Rajkot: ટામેટાના પ્રતિ કિલો 3 થી 5 રૂપિયા મળતા ખેડૂતોમાં રોષ

Rajkot: આ વર્ષે ટામેટાના ભાવમાં ધરખમ ઘટાડો જોવા મળ્યો છે. માર્કેટયાર્ડમાં ટમેટા 3 રૂપિયા થી 5 રૂપિયે કિલોમાં વેચાઈ રહ્યા છે.

Gautam Prajapati
| Edited By: | Updated on: Jan 29, 2021 | 6:27 PM

Rajkot: આ વર્ષે ટામેટાના ભાવમાં ધરખમ ઘટાડો જોવા મળ્યો છે. માર્કેટયાર્ડમાં ટમેટા 3 રૂપિયા થી 5 રૂપિયે કિલોમાં વેચાઈ રહ્યા છે. આ વખતે યાર્ડમાં ટમેટાના પાકની મબલખ આવક હોવાને કારણે ખરીદીમાં ઘટાડો થયો છે. અને આ કારણે ટામેટાના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. ખેડૂતોના કહેવા પ્રમાણે જે ભાવ મળી રહ્યા છે તેમાંથી મજુરી પણ નીકળી શકે એમ નથી. ચાર મહિનાની મહેનત બાદ ટામેટાનો પાક થતો હોય છે. આ વખતે ટામેટાના ભાવે ખેડૂતોને લાલચોળ કરી દીધા છે. મહત્વનું છે કે શિયાળામાં દેશી ટમેટાની મબલખ આવક થાય છે અને વિદેશી ટમેટા પણ બજારમાં જોવા મળતા હોય છે. પરિણામે ટમેટાની ખરીદી ઘટતી જાય છે અને એનો ભોગ ખેડૂતોએ બનવું પડે છે. ખેડૂતોએ સરકાર પાસે ભાવ બાંધણું કરવાની માંગ કરી છે.

 

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">