President Kovind Gujarat Visit Highlights: રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે વિધાનસભામાં સંબોધન વખતે કહ્યું ભૂકંપ પછી બેઠું થયેલું ગુજરાત ખમીરવતું છે
Ram Nath Kovind In Gujarat Highlights: રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ બે દિવસની ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. લગભગ 9:40 વાગ્યે તેનું વિમાન અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચશે. જ્યાંથી તેઓ રાજભવન જશે અને ત્યારે બાદ ગુજરાત વિધાનસભામાં સંબોધન કરશે.
President Kovind Gujarat Visit Highlights: રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ બે દિવસની ગુજરાતની મુલાકાતે આવ્યા છે. તેનું માલાકાત દરમિયાન તેમણે ગુજરાત વિધાનસભામાં સંબોધન કર્યું હતું. તેમણે કહ્યું હતું કે ગુજરાતની વિવિધતામાં એકતાના દર્શન થયાં છે. ભૂકંપ પછી બેઠું થયેલું ગુજરાત ખમીરવતું છે. તેમણે સ્ટેચ્યૂ ઓફ યુનિટીના વખાણ કર્યાં હતાં અને એમ પણ કહ્યું હતું કે જોકે લોકોના દિલમાં પ્રતિમા કરતા પણ સરદારની ખૂબ ઉંચી પ્રતિમા છે.
LIVE NEWS & UPDATES
-
President Kovind Gujarat Visit Live: પૂર્વ મંત્રી શંકર ચૌધરીએ કહ્યું રાષ્ટપતિએ ગુજરાતના સહકારી ક્ષેત્રની પ્રગતીને યાદ કરી
President Kovind Gujarat Visit Live: પૂર્વ મંત્રી શંકર ચૌધરીએ કહ્યું કે ગુજરાતમાંથી શરૂ થયેલી શ્વેતક્રાંતીનો રાષ્ટ્રપતિએ ઉલ્લેખ કર્યો છે. રાષ્ટ્રપતિએ પોતાના સંબોધનમાં ગુજરાતના સહકારી ક્ષેત્રની પ્રગતીને યાદ કરી હતી.
-
President Kovind Gujarat Visit Live: કોંગ્રેસના ધારાસભ્ય અમરીશ ડેરે કહ્યું કે રાજ્ય માટે ખૂબ સારી પળ કહી શકાય
President Kovind Gujarat Visit Live: કોંગ્રેસના ધારાસભ્ય અમરીશ ડેરે કહ્યું કે રાજ્ય માટે ખૂબ સારી પળ કહી શકાય. રાષ્ટ્રપતિએ ધારાસભ્યોને પણ સંબોધિત કર્યા. ગુજરાતીઓનું શુ યોગદાન રહ્યું છે જેની દરેક વાતો યાદ કરી છે. સર્વે માટે આ પળ ગૌરવ સમાન કહેવાય.
-
-
President Kovind Gujarat Visit Live: આજે વિધાનસભામાં રાષ્ટ્રપતિનું સંબોધન ઐતિહાસિક હતુંઃ રૂપાણી
President Kovind Gujarat Visit Live: પૂર્વ સીએમ વિજય રૂપાણીએ કહ્યું કે આજે વિધાનસભામાં રાષ્ટ્રપતિનું સંબોધન ઐતિહાસિક હતું. ગુજરાતની વિરાસત, મહાત્મા ગાંધીથી લઈને નરેન્દ્રભાઈ મોદી, અમિત શાહને યાદ કર્યાં છે. ગુજરાત જે ખમીતવતું બન્યું છે તે યાદ કર્યું છે. તેમના સંબોધનથી ગુજરાતની વિધાનસભા ધન્ય બની છે.
-
President Kovind Gujarat Visit Live: ગુજરાતના મહાનુભાવોને યાદ કરીને ગુજરાતને ગૌરવ આપાયું છેઃ પ્રદીપ પરમાર
President Kovind Gujarat Visit Live: રાજ્ય સરકારના મંત્રી પ્રદીપ પરમારે જણાવ્યું કે આઝાદી કા અમ્રુત મહોત્સવની ઉજવણી દેશમાં થઈ રહી છે. રાષ્ટ્પતિએ વિધાનસભામાં સંબોધન કર્યું છે. મોરારજી દેસાઈ, નરસિંહ મહેતા સાહિતને યાદ કરી ગુજરાતને પણ ગૌરવ આપાયું છે. તેમણે બાબા સાહેબ આંબેડકરને પણ યાદ કર્યાં છે.
-
President Kovind Gujarat Visit Live: દ્વારકેશલાલજી મહારાજે કહ્યું કે રાષ્ટ્રપતિ મુલાકાતે ગુજરાતનું ગૌરવ વધાર્યું છે
President Kovind Gujarat Visit Live: વિધાનસભામાં દ્વારકેશલાલજી મહારાજે કહ્યું કે રાષ્ટ્રપતિ મુલાકાતે ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. તેમણે અમૃત મહોત્સવના વિચારો રજુ કર્યા તે વન્દનીય છે. રાષ્ટ્રપતિની મુલાકાતથી ગુજરાતનું ગૌરવ વધ્યું છે. લાંબા સમય બાદ રાજ્યમાં પ્રસન્નતાની લહેર પ્રસરી છે.
દિલિપદાસજી મહારાજે કહ્યું કે આજના વિધાનસભાનો માહોલ ખૂબ સુંદર હતો. રાષ્ટ્રપતિની મુલાકાત લઈને અમે હર્ષ વ્યક્ત કરીએ છીએ.
-
-
President Kovind Gujarat Visit Live: વિધાનસભા સત્રની કાર્યવાહી 1 વાગ્યે શરૂ થશે
President Kovind Gujarat Visit Live: વિધાનસભામાં બજેટ સત્ર ચાલી રહ્યું છે તે દરમિયાન આજે રાષ્ટ્રપતિએ વિધાનસભામાં સંબોધન કર્યું હોવાથી સત્રની કાર્યવાહી મોડી શરૂ થવાની છે. રાષ્ટ્રપતિનું સંબોધન પુર્ણ થઈ ગયું છે પણ આમંત્રીત મહેમાનો ગૃહમાં હાજર હોવાથી 1 વાગ્યે સત્રના કાર્યવાહી શરૂ થશે.
-
President Kovind Gujarat Visit Live: જય જય ગરવી ગુજરાત સાથે રાષ્ટ્રપતિએ સંબોધન પૂર્ણ કર્યું
President Kovind Gujarat Visit Live: જય જય ગરવી ગુજરાત સાથે રાષ્ટ્રપતિએ સંબોધન પૂર્ણ કર્યું હતું. સંબોધન બાદ રાષ્ટ્રપતિ વિપક્ષના નેતાઓને મળ્યા હતા. ત્યાર બાદ વિધાનસભા ગૃહમાંથી રાષ્ટ્રપતિ રવાના થયા હતા. રાષ્ટ્રપતિની વિદાય બાદ પરેશ ધાનાણી દ્વારા ભારત માતા કઈ જય બોલવીઇ હતી, જેને વિપક્ષ અને સત્તા પક્ષે ઝીલી લીધું હતું.
-
President Kovind Gujarat Visit Live: ગુજરાત સાથે મારો જૂનો સબંધ છે, મોરારજી દેસાઈ અને નરેન્દ્ર મોદી બંને ગુજરાતી વડાપ્રધાન સાથે કામ કરવા મળ્યું છે
President Kovind Gujarat Visit Live: ગુજરાત સાથે મારો જૂનો સબંધ છે. મોરારજી દેસાઈ cm હતા ત્યારે કામ કરવાની તક મળી ત્યાર બાદ દેશમાં pm બન્યા. નરેન્દ્ર મોદી બીજા ગુજરાતી છે જે pm બન્યા છે. એમની સાથે પણ કામ કરવાની નજીકથી જાણવાની તક મળી છે.
-
President Kovind Gujarat Visit Live: રાષ્ટ્રપતિએ હળવી રમૂજ કરતા આ મુદ્દે તાળીઓ નહિ વગાડો? એમ કહ્યું જેના કારણે તમામ ગૃહે હસતા હસતા તાળીઓ વગાડી હતી
President Kovind Gujarat Visit Live: રાષ્ટ્રપતિએ હળવી રમૂજ કરતા આ મુદ્દે તાળીઓ નહિ વગાડો? એમ કહ્યું જેના કારણે તમામ ગૃહે હસતા હસતા તાળીઓ વગાડી હતી. ગુજરાતીનો દેશપ્રેમ વિશ્વમાં જાણીતો છે. ઉમાશંકર જોશીની ગુજરાતી કવિતાના 4 લાઇન બોલ્યા હતા.
-
President Kovind Gujarat Visit Live: તમારા ક્ષેત્રના લોકોની આશા અપેક્ષા તમારા સાથે જોડાયેલી છે. જેને પૂર્ણ કરવું તમારી જવાબદારી છે
President Kovind Gujarat Visit Live: શ્વેત ક્રાંતિની શરૂઆત ગુજરાતથી થઈ હતી. અમિત શાહે સહકારી ક્ષેત્રને અગ્રીમતા આવવાની જવાબદારી લીધી છે. લોકતંત્રના જનપ્રતિનિધિની ભૂમિકા મહત્વપૂર્ણ હોય છે. તમારા ક્ષેત્રના લોકોની આશા અપેક્ષા તમારા સાથે જોડાયેલી છે. જેને પૂર્ણ કરવું તમારી જવાબદારી છે
-
President Kovind Gujarat Visit Live: ભૂકંપ પછી બેઠું થયેલું ગુજરાત ખમીરવતું છેઃ રાષ્ટ્રપતિ
President Kovind Gujarat Visit Live: તેમણે કહ્યું હતું કે ગુજરાતની વિવિધતામાં એકતાના દર્શન થયાં છે. સોમનાથ આક્રમણ હોય કે ભૂકંપ પછી બેઠું થયેલું ગુજરાત ખમીરવતું છે. ગુજરાતમાં વિકાસમાં તમામ મંત્રી, પૂર્વ મંત્રી, સી.એમ. , પૂર્વ સી.એમ.ને અભિનંદન આપું છું
-
President Kovind Gujarat Visit Live: લોકોના દિલમાં સ્ટેચ્યૂ ઓફ યુનિટી કરતાં પણ ઊંચી સરદારની પ્રતિમા છે
President Kovind Gujarat Visit Live: સ્ટેચ્યૂ ઓફ યુનિટીના રામનાથ કોવિંદે વખાણ કર્યાં હતા અને એમ પણ કહ્યું હતું કે જોકે લોકોના દિલમાં પ્રતિમા કરતા પણ સરદારની ખૂબ ઉંચી પ્રતિમા છે. તેમણે હંસાબેન મેહતાને યાદ કર્યા હતાં અને વૈષ્ણ વજનને યાદ કર્યું હતું.
-
President Kovind Gujarat Visit Live: રાષ્ટ્રપતિએ કહ્યું કે આઝાદીના સંઘર્ષનું ગુજરાત સાક્ષી છે
President Kovind Gujarat Visit Live: રાષ્ટ્રપતિએ કહ્યું કે આઝાદીના સંઘર્ષનું ગુજરાત સાક્ષી છે. મહાત્મા ગાંધીએ ના માત્ર દેશને આઝાદી અપાવી પરંતુ વિશ્વને એક નવી દિશા આપી છે. બાપુના અહિંસા, સત્યાગ્રહ મંત્ર વિશ્વમાં પ્રચલિત છે. બારડોલી સત્યાગ્રહથી લોહપુરુષ સરદાર પટેલ દેશને દિશા આપી છે.
-
President Kovind Gujarat Visit Live: રાષ્ટ્રપતિએ સંબોધન શરૂ કરતાં કહ્યું લોકતંત્રના આ મંદિરમાં તમારા વચ્ચે આવતા મને ખુશી છે
President Kovind Gujarat Visit Live: લોકતંત્રના આ મંદિરમાં તમારા વચ્ચે આવતા મને ખુશી છે. આ મારું સૌભાગ્ય છે કે મને અહીં આવવાના અનેક અવસર મળ્યા છે. આ સમારોહ ત્યારે થઈ રહ્યો છે જ્યારે દેશ આઝાદીનો અમૃતમહોત્સવ મનાવી રહ્યો છે.
-
President Kovind Gujarat Visit Live: ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ નીમાબેન આચાર્યએ વિધાનસભા આવવા બદલ રાષ્ટ્રપતિનો આભાર માન્યો
President Kovind Gujarat Visit Live: દેશમાં આઝાદી અમૃત મહોત્સવની ઉજવણી થઈ રહી છે ત્યારે ગુજરાત વિધાનસભાના આમંત્રણ પર વિધાનસભા આવવા બદલ આભાર ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ નીમાબેન આચાર્યએ રાષ્ટ્રપતિનો આભાર માન્યો હતો. તેમણેકહ્યું કે 1977માં જનતા પાર્ટીની સરકાર હતી ત્યારે સીએમ મોરારજી દેસાઈના સચિવ રહી ચૂક્યા છે, રામનાથ કોવિદ ગુજરાત સાથે એમનો એક નાતો રહ્યો છે. રાષ્ટ્રપતિને અધ્યક્ષ દ્વારા ભગવત ગીતા આપી અભિવાદન કરાયું હતું.
-
President Kovind Gujarat Visit Live: વિધાનસભા ગૃહમાં રાષ્ટ્રગાન સાથે શરૂ થયું સત્ર, તમામ MLAએ પાટલીઓ થપથપાવી કર્યું રાષ્ટ્રપતિનું સ્વાગત
President Kovind Gujarat Visit Live: વિધાનસભા ગૃહમાં પોલીસ બેન્ડ દ્વારા વગાડવામાં આવેલી રાષ્ટ્રગાનની ધૂન સાથે સત્રની કાર્યવાહી શરૂ થઈ હતી. તમામ MLAએ પાટલીઓ થપથપાવી રાષ્ટ્રપતિનું સ્વાગત કર્યું હતું.
-
President Kovind Gujarat Visit Live: વિધાનસભા ગૃહમાં ખાસ શણગાર કરવામાં આવ્યો
President Kovind Gujarat Visit Live: રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ વિધાનસભામાં પધારવાના હોવાથી તેમાં ખાસ શણગાર કરવામાં આવ્યો છે.
-
President Kovind Gujarat Visit Live: રાષ્ટ્રપતિ ગૃહમાં પહોંચ્યા, તેમની સાથે રાજ્યપાલ, વિધાનસભા ગૃહના અધ્યક્ષ તથા સીએમ ગૃહમાં આવ્યા
President Kovind Gujarat Visit Live: રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ વિધાનસભા ગૃહમાં પહોંચ્યા છે. તેમની સાથે રાજ્યપાલ, વિધાનસભા ગૃહના અધ્યક્ષ તથા સીએમ પણ ગૃહમાં આવ્યા હતા.
-
President Kovind Gujarat Visit Live: રાષ્ટ્રપતિના આગમનને લઈને ખુદ ધારાસભ્યોએ જ શિસ્તનું પાલન ન કર્યું
President Kovind Gujarat Visit Live: ધારાસભ્યોએ 10.30 સુધી બેઠક વ્યવસ્થા લઈ લેવાની સૂચનાઓ હોવા છતાંય 10.50 સુધી ધારાસભ્યો ગૃહમાં ફોટા પડાવતા રહ્યા હતા. આખરે દંડક પંકજ દેસાઈએ ધારાસભ્યોને કડક સૂચના આપીને પોતાની બેઠક વ્યવસ્થા પર જવા માટે કહ્યું હતું ત્યારે ધારાસભ્યો પોતાની જગ્યા પર ગોઠવાયા હતા.
-
President Kovind Gujarat Visit Live: સમાજના વિવિધ વર્ગમાં આગેવાનો, વિવિધ ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકો સંતો સંબોધન સાંભળવા હાજર
President Kovind Gujarat Visit Live: રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ વિધાનસભામાં સંબોધન કરવાના છે ત્યારે સમાજના વિવિધ વર્ગમાં આગેવાનો, વિવિધ ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકો સંતો રાષ્ટ્રપતિનું સંબોધન સાંભળવા વિધાનસભામાં હાજર થઈ ગયા છે.
-
President Kovind Gujarat Visit Live: રાષ્ટ્રપતિ જ્યારે ગૃહમાં આવશે ત્યારે બેન્ડથી કરાશે સ્વાગત કરવામાં આવશે, વિધાનસભા ગૃહમાં બેન્ડનું યુનિટ મંગાવાયું
President Kovind Gujarat Visit Live: રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ વિધાનસભામાં સંબોધન કરવાના છે તેની અનુસંધાને પોલીસ બેન્ડ રાષ્ટ્રગીતની ધૂન વગાડશે. આ માટે વિધાનસભા ગૃહમાં બેન્ડનું યુનિટ મંગાવાયું છે. રાષ્ટ્રપતિ જ્યારે ગૃહમાં આવશે ત્યારે બેન્ડથી કરાશે સ્વાગત કરવામાં આવશે.
-
President Kovind Gujarat Visit Live: રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનું અમદાવાદ એરપોર્ટ ખાતે ઉષ્માભર્યું સ્વાગત
President Kovind Gujarat Visit Live: ભારતના રાષ્ટ્રપતિરામનાથ કોવિંદ ગુજરાતની બે દિવસીય મુલાકાત આવી પહોંચતા અમદાવાદ એરપોર્ટ ખાતે તેઓનું સ્વાગત અને ઉષ્મા પૂર્ણ અભિવાદન કરવામાં આવ્યું હતું.
-
President Kovind Gujarat Visit Live: રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના સ્વાગત માટે રાજ્યના મોટા અધિકારીઓ અને પદાધિકારીઓ હાજર રહ્યા
President Kovind Gujarat Visit Live: ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ગુજરાતની બે દિવસીય મુલાકાત આવી પહોંચતા અમદાવાદ એરપોર્ટ ખાતે તેઓનું સ્વાગત અને ઉષ્મા પૂર્ણ અભિવાદન ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ,પ્રોટોકોલ મંત્રી જગદીશ વિશ્વકર્મા અને અમદાવાદ ના મેયર કિરીટ ભાઈ પરમાર દ્વારા કરવામાં આવ્યું હતું.
મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કૈલાસનાથન, મુખ્ય સચિવ પંકજકુમાર, સામાન્ય વહીવટ વિભાગના અધિક મુખ્ય સચિવ એ.કે રાકેશ, રાજ્ય પોલીસ વડા આશિષ ભાટિયા, અમદાવાદ જિલ્લા કલેકટર સંદીપ સાંગલે અને શહેર પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે પણ ઉપસ્થિત રહી રાષ્ટ્રપતિનું સ્વાગત કર્યું હતું
-
President Kovind Gujarat Visit Live: રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનું રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ અને અમદાવાદના મેયર કિરીટ પરમાર સહિતના લોકોએ સ્વાગત કર્યું હતું
President Kovind Gujarat Visit Live: રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનું રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ અને અમદાવાદના મેયર કિરીટ પરમાર સહિતના લોકોએ સ્વાગત કર્યું હતું. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે અમદાવાદના મેયર કિરીટ પરમાર સાથે પણ વાતચીત કરી.
-
President Kovind Gujarat Visit Live: રાષ્ટ્રપતિ એરપોર્ટથી રવાના, રાજભવન પહોંચ્યા
President Kovind Gujarat Visit Live: રાષ્ટ્રપતિનું એરપોર્ટ પર સ્વાગત કરાયા બાદ તેઓ ત્યાંથી રવાના થયા હતા અને ગાંધીનગરમાં રાજભવન પહોંચ્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ રાષ્ટ્રપતિનું સ્વાગત કર્યા બાદ ગાંધીનગર જવા રવાના થયા હતા.
-
President Kovind Gujarat Visit Live: રાષ્ટ્રપતિનું વિમાન અમદાવાદ એરપોર્ટ પર લેન્ડ થયું, રાજ્યપાલ દ્વારા સ્વાગત કરાયું
President Kovind Gujarat Visit Live: અમદાવાદ પર રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની અમદાવાદ આવી પહોંચતાં રાજ્યપાલ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. એરપોર્ટથી તેઓ સીધા રાજભવન જશે.
Published On - Mar 24,2022 9:26 AM