Gujarat Election 2022: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમનાથ મહાદેવના ચરણોમાં શીશ ઝૂકાવી કર્યું પૂજન અર્ચન
પ્રધાનમંત્રી મોદી હેલિકોપ્ટર દ્વારા હવાઈ માર્ગે સોમનાથ પહોંચ્યા હતા અને પ્રધાનમંત્રી મોદી અને ભુપેન્દ્ર પટેલ સોમનાથ મંદિરમાં દર્શન અને પૂજા કરી હતી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમનાથ મંદિર ખાતે પહોંચ્યા હતા. તેમજ જળાભિષેક કરીને પૂજા અર્ચના પણ કરી હતી. તે અગાઉ તેમણે સોમનાથ મંદિરના પરિસરમાં ઉભેલા પ્રવાસીઓનું હાથ હલાવીને અભિવાદન કર્યું હતું. તો લોકોએ પણ પ્રધાનમંત્રી મોદીને હૂંફાળો આવકાર આપ્યો હતો. પ્રધાનમંત્રી મોદી હેલિકોપ્ટર દ્વારા હવાઈ માર્ગે સોમનાથ પહોંચ્યા હતા અને પ્રધાનમંત્રી મોદી અને ભુપેન્દ્ર પટેલ સોમનાથ મંદિરમાં દર્શન અને પૂજા કરી હતી. તેઓને સોમનાથ ખાતે 50 બ્રાહ્મણો અને 30 ઋષિકુમારો પ્રધાનમંત્રી મોદીને પૂજા કરાવી હતી. સોમનાથ પરિસરમાં ઉભેલા યાત્રાળુઓએ વડાપ્રધાનને જોઈને મોદી મોદીના નારા પણ લગાવ્યા હતા.
Visuals of Prime Minister @narendramodi offering prayers to #Somnath Mahadev as per the Hindu rituals #GujaratElections2022 #Gujarat #TV9News pic.twitter.com/0xxci2qM35
— Tv9 Gujarati (@tv9gujarati) November 20, 2022
આજે સવારે સોમનાથદાદાના દર્શન કરી સૌના કલ્યાણ માટે પ્રાર્થના કરી.
હર હર મહાદેવ…!! pic.twitter.com/WnIToX3EQu
— Narendra Modi (@narendramodi) November 20, 2022
આ દરમિયાન વડાપ્રધન નરેન્દ્ર મોદીએ ટ્વીટર પર ભૂતકાળમાં કરેલા વિકાસકાર્યોની યાદો તાજી કરાવતા ફોટો શેર કર્યા છે. આ ફોટો તેમના ‘મોદી આર્કાઈવ’ નામના ટ્વીટર એકાઉન્ટ પર શેર કરાયા છે. જેમાં તેમણે વર્ષ 2010ના સોમનાથના ફોટો શેર કર્યા છે. આ ફોટો એ સમયના છે જ્યારે સોમનાથમાં સંસ્કૃત ભાષાને પ્રોત્સાહન આપવા માટે સંસ્કૃત મહાકુંભનું આયોજન કરાયું હતું. આ પહેલા વર્ષ 2007માં તેમણે સંસ્કૃત યુનિવર્સિટીનું લોકાર્પણ કર્યું હતું. તે ત્યારબાદ વર્ષ 2009માં જ્યારે તેઓ સીએમ હતા ત્યારે તેમણે અમરેલીમાં જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીનું ઉદ્ઘાટન કર્યું હતું. અને ખેડૂતો માટે કૃષિ મેળો પણ યોજ્યો હતો. આ પહેલા વર્ષ 2003માં તેમણે અમરેલીમાં કિસાન સંમેલન યોજ્યું હતું. તેના પણ ફોટો ટ્વીટર પર શેર કરવામાં આવ્યા છે.
આજે વડાપ્રધાન મોદીની બોટાદમાં પણ સભા
આજે વડાપ્રધાન મોદી વેરાવળ બાદ ધોરાજી અને અમરેલીમાં પણ જનસભાને સંબોધશે ત્યાર બાદ બોટાદ ખાતે ત્રિકોણી ખોડિયાર પાસેના ગ્રાઉન્ડમાં PM મોદી જાહેર સભાને સંબોધશે. PM મોદીની જાહેર સભાને લઇને જિલ્લામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. જિલ્લાની તમામ બોર્ડરો પર સઘન તપાસ કરાઇ રહી છે તથા સભા સ્થળે 5 SP, 9 DYSP , 11 PI , 40 PSI સહિતનો મોટો પોલીસ કાફલો તૈનાત કરવામાં આવશે.