પંચમહાલ લોકસભા બેઠક પર કોંગ્રેસે વર્તમાન ધારાસભ્યની આપી ટિકિટ, જાણો કોણ છે ગુલાબસિંહ ચૌહાણ

કોંગ્રેસે ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે. આ યાદીમાં ગુજરાતમાંથી વધુ 11 લોકસભાના ઉમેદવારો જાહેર કરાયા છે. આ સાથે કોંગ્રેસે કુલ 17 ઉમેદવારો જાહેર કરી દીધા છે, ત્યારે આ યાદીમાં વર્તમાન ધારાસભ્ય ગુલાબસિંહ ચૌહાણનો પણ સમાવેશ છે. તેમને પંચમહાલ લોકસભા બેઠક માટે કોંગ્રેસે ટિકિટ આપી છે.

પંચમહાલ લોકસભા બેઠક પર કોંગ્રેસે વર્તમાન ધારાસભ્યની આપી ટિકિટ, જાણો કોણ છે ગુલાબસિંહ ચૌહાણ
Gulab Singh Chauhan
Follow Us:
| Updated on: Mar 22, 2024 | 5:20 PM

લોકસભા ચૂંટણી માટે કોંગ્રેસ દ્વારા ઉમેદવારોની બીજી યાદી જાહેર કરવામાં આવી છે. આ યાદીમાં ગુજરાતમાંથી વધુ 11 લોકસભાના ઉમેદવારો જાહેર કરાયા છે. આ સાથે કોંગ્રેસે કુલ 17 ઉમેદવારો જાહેર કરી દીધા છે, જ્યારે 7 બેઠકો પર હજુ પણ ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા નથી.

બીજી યાદીમાં પંચમહાલ લોકસભા બેઠક માટે પણ ઉમેદવારની જાહેરાત કરવામાં આવી છે. કોંગ્રેસે ગુલાબસિંહ ચૌહાણને આ બેઠક પરથી ટિકિટ આપી છે. ત્યારે આવો જાણીએ કોણ છે, ગુલાબસિંહ ચૌહાણ અને તેમની રાજકીય સફર વિશે….

કોણ છે ગુલાબસિંહ ચૌહાણ ?

ગુલાબસિંહ ચૌહાણ ગુજરાત સરકારના માજી વાહન વ્યવહાર મંત્રી સોમસિંહ વજેસિંહ ચૌહાણના પુત્ર છે. મૂળ લૂણાવાડાના વિરણીયાના રહેવાસી છે. તેમણે બી.કોમ સ્નાતક સુધીનો અભ્યાસ કરેલો છે. હાલમાં તેઓ લુણાવાડાના વર્તમાન ધારાસભ્ય છે.

GST on Water : પાણી પર કેટલા ટકા GST લાગે છે? જાણી લો
આ એક્ટ્રેસ પાસે છે ગાડીઓનું તગડુ કલેક્શન, ફરી ખરીદી 1 કરોડની કાર
આ છે દુનિયાનો સૌથી અમીર રાજા, બહેન, અભિનેત્રી સહિત અનેક મહિલાઓ સાથે કર્યા છે લગ્ન
અંબાણીની દીકરીનો ગ્લેમરસ લુક, બંને વહુ પણ નથી ઓછી, જોઈ લો તસવીર
અંબાણી સિવાય ભારતમાં બીજા કોની પાસે છે Rolls Royce કાર ?
Desi Ghee : માથા પર દેશી ઘી લગાવવાથી શું થાય છે? નિષ્ણાત પાસેથી જાણો

ગુલાબસિંહ ચૌહાણની રાજકીય સફર

તેમની રાજકીય સફર વિશે વાત કરીએ તો, 2006થી 2010 સુધી વિરણીયા ગૃપ ગ્રામ પંચાયતના સરપંચ રહી ચૂક્યા છે. આ ઉપરાંત જિલ્લા પંચાયત સદસ્ય તરીકે બે ટર્મ રહ્યા છે. તો મહીસાગર જિલ્લા બાંધકામ સમિતિના ચેરમેન તરીકે પણ જવાબદારી નિભાવી છે.

ગુલાબસિંહ ચૌહાણ આ ઉપરાંત પણ વિવિધ પદો પર રહી ચૂક્યા છે, જેમકે મહીસાગર જિલ્લા આરોગ્ય સમિતિના ચેરમેન, ધી વિરણીયા દૂધ ઉત્પાદક સહકારી મંડળીના ચેરમેન, ધી અર્થક્ષમ સેવા સહકારી મંડળી વિરણીયાના ચેરમેન, ધી પિયત મંડળી વિરણીયાના ચેરમેન, સહભાગી વન વ્યવસ્થા મંડળી વિરણીયાના પ્રમુખ, જિલ્લા શાળા સંચાલક મંડળના ઉપપ્રમુખ, લુણાવાડા તાલુકા બક્ષિપંચ ક્ષત્રિય સમાજના ઉપપ્રમુખ તરીકે પણ સેવાઓ આપી છે.

કોંગ્રેસે પંચમહાલ લોકસભા બેઠક પર સ્થાનિક કક્ષાએ લાંબી રાજકીય કારકીર્દી ધરાવતા ગુલાબસિંહ ચૌહાણને પસંદગી ઉતારી છે, ત્યારે આ બેઠક પર ભાજપ દ્વારા પણ ક્ષત્રિય ઉમેદવાર એવા રાજપાલસિંહ જાદવને ટિકિટ આપવામાં આવી છે, ત્યારે આ બેઠક પર બે ક્ષત્રિય ઉમેદવાર વચ્ચે ખરાખરીનો જંગ જામશે.

આ પણ વાંચો પેટા ચૂંટણીમાં ભાજપને હાથના કર્યા હૈયે વાગશે ? માણાવદર અને વિસાવદર બેઠક પર વિપક્ષમાંથી જ ભાજપમાં આવેલા બે ઉમેદવારો વચ્ચે જંગ

સસરા, સાળાને ઉડાવી દેવા માટે કરેલા બ્લાસ્ટ પાછળની વાંચો ઈનસાઈડ સ્ટોરી
સસરા, સાળાને ઉડાવી દેવા માટે કરેલા બ્લાસ્ટ પાછળની વાંચો ઈનસાઈડ સ્ટોરી
ગુજરાતમાં ત્રણ દિવસ માવઠાની હવામાન વિભાગે કરી આગાહી
ગુજરાતમાં ત્રણ દિવસ માવઠાની હવામાન વિભાગે કરી આગાહી
મગફળીમાં ગેરરીતિ મામલે કૃષિમંત્રીએ કહ્યુ જવાબદારો સામે થશે કાર્યવાહી
મગફળીમાં ગેરરીતિ મામલે કૃષિમંત્રીએ કહ્યુ જવાબદારો સામે થશે કાર્યવાહી
ઝઘડિયામા બાળકી સાથ રેપ મામલે શક્તિસિંહે કાયદો વ્યવસ્થા પર ઉઠાવ્યા સવાલ
ઝઘડિયામા બાળકી સાથ રેપ મામલે શક્તિસિંહે કાયદો વ્યવસ્થા પર ઉઠાવ્યા સવાલ
AAPની ચિમકી, તો CM કે કોઈ મંત્રીના જાહેર કાર્યક્રમ નહીં થવા દેવાય
AAPની ચિમકી, તો CM કે કોઈ મંત્રીના જાહેર કાર્યક્રમ નહીં થવા દેવાય
Banaskantha : ભેળસેળયુક્ત ખોરાકના કેસમાં 12 પેઢીઓને 54 લાખનો દંડ
Banaskantha : ભેળસેળયુક્ત ખોરાકના કેસમાં 12 પેઢીઓને 54 લાખનો દંડ
Surat : બ્રાન્ડેડ કંપનીના નામે નકલી સિમેન્ટ વેચાતું હોવાનો પર્દાફાશ
Surat : બ્રાન્ડેડ કંપનીના નામે નકલી સિમેન્ટ વેચાતું હોવાનો પર્દાફાશ
Bhavanagar : વડવાના વોશીઘાટ પાસે યુવકને માર મારી ઘર સળગાવ્યું
Bhavanagar : વડવાના વોશીઘાટ પાસે યુવકને માર મારી ઘર સળગાવ્યું
અમરોલીમાં એસિડ ભરેલુ ટેન્કર પલટી ગયુ, રોડ પર એસિડ ઢોળાતા અફરાતફરી
અમરોલીમાં એસિડ ભરેલુ ટેન્કર પલટી ગયુ, રોડ પર એસિડ ઢોળાતા અફરાતફરી
ભાવનગરના ખેડૂતોને ફટકો, માર્કેટ યાર્ડમાં ઘટ્યા ડુંગળીના ભાવ
ભાવનગરના ખેડૂતોને ફટકો, માર્કેટ યાર્ડમાં ઘટ્યા ડુંગળીના ભાવ
g clip-path="url(#clip0_868_265)">