Amit Shah Gujarat Visit Highlights: અમિત શાહે અમદાવાદના નારણપુરામાં 631 કરોડના ખર્ચે બનનારા ઇન્ટરનેશનલ સ્પૉર્ટ્સ કોમ્પ્લેક્સનું ખાતમુહૂર્ત કર્યું
Union Home Minister Amit Shah in Gujarat Day 2 Highlights: આજે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ ગુજરાત પ્રવાસે છે. ત્યારે આજે અમિત શાહ ગોધરા ખાતે પંચામૃત ડેરીના ઓક્સિજન પ્લાન્ટ તેમજ પંચમહાલ જિલ્લા સહકારી બેંકના નવનિર્મિત મુખ્ય કાર્યાલયનું લોકાર્પણ કરશે.
Union Cooperative Minister Amit Shah Gujarat Visit Highlights: કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ(Amit Shah) ગુજરાતના(Gujarat) પ્રવાસે છે.ત્યારે આજે અમિત શાહ વિવિધ લોકાર્પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. સવારે તેઓ અમદાવાદથી (Ahmedabad) ગોધરા જશે. જ્યાં પંચામૃત ડેરીના લોકાર્પણ કાર્યક્રમમાં હાજરી આપશે. આઉપરાંત પંચમહાલ ડિસ્ટ્રિક્ટ કો. બેન્કના કાર્યક્રમમાં પણ ઉપસ્થિત રહેશે.29 મે એટલે કે આજે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ ગોધરા ખાતે પંચામૃત ડેરીના ઓક્સિજન પ્લાન્ટ તેમજ પંચમહાલ જિલ્લા સહકારી બેંકના નવનિર્મિત મુખ્ય કાર્યાલયનું લોકાર્પણ કરશે. તેમજ મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં પણ પંચામૃત ડેરીના પ્લાન્ટના પંચામૃત ડેરી દ્વારા આયોજિત લોકાર્પણ અને ઈ શિલાન્યાસ કાર્યક્રમ માટે ગોધરા ખાતે બનાવેલા વિશાળ ડોમમાં 1 લાખથી વધુ પશુપાલકો, સભાસદો તેમજ નાગરિકો ઉપસ્થિત રહેશે.
LIVE NEWS & UPDATES
-
Amit Shah Gujarat Visit Live: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આઈપીએલની મેચ જોવા પહોંચ્યા, વિક્ટ્રી સાઇન બતાવી ખેલાડીઓનો જુસ્સો વધાર્યો
Amit Shah Gujarat Visit Live: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદમાં મોટેરા ખાતે આવેલા નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે IPL 2022ની ફાઈનલ મેચ જોવા પહોંચ્યા હતા. પરિવાર સાથે મેચ જોવા પહોંચેલા અમિત શાહે વિક્ટ્રી સાઇન બતાવી ખેલાડીઓનો જુસ્સો વધાર્યો હતો.
-
Amit Shah Gujarat Visit Live: કાર્યક્રમ સ્થળેથી અમિત શાહ રવાના થયા, રાત્રે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં IPLની મેચ જેવા જશે
Amit Shah Gujarat Visit Live: સ્પોર્ટ્સ સંકુલના ભૂમિપુજન બાદ અમિત શાહે ત્યાં હાજર લોકોનું સંબોધન કર્યું હતું. ત્યાર બાદ અમદાવાદના મ્યુનિસિપલ કમિશનર લોચનસિંહ સેહરાએ આભાર પ્રવચન આપ્યું હતું. ત્યાર બાદ અમિત શાહ સભા સ્થળેથી રવાના થયા હતા. અમિત શાહ હવે રાત્રે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુજરાત ટાઈટન્સ અને રાજસ્થાન રોયલ્સની IPLની મેચ જેવા જશે.
-
-
Amit Shah Gujarat Visit Live: વડાપ્રધાન મોદીના અભિપ્રાય વિના દુનિયાની કોઈ ચર્ચા પૂર્ણ ગણાતી નથીઃ અમિત શાહ
Amit Shah Gujarat Visit Live: વડાપ્રધાન મોદીના વખાણ કરતાં કહ્યું તે તેમણે દેશનું નામ દુનિયામાં મોખરે લાવી દીધું છે અને અત્યારે દુનિયામાં કોઇ પણ મહત્ત્વની બાબત માટે મહત્ત્વની ચર્ચા કરવાની હોય ત્યારે જ્યાં સુધી વડાપ્રધાન મોદીનો અભિપ્રાય ન આવે ત્યાં સુધી આ ચર્ચા પૂર્ણ ગણાતી નથી.
