AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health Tips: પેટની સમસ્યાથી છુટકારો મેળવવા માટે આ 5 વસ્તુનું કરો ખાવાથી રહેશો હેલ્થી અને ફિટ

ઘણી વખત આપણે સમયસર ખોરાક નથી ખાતા. જ્યારે આપણે ભૂખ્યા હોઈએ છીએ.ત્યારે આપણે બહારનું જંક ફૂડ (Junk food)ખાઈએ છીએ. જેના કારણે પેટની સમસ્યા વધી જાય છે. જો તમે પણ પેટની સમસ્યાથી પરેશાન છો, તો આ વસ્તુઓને ડાયટમાં સામેલ કરો

Health Tips: પેટની સમસ્યાથી છુટકારો મેળવવા માટે આ 5 વસ્તુનું કરો ખાવાથી રહેશો હેલ્થી અને ફિટ
પ્રતીકાત્મક તસ્વીર
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 26, 2021 | 1:49 PM
Share

ખરાબ લાઇફસ્ટાઇલ (Lifestyle) અને અનિયમિત ખાવાની આદતોને કારણે વ્યક્તિને અપચો, પેટમાં દુખાવો સહિત અન્ય સમસ્યાઓમાંથી પસાર થવું પડે છે. આવી સ્થિતિમાં કંઈપણ ખાવાનું મન થતું નથી. ખાલી પેટ રહેવું પરિસ્થિતિને વધુ ખરાબ કરી શકે છે. જો તમે પણ પેટની સમસ્યાથી પરેશાન છો તો આહારમાં હલકી વસ્તુઓ ખાઓ.

આની પાછળ ઘણા કારણો હોઈ શકે છે. હંમેશા સમયસર પૌષ્ટિક આહાર લો. આ સિવાય ખોરાકમાં પુષ્કળ પાણી જેથી પાણીની કોઈ કમી ના રહે, ચાલો જાણીએ કેટલાક ખોરાક વિશે જે પાચન તંત્રને મજબૂત બનાવવામાં મદદ કરે છે. ઉપરાંત, તે ભૂખને દૂર રાખે છે.

દહીં – ભાત જો તમને પેટની સમસ્યા હોય તો તમે દહીં-ભાત ખાઈ શકો છો. તે સરળતાથી પચી જાય છે અને તેમાં રહેલા ફાઇબર લુઝ મોશનને અટકાવવામાં મદદ કરે છે. આ માટે તમારે ચોખાને થોડું વધારે રાંધવું પડશે અને તેને દહીં સાથે સારી રીતે મિક્સ કરવું પડશે. તેમાં થોડું મીઠું અને શેકેલું જીરું ઉમેરો. તે ખાવામાં માત્ર સ્વાદિષ્ટ જ નથી પરંતુ તે ખાલી પેટ માટે પણ ફાયદાકારક છે. દહીંમાં પ્રોબાયોટીક્સ હોય છે જે આંતરડામાં સારા બેક્ટેરિયાને વધારવામાં મદદ કરે છે.

આદુવાળી ચા જો તમને પેટમાં દુખાવો, અપચો હોય તો આદુની ચા પીવો. તમે આદુ ચા પીવાથી રાહત મેળવી શકો છો. આ માટે, એક કપ પાણીમાં થોડું છીણેલું આદુ ઉકાળો અને સ્વાદ અનુસાર મીઠું અને મધ ઉમેરો અને ચાને ગાળી લો. આદુની ચા તમારા પેટની બળતરા અને અન્ય સમસ્યાઓને દૂર કરવામાં મદદ કરે છે. તેમાં બળતરા વિરોધી અને બેક્ટેરિયા વિરોધી ગુણધર્મો છે જે પેટની સમસ્યાઓથી છુટકારો મેળવવામાં મદદ કરે છે.

કેળા કેળામાં કુદરતી એન્ટાસિડ હોય છે અને તે લુઝ મોશનને અટકાવવામાં મદદ કરે છે. કેળામાં પોટેશિયમ ભરપૂર હોય છે જે પેટની સમસ્યાઓ દૂર કરવામાં મદદ કરે છે. કેળા તમારા શરીરને ઉર્જા આપવાનું કામ કરે છે.

કોમ્બુચા જો તમે એસિડિટી અને પેટના દુખાવાથી પરેશાન છો તો કોમ્બુચા પીવું સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે. તે તમારા પેટની સમસ્યાને દૂર કરવામાં મદદ કરે છે અને પેટનું ફૂલવું પણ ઘટાડે છે. ધ્યાનમાં રાખો કે તમે એક જ વારમાં કોમ્બુચાથી ભરેલો ગ્લાસ ના પીવો અને વધુ સારા પરિણામો મેળવવા માટે તેને ધીમે ધીમે પીતા રહો. કોમ્બુચામાં પ્રોબાયોટિક્સ હોય છે અને શરીરમાં ઇલેક્ટ્રોલાઇટ્સને સંતુલિત કરવામાં મદદ કરે છે.

ઓટ્સ ઓટ્સ એક સ્વાદિષ્ટ છતાં હળવો ખોરાક છે જે ખાલી પેટ પર ખાઈ શકાય છે. તમે તીખા ઓટ્સ અથવા મીઠા ઓટ્સ બનાવી શકો છો. તીખા ઓટ્સમાં કોઈપણ પ્રકારનો મસાલો ઉમેરશો નહીં. તેનાથી પેટની સમસ્યાઓ વધી શકે છે. મીઠા ઓટ્સ દૂધમાં રાંધવામાં આવે છે. તમે તેને પાણીમાં પણ રાંધી શકો છો. ઓટ્સના બાઉલમાં બદામ અને ફળો નાખવાનું ટાળો. તમે તેની જગ્યાએ કેળાનો ઉપયોગ કરી શકો છો. ઓટ્સમાં ભરપૂર માત્રામાં ફાઈબર હોય છે જે લાંબા સમય સુધી પેટ ભરેલું રાખે છે.

(નોંધ- આ લેખ વાચકોને વધુ માહિતી ઉપયોગમાં આવવા માટે લખાયો છે. આ સંદર્ભમાં પોતાના ફેમિલી ડોક્ટરની સલાહ લેવી જરૂરી છે.)

આ  પણ વાંચો : જો તમે લોન્ગ ડિસ્ટન્સ રિલેશનશિપમાં બોન્ડિંગ ઈચ્છતા હોય તો આ 5 ટિપ્સને અનુસરો

આ પણ વાંચો :આદિવાસીઓએ બનાવ્યું ‘વેસ્ટમાંથી બેસ્ટ’ ! કેળના થડમાંથી બનાવ્યા પેપર

g clip-path="url(#clip0_868_265)">