Amit Shah In Gujarat: ગુજરાતની ધરતી પરથી અમિત શાહે વિપક્ષ પર સાધ્યું નિશાન, તમામ વિપક્ષને એક થઇ ભાજપ સામે ચૂંટણી લડવા ફેંકયો પડકાર
અમિત શાહના ગુજરાત પ્રવાસ દરમ્યાન પાટણ ખાતેથી વિપક્ષ પર વાર કર્યા હતા. UPA સરકારના 10 વર્ષમાં 12 લાખ કરોડના કૌભાંડ અંગે પણ વાત કરી છે. 9 વર્ષના શાસન સમાપ્તિને લઈ સમગ્ર દેશનો આભાર વ્યક્ત કર્યો હતો.
Amit Shah Gujarat Visit : ગુજરાતમાં બે દિવસના પ્રવાસે આવેલા કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહએ પાટણના સિદ્ધપુરમાં એક કાર્યક્રમમાં અમિત શાહે પોતાના ભાષણમાં વિપક્ષ પર પ્રહાર કર્યા હતા. 9 સાલ બેમિસાલ અંતર્ગત ગુજરાતની પહેલી જનસભા માં કેન્દ્રીય ગૃહ મંત્રીએ કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા. જવાહર લાલ નહેરુ થી માંડી સોનિયા ગાંધી, રાહુલ ગાંધી પર નિશાનો સાદ્યો હતો. ખાસ કરીને UPA સરકાર અને NDA સરકાર ની 10 વર્ષ ની કામગીરીની કરી તુલના કરી હતી. ગુજરાતની ધરતી પરથી જ તમામ વિપક્ષને એક થઇ ભાજપ સામે ચૂંટણી લડવા પડકાર આપ્યો હતો.
પાટણ ખાતે કાર્યક્ર્મમાં અમિત શાહ એ PMનો પાટણ પ્રત્યેનો પ્રેમ યાદ કરાવ્યો હતો. ખાસ કરીને પાટણની ઐતિહાસિક રાણકી વાવને 100 રૂપિયાની નોટ પર છાપી દેશ દુનિયામાં રાણકી વાવની ઓળખ કરાવી હતી. 9 વર્ષ શાસન સમાપ્તિને લઈ સમગ્ર દેશમાં યોજાઇ રહેલા કાર્યક્રમોને લઈ અમિત શાહે જણાવ્યુ કે સમગ્ર દેશમાં જનતાનો આભાર માનવા માટે આ અભિયાન ચ્લવવામાં આવી રહ્યું છે. આ સાથે તેમણે ગુજરાતની 6 કરોડ જનતાનો અભાર માન્યો હતો. 9 વર્ષની સિદ્ધિ, દેશ નું પરિવર્તન એ 100 કરોડ દેશ ના મતદાતાની સિદ્ધિ છે તેવું અમિત શાહ દ્વારા જણાવવામાં આવ્યું હતું.
પોતાના ભાષણમાં અમિત શાહે કોંગ્રેસ પર પ્રહાર કર્યા અને કહ્યું 9 વર્ષ એક પણ સીટ કોંગ્રેસના ખાતે નથી ગઈ તે જ બતાવે છે PMની લોકપ્રિયતા ગુજરાત માં કેટલી છે. અમિત શાહે રાહુલ ગાંધી પર શબ્દોથી વાર કર્યા કહ્યું UPA સરકારના 10 વર્ષમાં 12 લાખ કરોડના કૌભાંડ થયા છે. રાહુલ બાબાનો 10 વર્ષ નો હિસાબ દેશ ની જનતા ને યાદ છે. અમિત શાહે કહ્યું 2G, કોમન વેલ્થ કે પણ જગ્યા બાકી નથી જ્યાં કૌભાંડના થયા હોય.