-
Amit Shah Gujarat Visit Live: ગુજરાતના લોકો દાળભાત ખાવાવાળા કહેવાતા હતા પણ હવે તે મેણું ભાંગ્યું છે.
Amit Shah Gujarat Visit Live: અમતિ શાહે કહ્યું કે ગુજરાતના લોકો દાળભાત ખાવાવાળા કહેવાતા હતા પણ હવે તે મેણું ભાંગ્યું છે. આર્મીમાં ગુજરાતની એક પણ જગ્યા ક્યારેય ખાલી થતી નથી અને સ્પોર્ટ્રમાં પણ ગુજરાત ખુબ આગળ આવીને અત્યારે દેશમાં 10માં ક્રમે આવી ગયું છે. હું માનું છે કે તે ગુજરાત દેશમાં પહેલા ક્રમે આવશે.
-
Amit Shah Gujarat Visit Live: PM મોદી પાસે મેં આ સ્પોર્ટ્સ કોમ્પલેક્સ સ્માટે 500 કરોડ માગ્યા અને તેમણે તરત આપ્યા
Amit Shah Gujarat Visit Live: મોદી પાસે મે આ સ્પોર્ટ્સ કોમ્પલેક્સ સ્માટે 500 કરોડ માગ્યા અને તેમણે તરત આપ્યા હતા. હવે માત્ર 30 મહિનાનામાં તે તૈયાર થઈ જાય અને તેનું ઉદઘાટન વડાપ્રધાન મોદી કરવા માટે આવે તેવી કોશિશ કરવાની છે. હું આ કોમ્પલેક્સનું જાતે જ મોનિટરિંગ કરીશ.
કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી @AmitShah ના શુભહસ્તે તથા મુખ્યમંત્રી શ્રી @Bhupendrapbjp ની પ્રેરક ઉપસ્થિતિમાં ગોધરા ખાતે પંચામૃત ડેરીના વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ કરવામાં આવ્યું. pic.twitter.com/ALSCAInLwV
— BJP Gujarat (@BJP4Gujarat) May 29, 2022
-
-
Amit Shah Gujarat Visit Live: હવે જે સ્કૂલમાં મેદાન નથી તે સ્કૂલના બાળકો અહીં રમવા આવશે.
Amit Shah Gujarat Visit Live: મારૂં ઘર અહીથી માંડ 100 મીટર દૂર છે. હું આ જ મેદાનમાં ક્રિકેટ અને કબડ્ડી રમ્યો છું. આ વિસ્તારમાં ઘણી સ્કૂલો છે જેમાં મેદાન જ નથી. હવે જે સ્કૂલમાં મેદાન નથી તે સ્કૂલના બાળકો અહીં રમવા આવશે.
-
Amit Shah Gujarat Visit Live: કેન્દ્રીય રમતગમત મંત્રી અનુરાગ ઠાકુર પણ હાજર રહ્યા
Amit Shah Gujarat Visit Live: રાજ્ય કક્ષાના ખેલ મંત્રી નિશિત અને કેન્દ્રીય રમતગમત મંત્રી અનુરાગ ઠાકુર પણ હાજર રહ્યા હતા. અનુરાગ ઠાકુરે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ વિશેની વિસ્તૃત માહિતી આપી હતી અને ભારતના ખેલાડીઓ જે વિશ્વ કક્ષાએ કરી રહેલા સારા પ્રદર્ષનો વિશે જાણકારી આપી હતી.
आज का दिन गांधीनगर लोकसभा क्षेत्र और भारतीय खेल इतिहास में एक ऐतिहासिक दिन है। आज शाम नारणपुरा में ₹632 करोड़ से बनने जा रहे ओलंपिक स्तर के स्पोर्ट्स कॉम्प्लेक्स का शिलान्यास होने जा रहा है। pic.twitter.com/GPXRxJq0hS
— Amit Shah (@AmitShah) May 29, 2022
-
Amit Shah Gujarat Visit Live: અમદાવાદના નારણપુરામાં 631 કરોડના ખર્ચે બનનારા ઇન્ટરનેશનલ સ્પૉર્ટ્સ કોમ્પ્લેક્સનું અમિત શાહના હસ્તે ખાતમુહૂર્ત
Amit Shah Gujarat Visit Live: અમદાવાદના નારણપુરામાં 631 કરોડના ખર્ચે બનનારા ઇન્ટરનેશનલ સ્પૉર્ટ્સ કોમ્પ્લેક્સનું અમિત શાહના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. અત્યાધુનિક સ્પોર્ટ્સ કોમ્પલેક્સના ખાતમુહૂર્ત પ્રસંગે સીએમ ભૂપેન્દ્ર પટેલ, ધારાસભ્યો, પદાધિકારીઓ, કોર્પોરેટરો સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહેશે.
गुजरात: केंद्रीय गृह मंत्री अमित शाह ने अहमदाबाद में स्थित नारनपुरा क्षेत्र में खेल परिसर की आधारशिला रखी। इस मौके पर गुजरात के मुख्यमंत्री भूपेंद्र पटेल और केंद्रीय खेल मंत्री अनुराग ठाकुर भी मौजूद थे। pic.twitter.com/9zfJkkMeUJ
— ANI_HindiNews (@AHindinews) May 29, 2022
Live: Union Home Minister Shri @AmitShah lays foundation of Olympic-level sports complex to be built by AMC https://t.co/IPllB7I1bh
— BJP Gujarat (@BJP4Gujarat) May 29, 2022
-
Amit Shah Gujarat Visit Live: આંતરરાષ્ટ્રીય કક્ષાના બે ગ્રાઉન્ડમાં 8700 પ્રક્ષકો નિહાળી શકે તેવી રહેશે વ્યવસ્થા
Amit Shah Gujarat Visit Live: સેન્ટર ફોર સ્પોટ્સ એક્સલન્સ, ફિટ ઇન્ડિયા ઝોન,ટેનિસ આઉટ ડોર, પબ્લિઝ પ્લાઝા, આઉટ ડોર,ઇન્ડોર મલ્ટી સ્પોટ્સ અરેના, કોમ્યુનિટી સ્પોટ્સ સેન્ટર રહેશે. આંતરરાષ્ટ્રીય કક્ષાના બે ગ્રાઉન્ડમાં 8700 પ્રક્ષકો નિહાળી શકે તેવી રહેશે વ્યવસ્થા હશે.
-
Amit Shah Gujarat Visit Live: ફિટ ઇન્ડિયા ઝોન બનાવશે જેમાં સ્થાનિક નાગરિકો રોજ ઉપયોગ કરી શકશે
Amit Shah Gujarat Visit Live: ફિટ ઇન્ડિયા ઝોન બનાવશે જેમાં સ્થાનિક નાગરિકો રોજ ઉપયોગ કરી શકે તે રીતે યોગ, ઓપન જિમ, બાળકો અને વૃદ્ધની એક્ટીવી માટે રહેશે. 6 ઓપન ટેનિસ કોટ છે. આ કોમ્પલેક્ષ 30 મહિનામાં પૂરું કરાશે.
-
Amit Shah Gujarat Visit Live: 1200 કરોડની 20 એકર જમીનમાં 631.77 કરોડના ખર્ચે આંતરરાષ્ટ્રીય સ્પોર્ટ્સ કોમ્પલેક્સ બનશે
Amit Shah Gujarat Visit Live: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ હસ્તે ભૂમિપૂજન થવાનું છે તે આંતરરાષ્ટ્રીય સ્પોર્ટ્સ કોમ્પલેક્સ 1200 કરોડની 20 એકર જમીનમાં 631.77 કરોડના ખર્ચે બનશે. આ કોમ્પલેક્સમાં 16 સ્પોર્ટમાંથી ટેબલ ટેનિસ, બૉક્સિંગ, ટેકન્વોડ, બેડમિન્ટન , રેસલિંગ, ફેંસિંગ ઓલમ્પિક કક્ષાએ રમી શકાય તેવી વ્યવસ્થા હશે. 82 હજાર 507 ચોરસમીટર જમીન પર 1.15 લાખ સ્ક્વેર મીટર બાંધકામ બનશે. બે આંતરરાષ્ટ્રીય કોમ્પલેક્સ અને એક એકેડમી હશે જેમાં સ્પર્ધાત્મક અને ખેલાડીને રહેવા, ટ્રેન કરવા, જમવા માટેની વ્યવસ્થા રહેશે.
