હિંમતનગર માર્કેટ યાર્ડમાં મગફળીની મબલખ આવક, ખેડૂતોની લાંબી કતારો

સાબરકાંઠા જિલ્લામાં ચાલુ સાલે અંદાજીત સવા બે લાખ હેક્ટર જમીનમાં અલગ અલગ પાકોનું વાવેતર કરાયું છે. જેમાં અંદાજીત 75 હજાર હેક્ટર જમીનમાં મગફળીના પાકનું વાવેતર કર્યું છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 14, 2021 | 12:17 PM

સાબરકાંઠા જિલ્લામાં ચાલુ વર્ષે અંદાજીત સવા બે લાખ હેકટર જમીનમાં અલગ અલગ પાકનું વાવેતર કરાયું છે. 75 હજાર હેક્ટર જમીનમાં મગફળીના પાકનું વાવેતર થયું છે. પહેલા ઓછા વરસાદને લઈને ખેડૂતો ચિંતિત હતા. તો બીજી તરફ પાછોતરો વરસાદ વરસવાને લઈને ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. તો બીજી તરફ દિવાળીના તહેવાર આવી રહ્યા છે. ખેડૂતો પાક વેંચવા માર્કેટ યાર્ડ પહોંચી રહ્યા છે. પરંતુ અહીં લાંબી કતાર લાગી રહી છે. 2થી 3 દિવસ ખેડૂતોને રાહ જોવાનો વારો આવી રહ્યો છે. ખેડૂતોનો આક્ષેપ છે પાકનું યોગ્ય વળતર મળતો નથી.

સાબરકાંઠા જિલ્લામાં ચાલુ સાલે અંદાજીત સવા બે લાખ હેક્ટર જમીનમાં અલગ અલગ પાકોનું વાવેતર કરાયું છે. જેમાં અંદાજીત 75 હજાર હેક્ટર જમીનમાં મગફળીના પાકનું વાવેતર કર્યું છે. મગફળીના વાવેતર સમય દરમિયાન ઓછા વરસાદને લઈ ખેડૂતો ચિંતિત બન્યા હતા. તો મહા મુસીબતે માવજત કરી પાક તૈયાર કર્યો. પરંતુ પાકની લણની સમયે પાછોતરો વરસાદ વરસવાને લઈ ઉત્પાદનમાં ઘટાડો થયો છે.

તો સાથે જ વધતા ડીઝલના ભાવોને લઈ પણ ખેડૂતોને આર્થિક નુકસાની થઈ રહી છે. ખેડૂતોએ એક વિઘા મગફળીના ઉત્પાદન માં 15 હજાર અંદાજીત ખર્ચ કર્યો છે. તો બીજી તરફ ઓછા ભાવો મળવાને લઈ ખેડૂતોને નુકસાન થવાની શકયતા છે. ત્યારે ખેડૂતોએ મગફળીના ઊંચા ભાવો મળે એવી માગ કરી છે. ચાલુ સાલે રાજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળી ખરીદી કરવાનો નિર્ણય કર્યો છે ત્યારે મગફળીનો ટેકનો ભાવ 1110 રૂપિયા પ્રતિ વીસ કિલોનો નક્કી કરાયો છે.

Follow Us:
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
g clip-path="url(#clip0_868_265)">