Amit Shah Gujarat Visit : PM Modi એ નવ વર્ષમાં દેશના મધ્યમ વર્ગના સપના પૂર્ણ કર્યા : અમિત શાહ ,જુઓ Video

ગુજરાતમાં બે દિવસના પ્રવાસે આવેલા કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહએ પાટણના સિદ્ધપુરમાં એક કાર્યક્રમમાં જણાવ્યું હતું કે પીએમ મોદીએ( PM Modi નવ વર્ષમાં દેશના મધ્યમ વર્ગના સપના પૂર્ણ કર્યા છે.

Amit Shah Gujarat Visit : PM Modi એ નવ વર્ષમાં દેશના મધ્યમ વર્ગના સપના પૂર્ણ કર્યા : અમિત શાહ ,જુઓ Video
Amit Shah Gujarat
Follow Us:
| Updated on: Jun 10, 2023 | 2:27 PM

Amit Shah Gujarat Visit :  ગુજરાતમાં બે દિવસના પ્રવાસે આવેલા કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહએ પાટણના સિદ્ધપુરમાં એક કાર્યક્રમમાં જણાવ્યું હતું કે પીએમ મોદીએ( PM Modi નવ વર્ષમાં દેશના મધ્યમ વર્ગના સપના પૂર્ણ કર્યા છે.કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે કહ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ છેલ્લા નવ વર્ષમાં નવી શૈક્ષણિક સંસ્થાઓ ખોલી, મકાનો પર સબસીડી આપીને અને લાખો નોકરીઓનું સર્જન કરીને મધ્યમ વર્ગના સપના સાકાર કર્યા છે.તેમણે કહ્યું કે મોદી સરકારના નવ વર્ષના કાર્યકાળમાં મધ્યમ વર્ગની આર્થિક સ્થિતિમાં ઝડપથી સુધારો થયો છે.

અમિત શાહે ટ્વિટ પણ કર્યું હતું કે “વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવ વર્ષના ગાળામાં મધ્યમ વર્ગની આકાંક્ષાઓને પૂર્ણ કરવા માટે મજબૂત પાયો નાખ્યો છે. બાળકો માટે ઉત્કૃષ્ટ અને નવીન શૈક્ષણિક સંસ્થાઓ ખોલવી હોય, તેમને સબસિડીવાળા મકાનો આપવાનું હોય કે પછી લાખો નોકરીઓનું સર્જન કરવું હોય, મોદીજીએ તેમના સપના સાકાર કર્યા છે.”

IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત
Green onion : લીલી ડુંગળીમાં કયું વિટામિન હોય છે, તેને ખાવાથી શું ફાયદા થાય છે?
શિયાળામાં સ્ટાર ફ્રુટ ખાવાથી થાય છે અઢળક લાભ

ગૃહમંત્રીએ એમ પણ કહ્યું કે વડાપ્રધાન મોદીએ કરમુક્તિની મર્યાદા વધારીને 7 લાખ રૂપિયા કરી, જન ઔષધિ દ્વારા સસ્તું દવાઓ અને વીમો અને ‘ઉડાન’ યોજના હેઠળ સસ્તી મુસાફરી કરીને મધ્યમ વર્ગને આર્થિક રીતે ટેકો આપ્યો છે.

ભાજપે ‘9 સાલ, બેમિસાલ’ના સૂત્ર સાથે લોકો સુધી પહોંચવાનો સંકલ્પ લીધો હતો

ઉલ્લેખનીય છે કે લોકસભા ઇલેક્શનને લઇને ભાજપના મિશન 2024નો પ્રારંભ  કર્યો છે. જેમાં  અમદાવાદના ટાગોર હોલમાં ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલની અધ્યક્ષતામાં પ્રદેશ કારોબારીની બેઠક મળી હતી. આ બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને રાષ્ટ્રીય મહામંત્રી વિનોદ તાવડેએ ઉપસ્થિત રહીને માર્ગદર્શન આપ્યું હતુ. બેઠકમાંમાં ભાજપે ‘9 સાલ, બેમિસાલ’ના સૂત્ર સાથે લોકો સુધી પહોંચવાનો સંકલ્પ લીધો હતો . સાથે જ આ સ્લોગન લોકો સુધી કેવી રીતે પહોંચાડવું તે અંગે ચર્ચા કરવામાં આવી.

ગુજરાતની 26 બેઠકો માટે કવાયત

આપને જણાવી દઈએ કે, ગત લોકસભા ચૂંટણીમાં ભાજપે તમામ 26 બેઠક પર જીત મેળવી હતી. ત્યારે આગામી ચૂંટણીમાં પણ આવી જ ઐતિહાસિક જીત મળે તેને લઈને રણનીતિ બનાવવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં 156 બેઠક પર ભાજપ જીત્યું હતુ. તેથી લોકસભામાં પણ આ પ્રકારની જીત મળે તે માટે કવાયત હાથ ધરવામાં આવશે.

પાટણ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">