Rajkot : જેતપુરમાં  PGVCLની બેદરકારીએ પોસ્ટઓફિસનું કામ ઠપ્પ, કમોસમી વરસાદથી વીજ પ્રવાહ વધતા ઉપકરણો બળીને ખાખ, જુઓ Video

Rajkot : જેતપુરમાં PGVCLની બેદરકારીએ પોસ્ટઓફિસનું કામ ઠપ્પ, કમોસમી વરસાદથી વીજ પ્રવાહ વધતા ઉપકરણો બળીને ખાખ, જુઓ Video

TV9 Gujarati
| Edited By: | Updated on: May 03, 2023 | 2:24 PM

રાજકોટના જેતપુરમાં PGVCLની બેદરકારીના કારણે પોસ્ટઓફિસનું કામ અટકી પડ્યું છે. કમોસમી વરસાદ સમયે વીજપ્રવાહ વધી જતા પોસ્ટ ઓફિસના બધા ઉપકરણો બળી જતા ગ્રાહકોને હાલાકીનો સામનો કરવો પડે છે.

રાજકોટના જેતપુરમાં PGVCLની બેદરકારીના કારણે પોસ્ટઓફિસનું કામ અટકી પડ્યું છે. ગ્રાહકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સરકારી કચેરી હોય કે ખાનગી કંપની આજકાલ બધા જ કામકાજ ઓનલાઈન થઈ ગયા છે. કમોસમી વરસાદ સમયે વીજપ્રવાહ વધી જતાં પોસ્ટ ઓફિસના કોમ્પ્યુટર, પ્રિન્ટર, રાઉટર સહિતના ઈન્ટરનેટના ઉપકરણો બળી ગયા છે.

આ પણ વાંચો : Rajkot: બાલાજી મંદિર ટ્રસ્ટ વિવાદમાં તપાસનો ધમધમાટ, પ્રાંત અધિકારીએ બંને પક્ષોને લેખિતમાં જવાબ રજૂ કરવા કર્યો આદેશ

જેના કારણે છેલ્લા 3 દિવસથી જેતપુર પોસ્ટ ઓફિસની તમામ કામગીરી બંધ છે. આવું એકવાર નહીં પણ પહેલા પણ થઈ ચૂક્યું છે. જેને પગલે પોસ્ટ ઓફિસ દ્વારા PGVCLને નોટિસ પાઠવવામાં આવી છે. પરંતુ PGVCL દ્વારા હજુ સુધી કોઈ કામગીરી હાથ ધરવામાં આવી નથી.

ગ્રાહકોની મુશ્કેલીમાં વધારો

60 હજાર ખાતા ધરાવતી પોસ્ટ ઓફિસમાં ઈન્ટરનેટ ઠપ થતાં ગ્રાહકોની મુશ્કેલીમાં વધારો થયો છે. સુકન્યા ખાતામાં પૈસા ભરવાના હોય, કે પેન્શનના નાણા ઉપાડવાના હોય ગ્રાહકોના તમામ કામો અટકી ગયા છે. છેલ્લા 3 દિવસથી ગ્રાહકો ધક્કા ખાઈ રહ્યા છે. ખાસ કરીને વૃદ્ધોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

g clip-path="url(#clip0_868_265)">