-
Amit Shah Gujarat Visit Live: અમિત શાહે અમદાવાદના નારણપુરામાં 631 કરોડના ખર્ચે બનનારા ઇન્ટરનેશનલ સ્પૉર્ટ્સ કોમ્પ્લેક્સનું ખાતમુહૂર્ત કર્યું
Amit Shah Gujarat Visit Live: આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં 300 લોકો રહી શકે તેવી વ્યવસ્થા છે. આ સાથે ટેબલ ટેનિસ, કબડ્ડી, યોગ, વોલીબોલ, બેડમિન્ટન, ટેક્વાન્ડો સહિતના અલગ-અલગ પ્રકારના રમત રમી શકાય તેવા મેદાન તૈયાર કરાશે. આખા પ્રોજેક્ટને 6 ભાગમાં વહેંચવામાં આવ્યો છે, જેમાં એક્વાટિક કોમ્પ્લેક્સ, કોમ્યુનિટી સ્પોર્ટ્સ સેન્ટર, સેન્ટર ફોર સ્પોર્ટ્સ એક્સેલન્સ, ઇન્ડોર મલ્ટી સ્પોર્ટ્સ એરેના, ફિટ ઇન્ડિયા ઝોન અને આઉટડોર સ્પોર્ટ્સનો સમાવેશ કરવામાં આવ્યો છે. સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં કુલ 4 બિલ્ડિંગ અને 6 ગેટ રહેશે. 850 ટૂ-વ્હીલર અને 800 ફોર-વ્હીલર પાર્ક થઈ શકે એવું પાર્કિગ બનાવાશે. ખેલાડીઓ અને પ્રેક્ષકોને ટ્રાન્સપોર્ટેશનની સરળ વ્યવસ્થા રહે એના માટે શહેરની વચ્ચે આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનશે.
-
Amit Shah Gujarat Visit Live: થોડી વારમાં અમિત શાહ કરશે ઇન્ટરનેશનલ સ્પૉર્ટ્સ કોમ્પ્લેક્સનું ઉદ્ધાટન
Amit Shah Gujarat Visit Live: અમદાવાદના નારણપુરામાં 631 કરોડના ખર્ચે બનનારા ઇન્ટરનેશનલ સ્પૉર્ટ્સ કોમ્પ્લેક્સનું આજે સાંજે 4 કલાકે અમિત શાહના હસ્તે ખાતમુહૂર્ત કરાશે. 20.39 એકર જમીનમાં નિર્માણ પામનારા અત્યાધુનિક સ્પોર્ટ્સ કોમ્પલેક્સના ખાતમુહૂર્ત પ્રસંગે સીએમ ભૂપેન્દ્ર પટેલ, ધારાસભ્યો, પદાધિકારીઓ, કોર્પોરેટરો સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહેશે. વિશ્વકક્ષાના આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ માટે કેન્દ્ર સરકાર દ્વારા ગ્રાન્ટ ફાળવવામાં આવશે..જેના માટે કેન્દ્ર સરકારના નાણાં વિભાગે પ્રાથમિક મંજૂરી આપી દીધી છે. કેન્દ્ર તરફથી ગુજરાત સરકારને ગ્રાન્ટ આપવામાં આવશે. જેને તેઓ મ્યુનિસિપલ કોર્પોરેશનને ફાળવશે.
-
Amit Shah Gujarat Visit Live: ગુજરાતનો દરિયાકાંઠો સલામત બનાવ્યોઃ અમિત શાહ
Amit Shah Gujarat Visit Live: અમિત શાહે કહ્યું કે કચ્છમાં એક સમયે હથિયારો અને RDXની દાણચોરી કરનારા દેશ વિરોધી તત્વો ઠેર-ઠેર હિંસા આચરતા હતા. પરંતુ નરેન્દ્ર મોદી મુખ્યપ્રધાન બન્યા બાદ ગુજરાતનો દરિયાકાંઠો સલામત બન્યો છે. કચ્છ અને ગુજરાતની સમૃદ્ધિ શાંતિ અને સલામતિને જ આભારી હોવાનું અમિત શાહે જણાવ્યું.
-
Amit Shah Gujarat Visit Live: વર્ષો સુધી કોંગ્રેસે સમાજને અંદરો અંદર લડાવવાનું કામ કર્યુ: અમિત શાહ
Amit Shah Gujarat Visit Live: વર્ષો સુધી કોંગ્રેસે સમાજને અંદરો અંદર લડાવવાનું કામ કર્યુ, કોમી તોફાનો ફેલાવવાનું કામ કર્યુ. તેમજ કાયદો અને વ્યવસ્થાને ભંગ કરવાનું કામ કર્યુ. ગુજરાતમાં એક સમયે 365 દિવસમાંથી 200 દિવસ કરફ્યૂ રહેતો હતો. કેટલાય દિવસ સુધી ધંધા-વેપારી બંધ રહેતા હતા. ગુજરાતમાં ભાજપ સરકાર આવ્યા પછી રથયાત્રા પર એક પણ વ્યક્તિએ હુમલો કરવાની હીંમત નથી કરી.
-
Amit Shah Gujarat Visit Live: દેશભરમાં પોલીસ સેટીસફેક્શન રેશિયોમાં ગુજરાત પ્રથમ નંબરે: અમિત શાહ
Amit Shah Gujarat Visit Live: અમિત શાહે જણાવ્યુ કે પોલીસ જવાનો વાર અને તહેવાર જોતા નથી. આપણી સુરક્ષા માટે તેઓ રાજ્યનો કાયદો અને વ્યવસ્થા સંભાળે છે. એમા આપણે બદલાવ નથી કરી શકતા પણ 31 હજાર પોલીસ જવાનોને ઘર આપી આપણે એટલુ સુરક્ષિત કરી શકીએ કે તમે ગુજરાતનું ધ્યાન રાખો, તમારા પરિવારનું ધ્યાન ગુજરાત સરકાર રાખવા માટે બેઠી છે. અમિત શાહે કહ્યુ કે આજે ગૌરવ સાથે હું કહુ છુ કે દેશભરમાં પોલીસ સેટીસફેક્શન રેશિયોમાં ગુજરાત પ્રથમ નંબરે છે. તેનું આપણે ગૌરવ લેવુ જોઇએ.
-
Amit Shah Gujarat Visit Live: દેશને તોડવાના અનેક કામ પોલીસે નાકામ કર્યા: અમિત શાહ
Amit Shah Gujarat Visit Live: કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે નડિયાદમાં પોતાના સંબોધનમાં જણાવ્યુ કે દેશને તોડવાના અનેક કામ પડકારો આવતા ગયા., તેમ તેમ દેશના પોલીસ બળે પોતાની જાતને અપગ્રેડ કરવાનું ચાલુ રાખ્યુ અને દેશમાં અનેક ષડયંત્રો થવા છતા દેશની પોલીસે પોતાની ફરજનિષ્ઠાથી તેને વિફળ કરવાના કામ કર્યા, પણ આ કરતા કરતા 35 હજારથી વધુ પોલીસ બળોએ પોતાનું સર્વોચ્ચ બલિદાન આપ્યુ છે.
-
Amit Shah Gujarat Visit Live: કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિતશાહે નડિયાદથી વિવિધ પોલીસ હાઉસિંગ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું
Amit Shah Gujarat Visit Live: કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિતશાહે નડિયાદથી વિવિધ પોલીસ હાઉસિંગ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલની(CM Bhupendra Patel) ઉપસ્થિતીમાં ખેડા જીલ્લાના નડિયાદ ખાતેથી રાજ્યના પોલીસ વિભાગ માટે ગુજરાત પોલીસ હાઉસીંગ કોર્પોરેશન દ્વારા બાંધવામાં આવેલ કુલ-57 નવનિર્મિત રહેણાંક અને બિન રહેણાંક મકાનોના લોકાર્પણ કરાયું.
-
Amit Shah Gujarat Visit Live: 5 વર્ષની અંદર સહકારીતા ક્ષેત્રમાં દેશમાં ખૂબ મોટી ક્રાંતિ આવશે: અમિત શાહ
Amit Shah Gujarat Visit Live: અમિત શાહે જણાવ્યુ કે નરેન્દ્ર મોદીએ જે સહકાર મંત્રાલયની સ્થાપના કરી છે તેના કારણે 5 વર્ષની અંદર સહકારીતા ક્ષેત્રમાં દેશમાં ખૂબ મોટી ક્રાંતિ આવશે. અમિત શાહે એમ પણ જણાવ્યુ કે સહકાર મંત્રાલય હેઠળ અનેક નવા ક્ષેત્ર જોડવાનો પ્રયાસ ચાલુ છે.
-
Amit Shah Gujarat Visit Live: PM મોદીએ પહેલીવાર કેન્દ્રમાં સહકાર મંડળ બનાવ્યુ: અમિત શાહ
Amit Shah Gujarat Visit Live: અમિત શાહે સંબોધનમાં જણાવ્યુ કે, PM મોદીએ પહેલીવાર કેન્દ્રમાં સહકાર મંડળ બનાવ્યુ. સાથે જ મોદીએ સહકાર મંત્રાલયના બજેટને સાત ગણુ વધારવાનું કામ કર્યુ. એની સાથે જ ખાંડ મીલોને નફાનો ભાવ વધારો જે ખેડૂતોને આપવો પડે તેના પર ટેક્સ લાગતો હતો. વડાપ્રધાન મોદીએ આ ટેક્સ દુર કરી દીધો છે. બધી જ સહકારીતા સંસ્થા પર મેટ 18 ટકા હતો. આપડા જ પૈસા વધારાના ઇન્કમ ટેક્સમાં જતા રહેતા હતા. મોદી સરકારે કંપની જેટલો જ 15 ટકા મેટ કરીને સહકારીતા સંસ્થાઓને ફાયદો કરાવ્યો છે. સરચાર્જ 12 ટકા હતો, તેને ઘટાડીને 7 ટકા કરવાનું કામ કર્યુ છે.
-
Amit Shah Gujarat Visit Live: પંચમહાલ ડીસ્ટ્રીક્ટ કો. ઓ. બેંક દેવાથી બહાર આવી નફો કરતી થઇ: અમિત શાહ
Amit Shah Gujarat Visit Live: અમિત શાહે કાર્યક્રમમાં પોતાના સંબોધનમાં જણાવ્યુ કે, પંચમહાલ ડીસ્ટ્રીક્ટ કો. ઓ. બેંક દેવા નીચે હતી. નાબાર્ડે તેને બંધ કરવાનું સૂચન કરતુ કાગળ પણ મોકલી દીધુ હતુ. જો કે આજે પંચમહાલ ડીસ્ટ્રીક્ટ કો. ઓ. બેંક ચાર વર્ષથી બધા પ્રતિબંધોથી બહાર આવી, બધુ દેવુ ચુકવી, આજે નફો કરતી થઇ ગઇ છે. અમિત શાહે જણાવ્યુ કે જો સહકારની અંદર સહકાર આવે તો પરિણામ કેવુ હોય તેનું આ ઉદાહરણ છે.
-
Amit Shah Gujarat Visit Live: અમિત શાહે તાડવા ખાતેના પંચામૃત બટર કોલ્ડ સ્ટોરેજ, ઉજ્જૈનના પંચામૃત ડેરીના નવા પ્લાન્ટનું વર્ચ્યુઅલ લોકાર્પણ કર્યુ
Amit Shah Gujarat Visit Live: અમિત શાહે રિમોટ દબાવીને તાડવા ખાતેના પંચામૃત બટર કોલ્ડ સ્ટોરેજ, મધ્યપ્રદેશના ઉજ્જૈન ખાતે પંચામૃત ડેરીના નવા પ્લાન્ટનું વર્ચ્યુઅલ લોકાર્પણ કર્યુ. સાથે જ મહારાષ્ટ્રના માલેગાંવ ખાતેના પંચામૃત ડેરીના પ્લાન્ટ, પંચામૃત ડેરીના ગોલ્ડન જ્યુબિલી લોગોનું પણ અનાવરણ કર્યુ.
-
Amit Shah Gujarat Visit Live: બે દાયકામાં દુધ ઉત્પાદકોની સંખ્યા 21 લાખથી વધી 36 લાખ સુધી પહોંચી: CM ભુપેન્દ્ર પટેલ
Amit Shah Gujarat Visit Live: મુખ્યપ્રધાને પોતાના વકતવ્યમાં જણાવ્યુ કે ગુજરાતે દુધ ઉત્પાદન અને એકત્રણ ક્ષેત્રે વિકાસની આગવી હરણફાળ ભરે છે. વડાપ્રધા નરેન્દ્ર મોદીના દીર્ઘદ્રષ્ટા પરિણામે રાજ્યમાં દુધ ઉત્પાદકોની સંખ્યામાં બે દાયકામાં 21 લાખથી વધીને 36 લાખ સુધી પહોંચી છે.
-
Amit Shah Gujarat Visit Live: ગુજરાતના સીમાડા ઓળંગી પંચામૃત ડેરીએ ઉજ્જૈનમાં પોતાનો પ્લાન્ટ સ્થાપ્યો: CM ભુપેન્દ્ર પટેલ
Amit Shah Gujarat Visit Live: પંચામૃત ડેરીના ઉદ્ઘાટન પ્રસંગે અમિત શાહ સાથે મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત છે. તેમણે આ કાર્યક્રમમાં સંબોધન કરતા જણાવ્યુ કે ગુજરાતના સીમાડા ઓળંગી પંચામૃત ડેરીએ ઉજ્જૈનમાં પોતાનો પ્લાન્ટ સ્થાપ્યો છે. પંચમહાલના પશુપાલકોની આ દેન છે. સૌનો સાથ સૌનો વિકાસ સાથે દુધ સહકારિતાનો નવો યુગ શરુ થયો છે.
-
Amit Shah Gujarat Visit Live: અમિત શાહે પંચામૃત ડેરીના વિવિધ પ્રકલ્પોનું ઉદ્ઘાટન કર્યુ
Amit Shah Gujarat Visit Live: અમિત શાહે ગોધરામાં પંચામૃત ડેરીના વિવિધ પ્રકલ્પોનું ઉદ્ઘાટન કર્યુ. ત્યાર બાદ પંચામૃત ડેરીમાં ફરીને નીરિક્ષણ કર્યુ. ડેરીના ઉત્પાદનો સહિત સમગ્ર સ્થળની મુલાકાત લીધી.
-
Amit Shah Gujarat Visit Live: કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ ગોધરા પહોંચ્યા
Amit Shah Gujarat Visit Live: કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ પંચમહાલ જિલ્લાના ગોધરામાં પહોંચી ગયા છે. અહીં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યુ. અમિત શાહ સાથે મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ પણ ગોધરા પહોંચ્યા છે.
-
Amit Shah Gujarat Visit Live: પંચામૃત દૂધ સંઘની વિવિધ યોજના છે
Amit Shah Gujarat Visit Live: પંચામૃત દૂધ સંઘની વિવિધ યોજનાઓ છે. દૂધાળા પશુ ખરીદીમાં 85 હજાર 626 પશુઓ માટે સહાય આપવામાં આવે છે. દૂધ મંડળીઓને AMCS માટે 1156 મંડળીઓને સહાય આપવામાં આવે છે. દૂધ મંડળીઓ માટે મિલ્કો ટેસ્ટીંગ મશીન ૬૨૯ મંડળીઓને આપ્યા છે. દૂધ મંડળીઓને નવીન દૂધઘર બાંધકામ માટે 500 મંડળીઓને સહાય આપવામાં આવે છે. દૂધ મંડળીઓને ગોડાઉન બાંધકામ માટે 140 મંડળીઓને સહાય આપવામાં આવે છે. દૂધ મંડળીઓને બલ્ક કુલર સ્થાપના માટે 452 મંડળીઓને સહાય અપાય છે. મીની ડેરી ફાર્મ યોજના હેઠળ 1526 લાભાર્થીઓને સહાય આપવામાં આવી છે. પાડી-વાછરડી યોજના હેઠળ 1312 લાભાર્થીઓને સહાય, તો ૧૨ દૂધાળા પશુના ડેરી ફાર્મ સ્થાપવાની યોજના હેઠળ 799 લાભાર્થીને સહાય અપાય છે.
-
Amit Shah Gujarat Visit Live: પંચામૃત ડેરી થકી જીલ્લાના ખેડૂતો અને પશુપાલકો આત્મનિર્ભર બન્યા છે
Amit Shah Gujarat Visit Live: પંચામૃત ડેરીની ખાસિયતની વાત કરીએ તો તે 3 જિલ્લા પંચમહાલ, મહીસાગર અને દાહોદ સાથે સંકળાયેલી છે. પંચામૃત ડેરી થકી જીલ્લાના ખેડૂતો અને પશુપાલકો આત્મનિર્ભર બન્યા છે. પંચામૃત ડેરીમાં વર્ષ-૨૦૦૮-૦૯માં ૪ લાખ ૩,૦૦૦ કિલોગ્રામ દૂધ ઉત્પાદન થતું હતુ. વર્ષ-૨૦૨૧-૨૨માં દૂધનું ઉત્પાદન વધીને ૧૭ લાખ ૪૫,૦૦૦ કિલોગ્રામ થયું. વર્ષ-૨૦૦૮-૦૯માં દૂધ સંઘનું વાર્ષિક ટર્ન ઓવર ૩૬૬ કરોડ હતું. વર્ષ-૨૦૨૧-૨૨માં દૂધ સંઘનું વાર્ષિક ટર્ન ઓવર ૩ હજાર ૨૩૦ કરોડ થયું. વર્ષ-૨૦૦૮-૦૯માં પશુપાલકોને દર ૧૦ દિવસે ૭ કરોડ રકમ ચૂકવાતી હતી. જ્યારે વર્ષ-૨૦૨૧-૨૨માં પશુપાલકોને દર ૧૦ દિવસે ૬૪ કરોડ ચૂકવાયા.