9 વર્ષના શાસનમાં અમારા વિરોધી આમારી સામે એક પણ ભ્રષ્ટાચારનો આરોપ નથી લગાવી શક્યા તેવું અમિત શાહે જણાવ્યુ હતું. આ સાથે તેમણે 9 વર્ષ દેશના આઝાદીના ઇતિહાસમાં સ્વર્ણિમ અક્ષરે લખાશે તેવું પણ નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું અમારા સમય ગાળામાં આર્થિક મંદી સમાપ્ત કરી યુક્રેનના યુદ્ધ માંથી ભારતીયોને સુરક્ષિત લાવવામાં આવ્યા
અગાઉના સમયમાં થયેલા હુમલાઓને યાદ કરતાં અમિત શાહે કહ્યું ભારતમાં પાકિસ્તાનથી આલિયા, માલીયા, જમાલિયા ઘુસી જતા હતા. બોમ્બે ધડાકા, આતંકવાદની વચ્ચે મનમોહન સિંહ એક અક્ષર બોલવામાં સક્ષમન હતા. જોકે PMના સમયમાં ઉરી શાસન પુલવામામાં પાકિસ્તાન પર સર્જીકલ સ્ટ્રાઈક અને એર સ્ટ્રાઈક કરવામાં આવી. પાકિસ્તાનના ઘરમાં ઘુસી સફાયો કરવામાં આવ્યો. સેના તો એ જ છે ફરક માત્ર રાજનીતિક ઈચ્છાનો પડ્યો છે. આ તમામ વાતને લઈ PMએ સ્થાપિત કરી દીધું કે ભારતની સેના અને ભારતની સીમા જોડે હવે કોઈ છેડખાની નહીં કરી શકે. જો એવું થશે તો દંડ આપવામાં આવશે.
આ પણ વાંચો : PM Modi એ નવ વર્ષમાં દેશના મધ્યમ વર્ગના સપના પૂર્ણ કર્યા : અમિત શાહ ,જુઓ Video
આ તમામ વાત વચ્ચે અમિત શાહે કાશ્મીરને યાદ કરતા કહ્યું કાશ્મીરમાં 370ની કલમ હટાવવામાં આવી. 5ઓગસ્ટ 2019 ના દિવસે આ કલમ હટાવાઈ. તેમણે કહ્યું રાહુલ બાબા કહેતા હતા લોહીની નદીઓ વહેશે પણ કોઈને કાંકરી ચારો કરવાની હિંમત થઈ નથી. PMએ દેશની અનેક સમસ્યા ઓને સમાપ્ત કરવાનો પ્રયાસ કર્યો. ખાસ કરીને રામ મંદિર પર પણ રાહુલ બાબાએ સવાલ ઉભા કર્યા હતા.
જે બાદ તેમણે કહ્યું અમારા 10 વર્ષ સક્ષમ, સુરક્ષિત, વિકસિત, ડીઝીટલ ભારતના છે. આ 10 વર્ષમાં ભારતમાં બહુ મોટો ફેરફાર થયો છે. કોંગ્રેસ હજી પણ ભારત વિરોધી વાત કરતા બાઝ નથી આવતી. રાહુલબાબા હજી પણ વિદેશમાં ભારતની નિંદા કરે છે.અમિત શાહે UPA અને NDA સરકારના 10 વર્ષના કાર્યકાળની સરખામણી કરી હતી.
આગામી લોકસભા ચૂંટણીને લઈ તેમણે કહ્યું કે 2024ની ચૂંટણીમાં મારો અનુરોધ છે કે તમામ વિપક્ષ એક થઇ જ જાવ. જનતા નક્કી કરી લેશે કે રાહુલ બાબા ની નેતૃત્વ વાળું વિપક્ષનું શાસન જોઈએ છે કે નરેન્દ્ર મોદી ના નેતૃત્વ માં સરકાર. અંતમાં તેમણે કહ્યું ગુજરાતમાં હેટ્રિક વાગશે તેવી અમને આશા છે.
પાટણ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો