Rajkot : કુવાડવા રોડ પર પેટ્રોલ ભરાવવા આવેલા બે શખ્સે કર્મચારીને છરીના ઘા ઝીંકયા, જુઓ Video
રાજકોટના કુવાડવા રોડ પર પેટ્રોલ ભરાવવા આવેલા શખ્સે કર્મચારીને છરીના ઘા ઝીંક્યાની ઘટના સામે આવી છે. બે આરોપી પેટ્રોલ પંપ પર પેટ્રોલ ભરાવવા આવ્યા હતા. ત્યારે કોઈ કારણસર કર્મચારી અને બે શખ્સ વચ્ચે માથાકુટ થઈ હતી.
રાજકોટમાં કુવાડવા રોડ પર પેટ્રોલ ભરાવવા આવેલા શખ્સે કર્મચારીને છરીના ઘા ઝીંકતા ખળભળાટ મચ્યો છે. ઘટનાની વાત કરીએ તો પેટ્રોલ પંપ પર બે શખ્સો પેટ્રોલ ભરાવવા આવ્યા હતા. આ દરમિયાન કોઇ કારણસર કર્મચારી અને પેટ્રોલ ભરાવવા આવેલા બે શખ્સો વચ્ચે માથાકૂટ થઇ હતી.
આ દરમિયાન પેટ્રોલ ભરાવવા આવેલા શખ્સે પોતાની પાસે રહેલી છરી વડે કર્મચારી પર હુમલો કરી દીધો હતો. હિંસક હુમલાના કારણે પેટ્રોલ પંપ પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને કર્મચારી પોતાનો જીવ બચાવી ભાગ્યો હતો. હુમલામાં ઈજાગ્રસ્ત કર્મચારીને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડાયો છે. ઘટનાની જાણ થતા જ બી ડિવિઝન પોલીસે ગણતરી મિનિટોમાં જ આરોપીઓને ઝડપી લીધા છે.
Petrol pump employee attacked by the customer over a verbal dispute in #Rajkot #Gujarat #TV9News pic.twitter.com/M4JMBE3BCU
— Tv9 Gujarati (@tv9gujarati) May 4, 2023
જો કે આ ઘટના બાદ પોલીસે બંને શખ્સોને પેટ્રોપ પંપ પર ફરી લઇ જઇ કાન પકડીને માફી મંગાવી હતી. આ પ્રકારના અસામાજિક તત્વોને પાઠ ભણાવવા અને લોકોમાંથી આવા અસામાજિક તત્વોનો ડર દૂર કરવા પોલીસે આફતાબ ઠેબા અને ફૈઝલ બલોચ નામના વ્યક્તિઓને કાન પકડાવી ફેરવ્યા હતા.
રાજ્યમાં બનેલી અન્ય ઘટનાઓ
આ અગાઉ રાજકોટના ગંજીવાડા વિસ્તારમાં સલીમ ઓડિયા નામના 36 વર્ષીય યુવકની છાતીના ભાગે છરીના ઘા ઝીંકી 6થી વધુ શખ્સો દ્વારા હત્યા નિપજાવવામાં આવી હતી. બનાવની વિગત જોઈએ તો મૃતકને આરોપીની માતા સાથે 5 વર્ષ પહેલાં આડાસંબંધ હતા. આરોપી આવેશની માતા મૃતક સલીમ સાથે ભાગી ગઈ હતી.
જો કે થોડા દિવસોમાં જ તેને સલીમને છોડી અન્ય સાથે લગ્ન કરી લીધા હતા. છતાં આરોપી આવેશ અવારનવાર રૂપિયાની માંગણી કરી મારી નાખવાની ધમકી આપવાનો આક્ષેપ મૃતકના ભાઈએ કર્યો હતો. પોલીસે ચારેય આરોપી આબીદ,આવેશ, અનીસ અને અરબાઝની ધરપકડ કરી હતી.
આ અગાઉ સુરતના સચિન વિસ્તારમાં બાઈકને ટક્કર લાગવા મુદે ત્રણ અસામાજિક તત્વોએ સાળા બનેવીને છરીના ઘા અને જાહેરમાં ઢોર માર માર્યો હતો. સાળા બનેવી ઈજાગ્રસ્ત થતા તેઓને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ત્યારે સમગ્ર ઘટના અંગે સચિન પોલીસ મથકમાં ફરિયાદ થતાં પોલીસે આ મામલે ત્રણ ઇસમો સામે ગુનો નોંધી તપાસનો ધમધમાટ પણ શરુ કર્યો હતો.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…