના તમામ બાગ બગીચાઓ અને આજી અને ન્યારી ડેમ પણ પર્યટકો માટે ખુલ્લા રાખવામાં આવશે. કોરોનાને લઇને રાજ્ય સરકાર દ્રારા જે ગાઇડ લાઇન બહાર પાડવામાં આવી છે તેનું અનુકરણ કરવામાં આવશે.

Rajkot : ખુશ ખબર ! તહેવારોમાં પ્રદ્યુમન પાર્ક ઝુ ખુલ્લુ રહેશે, જો કે કોરોનાની ગાઇડલાઈનનું કરવું પડશે પાલન
Rajkot

Follow us on

રાજકોટ (Rajkot) સહિત સૌરાષ્ટ્રના પર્યટકો માટે સારા સમાચાર છે. રાજકોટ મહાનગરપાલિકા (Rajkot Municipal Corporation) સંચાલિત પ્રધ્યુમન પાર્ક ઝુ(Pradhyuman Park Zoo)  તહેવારોના સમયમાં ખુલ્લુ રહેશે. આ અંગે મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરાએ કહ્યું હતુ કે તહેવારોમાં લોકો કોરોનાની ગાઇડલાઇન સાથે પ્રદ્યુમન પાર્ક ઝુમાં રજા ગાળી શકે તે માટે પ્રધ્યુમન પાર્ક ઝુ ખુલ્લુ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જો કે અહીં આવતા તમામ પ્રવાસીઓએ કોરોનાની ગાઇડલાઇનનું(Corona’s guideline)  ચુસ્તપણે પાલન ફરજીયાત કરવું પડશે.

ઝુની સાથે બાગ-બગીચાઓ પણ રહશે ખુલ્લા

પ્રધ્યુમન પાર્ક ઝુની સાથે સાથે શહેરના તમામ બાગ બગીચાઓ અને આજી અને ન્યારી ડેમ પણ પર્યટકો માટે ખુલ્લા રાખવામાં આવશે. કોરોનાને લઇને રાજ્ય સરકાર દ્રારા જે ગાઇડ લાઇન બહાર પાડવામાં આવી છે તેનું અનુકરણ કરવામાં આવશે.

તમારા મગજને શાર્પ કરવાની 10 સરળ રીતો
132 કરોડ રૂપિયાનો માલિક છે અશ્વિન, ઘરની કિંમત જાણીને ચોંકી જશો
ડિનર પહેલાં અને ડિનર પછી દારૂ પીવામાં શું તફાવત છે, દરેકે જાણવું જોઈએ
પૂર્વ દિશામાં પગ રાખીને સૂવાથી શું થાય છે ?
ગુજરાતી સિંગર અરવિંદ વેગડાના ગીત વગર ખેલૈયાની નવરાત્રી અધુરી છે, જુઓ ફોટો
આ 5 લોકોના ઘરે ક્યારેય ન કરવુ જોઈએ ભોજન

પ્રધ્યુમન પાર્ક ઝુમાં સ્ટાફ વધારવામાં આવશે,આરોગ્યની ટીમ પણ રહેશે સજ્જ

મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરાના કહેવા પ્રમાણે પ્રધ્યુમન પાર્ક ઝુમાં ટિકીટ બારી પર લોકોની ભીડ ન થાય તે માટે વધારાનો સ્ટાફ ફાળવીને ટિકીટ બારી વધારવામાં આવશે. આ ઉપરાંત તમામ જાહેર સ્થળોએ આરોગ્યની ટીમ તૈનાત રહેશે. જે પ્રવાસીઓના થર્મલ ગનથી ટેમ્પરેચર માપીને તકેદારી રાખવામાં આવશે.

રેસકોર્ષમાં થશે નવીનીકરણ, RMC કમિશનરે લીધી મુલાકાત
રાજકોટ શહેરની મધ્યમાં આવેલ અને શહેરના હાર્દસમા ગણાતા રેસકોર્ષની આજે કમિશનર અમિત અરોરાએ અધિકારીઓ સાથે મુલાકાત કરી વિવિધ સ્થળોની માહિતી મેળવી હતી. મ્યુનિ. કમિશનરએ રેસકોર્ષમાં આવેલ સ્વીમીંગ પુલ, બ્યુટીફીકેશન ગેલેરી, પ્લેનેટોરિયમ, લોક વિજ્ઞાન કેન્દ્ર, માધવરાવ સિંધિયા ક્રિકેટ ગ્રાઉન્ડ, જીમ્નેશીયમ, ફૂટબોલ ગ્રાઉન્ડ, એનર્જી પાર્ક અને આર્ટ ગેલેરીની વિઝિટ કરી માહિતી મેળવી હતી.

રાજકોટના રંગીલા શહેરીજનો માટે રેસકોર્ષને વધુ આકર્ષિત બનાવવા માટે મ્યુનિ. કમિશનરએ વિવિધ માહિતી મેળવી હતી તેમજ બ્યુટીફીકેશન ગેલેરીને અપગ્રેડેશન કરવાસંબધિત અધિકારી સાથે ચર્ચા કરી હતી. બ્યુટીફીકેશન ગેલેરીને આકર્ષિત બનાવવા માટે એન્ટ્રી ગેઈટ બનાવવો, લાઈટીંગનો વધારે ઉપયોગ કરવો તેમજ ચિત્રનગરી સાથે સંકલન કરી ચિત્રો બનાવવા વિગેરે બાબતો પર ચર્ચા કરી હતી.

આ પણ વાંચો : Health Tips: પેટની સમસ્યાથી છુટકારો મેળવવા માટે આ 5 વસ્તુનું કરો ખાવાથી રહેશો હેલ્થી અને ફિટ

આ પણ વાંચો :Rajkot : તમે બિમાર છો, સારવાર માટે વિધી કરવી પડશે, સાધૂના વેશમાં આવેલો શખ્સ સોનાના દાગીનાની કરતો તસ્કરી

Next Article