-
Amit Shah Gujarat Visit Live: મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ ગોધરામાં હાજર રહેેશે
Amit Shah Gujarat Visit Live: કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે ગોધરામાં પંચમહાલ ડિસ્ટ્રીકટ કો. ઓપરેટિવ બેન્કની નવી બિલ્ડીંગનું ઉદ્ઘાટન કરવાના છે. ત્યારે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ પણ ઉપસ્થિત રહેશે. અમિત શાહ PDC બેન્કની ATM મોબાઇલ વેનને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવશે. પંચામૃત ડેરીના ઓક્સિજન પ્લાન્ટનું પણ તેઓ ઉદ્ઘાટન કરશે. અમિત શાહ પંચામૃત ડેરીના કેમ્પસમાંથી વિવિધ પ્રકલ્પોનું વર્ચ્યુઅલ લોકર્પણ કરશે. તેઓ તડવા ખાતેના પંચામૃત બટર કોલ્ડ સ્ટોરેજ, મધ્યપ્રદેશના ઉજ્જૈન ખાતે પંચામૃત ડેરીના નવા પ્લાન્ટનું વર્ચ્યુઅલ લોકાર્પણ કરશે. મહારાષ્ટ્રના માલેગાંવ ખાતેના પંચામૃત ડેરીના પ્લાન્ટ, પંચામૃત ડેરીના ગોલ્ડન જ્યુબિલી લોગોનું પણ અનાવરણ કરશે.
-
Amit Shah Gujarat Visit Live: ઇન્ટરનેશનલ સ્પૉર્ટ્સ કોમ્પ્લેક્સનું અમિત શાહના હસ્તે ખાતમુહૂર્ત
Amit Shah Gujarat Visit Live: અમદાવાદના નારણપુરામાં 631 કરોડના ખર્ચે બનનારા ઇન્ટરનેશનલ સ્પૉર્ટ્સ કોમ્પ્લેક્સનું આજે સાંજે 4 કલાકે અમિત શાહના હસ્તે ખાતમુહૂર્ત કરાશે.. 20.39 એકર જમીનમાં નિર્માણ પામનારા અત્યાધુનિક સ્પોર્ટ્સ કોમ્પલેક્સના ખાતમુહૂર્ત પ્રસંગે સીએમ ભૂપેન્દ્ર પટેલ, ધારાસભ્યો, પદાધિકારીઓ, કોર્પોરેટરો સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહેશે.. વિશ્વકક્ષાના આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ માટે કેન્દ્ર સરકાર દ્વારા ગ્રાન્ટ ફાળવવામાં આવશે. જેના માટે કેન્દ્ર સરકારના નાણાં વિભાગે પ્રાથમિક મંજૂરી આપી દીધી છે. કેન્દ્ર તરફથી ગુજરાત સરકારને ગ્રાન્ટ આપવામાં આવશે. જેને તેઓ મ્યુનિસિપલ કોર્પોરેશનને ફાળવશે.
-
Amit Shah Gujarat Visit Live: અમિત શાહ આજે બપોરે 12 કલાકે નડિયાદમાં જનસભાને સંબોધશે
Amit Shah Gujarat Visit Live: ગૃહ વિભાગના 23454.08 લાખના ખર્ચે બનેલા 19 રહેણાંક તથા 29 બિન રહેણાંક આવાસોનું આગામી 29 તારીખે ગૃહ મંત્રી અમિત શાહના હસ્તે લોકાર્પણ થવાનું છે. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ ના હસ્તે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની ઉપસ્થિતીમાં ખેડા જીલ્લાના નડિયાદ ખાતેથી રાજ્યના પોલીસ વિભાગ માટે ગુજરાત પોલીસ હાઉસીંગ કોર્પોરેશન દ્વારા બાંધવામાં આવેલ કુલ-57 નવનિર્મિત રહેણાંક અને બિન રહેણાંક મકાનોના લોકાર્પણ કરાશે.
-
Amit Shah Gujarat Visit Live: અમિત શાહ આજે ગોધરામાં પંચામૃત ડેરીના લોકાર્પણ કાર્યક્રમમાં હાજરી આપશે
Amit Shah Gujarat Visit Live: કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ ગુજરાતના પ્રવાસે છે. ત્યારે આજે અમિત શાહ વિવિધ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.સવારે તેઓ અમદાવાદથી ગોધરા જશે. જ્યાં પંચામૃત ડેરીના લોકાર્પણ કાર્યક્રમમાં હાજરી આપશે. ઉપરાંત પંચમહાલ ડિસ્ટ્રિક્ટ કો. બેન્કના કાર્યક્રમમાં પણ ઉપસ્થિત રહેશે.
Published On - May 29,2022 9:00 AM