વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરીથી 23 નવેમ્બરે લેશે ગુજરાતની મુલાકાત, મધ્ય ગુજરાતમાં કરશે સભા અને રેલી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરીથી એક વાર ગુજરાતને ઘમરોળશે. તેઓ 23 નવેમ્બરના રોજ મધ્ય ગુજરાતમાં દાહોદ તથા વડોદરામાં રેલી તથા જનસભાને સંબોધન કરશે. નોંધનયી છેકે હાલમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સૌરાષ્ટ્રમાં પ્રચારનું રણશિંગુ ફૂંકી દીધું છે અને તેઓ આગામી મુલાકાતમાં મધ્ય ગુજરાતમાં જનસભા કરશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરીથી 23 નવેમ્બરે લેશે ગુજરાતની મુલાકાત, મધ્ય ગુજરાતમાં કરશે સભા અને રેલી
Prime Minister Narendra Modi ( file photo)
Image Credit source: ફાઇલ તસવીર
TV9 GUJARATI

| Edited By: Manasi Upadhyay

Nov 20, 2022 | 12:52 PM

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરીથી એક વાર ગુજરાતને ઘમરોળશે. તેઓ 23 નવેમ્બરના રોજ મધ્ય ગુજરાતમાં દાહોદ અને વડોદરામાં રેલી તથા જનસભાને સંબોધન કરશે. નોંધનયી છેકે હાલમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સૌરાષ્ટ્રમાં પ્રચારનું રણશિંગુ ફૂંકી દીધું છે અને તેઓ આગામી મુલાકાતમાં મધ્ય ગુજરાતમાં જનસભા કરશે. તેમાં 23 નવેમ્બરે મહેસાણા, દાહોદ, વડોદરામાં કરશે રેલી અને જાહેર સભાઓ કરશે તેમજ  24 નવેમ્બરે પાલનપુર, દહેગામ, અમદાવાદ ગ્રામ્યમાં કરશે રેલી તથા સભાઓ કરશેે. વડાપ્રધાન મોદી  21 નવેમ્બરના રોજ સુરેન્દ્રનગર, ભરૂચમાં પણ રેલી કરશે.  તો તેઓ  ચૂંટણી પહેલા ગુજરાતમાં બનાસકાંઠા,  ગાંધીનગર , ખેડા , અમદાવાદને પણ આવરી લેશે.

દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ  ગીર સોમનાથના વેરાવળ ખાતે સભાને સંબોધતા જણાવ્યું હતું કે નરેન્દ્રના તમામ રેકોર્ડ ભૂપેન્દ્ર તોડે તેવી મારી ઇચ્છા છે. સાથે જ તેમણે કહ્યું હતું કે વિધાનસભા તો જીતીશુ, પરંતુ પોલિગ બૂથ બધા જીતવા છે. વધુમાં વધુ મતદાન અને વધુમાં વધુ પોલિંગ બુથ જીતવાનો લક્ષ્યાંક છે. આ ચૂંટણીમાં ભાજપની જીત નક્કી છે.તેવુ બધા જ કહે છે. આ વખતે નરેન્દ્રના બધા રેકોર્ડ ભૂપેન્દ્ર તોડશે. અને એના માટે નરેન્દ્ર કામ કરશે. વધુમાં કહ્યું કે, અગાઉ ગુજરાતના વિકાસ પર શંકા રાખવામાં આવતી હતી, આજે ગુજરાત નવા ઉંચાઈના શિખર સર કરી રહ્યું છે.

વડાપ્રધાને નાના પોંઢામાં પણ કહ્યું હતું નરેન્દ્ર કરતા ભૂપેન્દ્રના  રેકોર્ડ  મોટા હોવા જોઈએ

વિધાનસભાની ચૂંટણી જાહેર થયા બાદ પીએમ મોદીએ વલસાડના  નાના પોંઢાથી ચૂંટણી પ્રચારની શરૂઆત કરાવી હતી. જ્યાં  સભાને સંબોધીને  ચૂંટણી પ્રચાર માટે રણશિંગું ફૂંક્યું હતું. પીએમ મોદીએ જનસભાને સંબોધતા કહ્યું કે મારી ABCDની જ શરૂઆત આદિવાસીઓથી થાય છે, A ફોર આદિવાસી. પીએમ મોદીએ કહ્યું કે ચૂંટણી જાહેર થયા બાદ પ્રથમ કાર્યક્રમ આદિવાસી વિસ્તારમાં રાખ્યો છે તે બાબતનો મને ગર્વ છે. તેમણે કહ્યું કે આ વખતે મારે મારા જ બધા રેકોર્ડ તોડવા છે, તેમમે કહ્યું કે મારે જ મારા રેકોર્ડ તોડવા છે નરેન્દ્ર કરતા ભૂપેન્દ્રના રેકોર્ડ મોટા હોવા જોઈએ.

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati