Porbandar: કૃષિ મંત્રી રાઘવજી પટેલે કર્યું ધ્વજવંદન, મહાત્મા ગાંધીજીની સ્મૃતિ સાથે શહિદોને અર્પી શ્રદ્ધાંજલિ

પોરબંદરમાં સ્વત્રંતતા (75th Independence Day) દિવસની ઉજવણી પોરબંદર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવી  હતી.આઝાદીના જિલ્લા કલેકટર અશોક શર્મા તથા જિલ્લા પોલીસ વડા રવિ મોહન સૈની સાથે ખુલ્લી જીપમાં માર્ચ પાસ્ટનું નિરિક્ષણ કર્યું હતું.

Porbandar: કૃષિ મંત્રી રાઘવજી પટેલે કર્યું ધ્વજવંદન, મહાત્મા ગાંધીજીની સ્મૃતિ સાથે શહિદોને અર્પી શ્રદ્ધાંજલિ
Porbandar: Agriculture Minister Raghavji Patel hoisted the flag
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 15, 2022 | 11:36 PM

પોરબંદરમાં   (Porbandar) ધ્વજ વંદન કાર્યક્રમમાં  કૃષિ અને પશુપાલન મંત્રી રાઘવજી પટેલ (Raghavji patel) ઉપસ્થિત રહ્યા હતા અને રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો.  પોરબંદરમાં સ્વત્રંતતા (75th Independence Day) દિવસની ઉજવણી પોરબંદર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવી  હતી.આઝાદીના જિલ્લા કલેકટર અશોક શર્મા તથા જિલ્લા પોલીસ વડા રવિ મોહન સૈની સાથે ખુલ્લી જીપમાં માર્ચ પાસ્ટનું નિરિક્ષણ કર્યું હતું.

મહાત્મા ગાંધીજીની સ્મૃતિ કરીને શહિદોને આપી અંજલિ

પોરબંદરમાં આજે પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે જીલ્લા કક્ષાના સ્વાતંત્ર પર્વની ઉત્સાહ ઉમંગભેર ઉજવણી કરવામાં આવી હતી. જેમાં કૃષીમંત્રી અને પોરબંદર જીલ્લાના પ્રભારી મંત્રી રાઘવજીભાઇ પટેલના હસ્તે ધ્વજવંદન કરાયું હતું. આ પ્રસંગે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. કૃષિ મંત્રી  ઘવજી પટેલે તેમના સંબોધનમાં  મહાત્મા ગાંધીજીની જન્મભૂમિ ઉપરથી  ગાંધીજીનું સ્મરણ કરતા આઝાદી માટે પોતાનું સર્વસ્વ ન્યોછાવર કરનાર વીર સપૂતોને યાદ કર્યા હતા.

22 વર્ષમાં પહેલી વાર દરિયામાં ન થયું ધ્વજવંદન

પોરબંદરના ચોપાટીના દરિયામાં ભારે મોજા અને વરસાદી માહોલ હોવાથી દરિયા કિનારે ધ્વજ ફરકાવાયો. જો કે દર વર્ષે પોરબંદરમાં દરિયા વચ્ચે ધ્વજવંદન કરવામાં આવે છે. જો કે 22 વર્ષમાં પ્રથમ વખત દરિયા કિનારે ધ્વજ લહેરાવાની ફરજ પડી હતી. પોરબંદર સમુદ્રમાં 22 વર્ષથી ધ્વજ વંદન કરવામાં આવે છે. શ્રીરામ સ્વીમીંગ ક્લબના મેમ્બર્સ દ્વારા દર વર્ષે આ અનોખી રીતે ધ્વજ લહેરાવવામાં આવે છે. જો કે આ વર્ષે ભારે તોફાની મોજા ઉચળતા હોવાથી સમુદ્ર કિનારે જ ધ્વજ લહેરાવવામાં આવ્યો હતો. જેના કારણે શ્રીરામ સ્વીમીંગ કલબના મેમ્બર નિરાશ થયા.

Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે

પોરબંદરમાં શ્રીરામ સ્વિમિંગ ક્લબ દ્વારા દર વર્ષ 26 જાન્યુઆરી અને 15 ઓગસ્ટના દિવસે સંસ્થાના મેમ્બર્સ મધ દરિયે ધ્વજ લહેરાવી રાષ્ટ્રગીત ગાય છે, પરંતુ આ વર્ષે સમુદ્રમાં તોફાન અને ઊંચા મોજા હોવાથી આ વર્ષે કલબના મેમ્બરોએ કિનારા પર ધ્વજ વંદન કરી રાષ્ટ્ર ગાન ગાઇને સલામી આપી હતી.

22 વર્ષમાં પ્રથમ વખત કિનારે ધ્વજ લહેરવવાની ફરજ પડતા ક્લબના મેમ્બર્સે દુઃખ વ્યક્ત કર્યું હતું. આજે સમગ્ર દેશમાં આઝાદી કા અમૃત મહોત્સવની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે. પરંતુ મધ દરિયે કલબના મેમ્બરોએ તિરંગો ના લહેરાવી શકાતા ખેદ વ્યક્ત કર્યો હતો. રામ સ્વીમીંગ ક્લબના પ્રમુખ દિનેશ પરમારે જણાવ્યુ હતુ કે, હવામાન ખરાબ હોવાના કારણે હાલમાં 15 જૂનથી 15 ઓગસ્ટ સુધી સમુદ્ર નહીં ખેડવા અને સમુદ્રમાં ન જવા સૂચન કરાયેલુ છે. આ આદેશને અમે અનુસર્યો છે.

g clip-path="url(#clip0_868_265)">