વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી 2 દિવસની ગુજરાતની મુલાકાતે, જાણો કોની લેશે મુલાકાત

|

Feb 24, 2024 | 11:48 AM

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી 2 દિવસ ગુજરાતના પ્રવાસે આવવાના છે. આજે રાત્રે 9 વાગ્યે વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું જામનગરમાં આગમન થશે. તેમજ જામનગરમાં રોડ શો યોજાશે. રોડ શો બાદ વડાપ્રધાન જામનગર સર્કિટ હાઉસમાં રાત્રિ રોકાણ કરશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી 2 દિવસની ગુજરાતની મુલાકાતે, જાણો કોની લેશે મુલાકાત

Follow us on

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી 2 દિવસ ગુજરાતના પ્રવાસે આવવાના છે. આજે રાત્રે 9 વાગ્યે વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું જામનગરમાં આગમન થશે. તેમજ જામનગરમાં રોડ શો યોજાશે. રોડ શો બાદ વડાપ્રધાન જામનગર સર્કિટ હાઉસમાં રાત્રિ રોકાણ કરશે.

બીજા દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 25 ફેબ્રુઆરીના રોજ ગુજરાત વાસીઓને વિકાસના કાર્યોની અનેક ભેટ આપવાના છે. 25 ફેબ્રુઆરીના રોજ વડાપ્રધાનના કાર્યક્રમની વાત કરવામાં આવે તો તેમનું સવારે 07:35 કલાકે બેટ દ્વારકામાં આગમન થશે. 07:45 કલાકે બેટ દ્વારકા મંદિરમાં દર્શન કરશે. 08:25 કલાકે સિગ્નેચર બ્રિજનું લોકાર્પણ કરશે. 09:30 વાગ્યે દ્વારકાધીશ મંદિરમાં દર્શન કરશે. 12:15 કલાકે ખાતમુહૂર્ત, લોકાર્પણ અને સંબોધનનો કાર્યક્રમ છે. 03:30 વાગ્યે રાજકોટ AIIMSની મુલાકાત લેશે. 04:45 કલાકે રેસકોર્ષ મેદાનમાં જાહેરસભા કરશે.રાત્રે 08:00 વાગ્યે રાજકોટથી દિલ્લી જવા રવાના થશે.

6300 કરોડથી વધુના ખર્ચે રાજકોટ AIIMS સહિત 5 નવી AIIMSનું લોકાર્પણ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 25 ફેબ્રુઆરીના રોજ રાજકોટ ખાતે કેન્દ્ર અને રાજ્ય સરકારના વિવિધ વિભાગો હેઠળ 48,000 કરોડથી વધુના અનેક વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત કરવાના છે.વડાપ્રધાન દેશમાં પાંચ નવી ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સીસ (AIIMS)નું લોકાર્પણ કરવાના છે. જેમાં રાજકોટ AIIMSનો પણ સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે રાજકોટ AIIMSનું નિર્માણ લગભગ 1195 કરોડના ખર્ચે કરવામાં આવ્યું છે. રાજકોટ AIIMS ના ઉદ્ઘાટન સાથે ગુજરાતની પ્રથમ અત્યાધુનિક AIIMS નું ઉદ્ઘાટન થશે

રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત
આજનું રાશિફળ તારીખ : 07-09-2024

કચ્છમાં 16,200 કરોડથી વધુના ખર્ચે પાવર પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ખાતમુહુર્ત

વડાપ્રધાન તેમની ગુજરાત મુલાકાત દરમિયાન રાજ્યમાં ફેઝ-1 હેઠળ ખાવડા પીએસ ખાતે 3 ગીગાવોટ રિન્યુએબલ એનર્જી ઇન્જેક્શનના ઇવેક્યુએશન માટેની ટ્રાન્સમિશન સ્કીમનું લોકાર્પણ કરશે. આ પ્રોજેક્ટનો કુલ ખર્ચ ₹11,00 કરોડથી પણ વધારે છે.

3800 કરોડથી વધુના ખર્ચે NHAI ના વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત

વડાપ્રધાન આગામી 25 ફેબ્રુઆરીના રોજ તેમની ગુજરાત મુલાકાત દરમિયાન ભાગનગરમાં 2000 કરોડના ખર્ચે નિર્માણ થયેલા બે હાઇવેનું લોકાર્પણ અને કચ્છમાં 1500 કરોડના ખર્ચે બનનારા નવા છ લેન હાઇવેનું ખાતમુહુર્ત કરશે. આ તમામ હાઇવેના બાંધકામનો કુલ ખર્ચ 3800 કરોડ કરતા વધારે છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article